Home /News /national-international /

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની અમિત શાહ-રાજનાથ સિંહે ટિકા કરી

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલાની અમિત શાહ-રાજનાથ સિંહે ટિકા કરી

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા ત્યારે ટીએમસીના કેટલાક કાર્યકર્તાઓએ તેમના કાફલા પર હુમલો કર્યો

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા ત્યારે ટીએમસીના કેટલાક કાર્યકર્તાઓએ તેમના કાફલા પર હુમલો કર્યો

  નવી દિલ્હી : પશ્ચિમ બંગાળમાં બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના (JP Nadda)કાફલા પર થયેલા હુમલાની ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) સખત ટિકા કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે આજે બંગાળમાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉપર થયેલો હુમલો ઘણો નિંદનીય છે. તેની જેટલી પણ ટિકા કરે તે ઓછી છે. કેન્દ્ર સરકાર આ હુમલાને પુરી ગંભીરતાથી લઇ રહી છે. બંગાળ સરકારની પ્રાયોજિત હિંસા માટે પ્રદેશની શાંતિપ્રિય જનતાએ જવાબ આપવો પડશે.

  અમિત શાહે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે તૃણમુલ શાસનમાં બંગાળ અત્યાચાર, અરાજકતા અને અંધકાર યુગમાં જઈ ચૂક્યું છે. ટીએમસીના રાજમાં પશ્ચિમ બંગાળની અંદર જે રીતે રાજનીતિક હિંસાને સંસ્થાગત કરીને ચરમ સીમા પર પહોંચાડવામાં આવી છે જે લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ રાખનાર બધા લોકો માટે દુખદ પણ છે અને ચિંતાજનક પણ છે.

  આ પણ વાંચો - New Parliament Building: વડાપ્રધાન મોદીએ કહ્યુ- નવા સંસદ ભવનમાં 21મી સદીના ભારતની આંકાક્ષાઓ થશે પૂરી

  રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયાન ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર થયેલા હુમલા પછી મેં તેમને ફોન કરીને કુશળ ક્ષેમની જાણકારી મેળવી છે. આ ઘટના પશ્ચિમ બંગાળ રાજ્યની બગડી રહેલી કાનૂન વ્યવસ્થાનું ઉદાહરણ છે. લોકતંત્રમાં રાજનીતિક નેતાઓને આ રીતે નિશાન બનાવવા ઘણા ચિંતાજનક છે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષના કાફલા પર થયેલા હુમલાની ગંભીરતા જોતા તેની પુરી તપાસ થવી જોઈએ અને આ ઘટનાની જવાબદારી નક્કી થવી જોઈએ.

  ઉલ્લેખનીય છે કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે ડાયમંડ હાર્બર જઈ રહ્યા હતા ત્યારે ટીએમસીના કેટલાક કાર્યકર્તાઓએ તેમના કાફલા પર હુમલો કર્યો હતો. તે સમયે નડ્ડા સાથે બીજેપીના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીય પણ ઉપસ્થિત હતા.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: JP Nadda, Rajnath Singh, West bengal, અમિત શાહ

  આગામી સમાચાર