Home /News /national-international /મોટા સમાચાર: શ્રદ્ધા મર્ડર કેસ પર અમિત શાહની મોટી ટિપ્પણી, ઓછામાં ઓછા સમયમાં કડક સજા અપાવીશું

મોટા સમાચાર: શ્રદ્ધા મર્ડર કેસ પર અમિત શાહની મોટી ટિપ્પણી, ઓછામાં ઓછા સમયમાં કડક સજા અપાવીશું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (ફાઈલ ફોટો)

ધર્માંતરણ કાયદા વિશે વાત કરતા અમિત શાહે કહ્યું કે, રાજ્યોમાં જ્યાં પણ અમારી સરકાર છે, ત્યાં ધર્માંતરણ વિરુદ્ધ કાયદો છે અને પાલન કડકાઈથી થઈ રહ્યું છે.

    નવી દિલ્હી: શ્રદ્ધા મર્ડર કેસને લઈને ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે, સરકાર કોર્ટના માધ્યમથી આ નક્કી કરશે કે, દોષિતને કડકમાં કડક સજા મળે. શ્રદ્ધા મર્ડર મામલામાં જે પણ વ્યક્તિ જવાબદાર છે, તેને ઓછામાં ઓછા સમયમાં કડકમાં કડક સજા મળશે. આ સમગ્ર કેસમાં તેમની સીધી નજર છે. ગૃહમંત્રીએ આ વાત ટાઈમ્સ નાઉ સમિટ 2022માં કહી હતી. અહીં ગૃહમંત્રીએ ગુજરાત ચૂંટણી, ધર્માંતરણ કાયદો અને જમ્મુ કાશ્મીર સહિત કેટલાય મુદ્દા પર સરકાર અને પાર્ટીનું વિઝન રજૂ કર્યું હતું.

    આ પણ વાંચો: શ્રદ્ધા હત્યાકાંડ જેવો બીજો બનાવ, મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને રહેંસી નાખી

    દિલ્હીના મહરૌલી વિસ્તારમાં શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં ગુરુવારે એક નવો ખુલાસો થયો છે. તેના મિત્ર રજત શુક્લાએ જણાવ્યું છે કે, લિવ ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલા શ્રદ્ધાને સતત પ્રતાડિત કરતો હતો. પૂનાવાલા તેને સિગારેટના ડામ આપતો હતો. તેમ છતાં પણ તે પોલીસ પાસે જતાં ડરતી હતી. કારણ કે તે તેને વધુ એક મોકો આપવા માગતી હતી. શુક્લાએ એ પણ જણાવ્યું છે કે, વર્ષ 2021માં શ્રદ્ધાએ પોતાના એક નજીકની મિત્ર સાથે આ વાત શેર કરી હતી કે, આફતાબ તેની પીઠ પર સિગારેટના ડામ આપે છે અને ગંદી ગંદી ગાળો પણ આપે છે.

    શુક્લાએ કહ્યું કે અમે પૂનાવાલની પાસે ગયા અને ધમકી આપી કે, જો તે આની સાથે ખરાબ વ્યવહાર કરતો રહેશે, તો પોલીસમાં ફરિયાદ કરી દઈશું, પણ શ્રદ્ધા જ તેને વધુ એક મોકો આપવા માગતી હતી અને મને લાગે છે કે તેના પરિણામે જ તેનો જીવ ગયો. આપને જણાવી દઈએ કે, શ્રદ્ધા વાલકરની હત્યાના આરોપી આફતાબને 12 નવેમ્બરે ધરપકડ કરી લેવામાં આવ્યો હતો.

    6 કલાક સુધી ચાલ્યુ આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ


    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા હત્યાકાંડમાં આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટનો આજે બીજો દિવસ છે. રોહિણીમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં આ ટેસ્ટ થશે. આફતાબનું 6 કલાક સુધી પોલીગ્રાફી ટેસ્ટ થયો હતો. મંગળવારે પૂનાવાલાની પોલીગ્રાફી તપાસનું પ્રથમ સત્ર રોહિણીના એફએસએલમાં થયો હતો. પોલીગ્રાફી તપાસમાં લાઈ ડિટેક્ટરના નામ પણ જાણવામાં આવે છએ. આ તમામની વચ્ચે દિલ્હી પોલીસે પૂનાવાલાના છતરપુરમાં આવેલા ફ્લેટમાંથી પાંચ ચાકૂ પણ જપ્ત કર્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Amit shah, Shraddha Murder Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन