Home /News /national-international /અમિત શાહ ફરી બન્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

અમિત શાહ ફરી બન્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ

નવી દિલ્હી# અમિત શાહ સર્વાનુમતે બીજી વાર બીજેપી અધ્યક્ષ ચૂંટાયા છે. અધ્યક્ષ પદ માટે 17 નામાંકન પત્ર ભરાયા હતા. અમિત શાહ અધ્યક્ષ ચૂંટાય આવ્યા બાદ દિલ્હીના બીજેપી ઓફિસમાં તહેવાર જેવો માહોલ હતો. પાર્ટીના નેતાઓએ શાહને ફુલોનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતુ. બીજેપીના પૂર્વ અધ્યક્ષ વૈંકેયા નાયડૂએ પ્રેસને આ અંગે જાણકારી આપી હતી.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# અમિત શાહ સર્વાનુમતે બીજી વાર બીજેપી અધ્યક્ષ ચૂંટાયા છે. અધ્યક્ષ પદ માટે 17 નામાંકન પત્ર ભરાયા હતા. અમિત શાહ અધ્યક્ષ ચૂંટાય આવ્યા બાદ દિલ્હીના બીજેપી ઓફિસમાં તહેવાર જેવો માહોલ હતો. પાર્ટીના નેતાઓએ શાહને ફુલોનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતુ. બીજેપીના પૂર્વ અધ્યક્ષ વૈંકેયા નાયડૂએ પ્રેસને આ અંગે જાણકારી આપી હતી.

પીએમ નરેન્દ્ર મોદીની સાથે ઘણા કેન્દ્રિય મંત્રીઓ, બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ આજે નામાંકન પ્રક્રિયાના દરમિયાન પાર્ટી અધ્યક્ષ પદના માટે અમિત શાહના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. 28 જાન્યુઆરી સાંજે 6 વાગે સંસદીય બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. સંસદીય બોર્ડની બેઠકમાં ચૂંટાયેલા અધ્યક્ષના અભિનંદન કર્યા બાદ આગળની રણનીતિ નક્કી કરાશે.

અમિતા શાહના નામનો પ્રસ્તાવ કરનારમાં કેન્દ્રિય મંત્રી રાજનાથ સિંહ, અનંત કુમાર, જે.પી.નડ્ડા, એમ વૈંકેયા નાયડૂ ઉપરાતં બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓમાં આનંદીબહેન પટેલ, વસુંધરા રાજે, રઘુવર દાસ, શિવરાજ સિંહ સહિત અન્ય પણ શામેલ હતા. મોદીના એકદમ ખાસ ગણાતા અમિત શાહનો આ કાર્યકાળ ત્રણ વર્ષ માટે રહેશે.

બીજેપીના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, દર ત્રણ વર્ષે પાર્ટી અધ્યક્ષ માટે ચૂંટણી યોજાય છે. આ વખતે સર્વાનુમતે અમિત શાહને અવસર આપવામાં આવે. આ અંગે તેમને અભિનંદન અને આવનારા સમયમાં ચૂંટણીઓમાં જીત પ્રાપ્ત કરશે.

રાજનાથ સિંહને કેન્દ્રિય મંત્રીમંડળ માં શામેલ થવાના કારણે મે 2014માં અમિત શાહે અધ્યક્ષ પદનો કાર્યભાર સંભાળ્યો હતો.
First published:

Tags: Amit shah, અધ્યક્ષ, બીજેપી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन