Home /News /national-international /

દરેક વિરોધ પછી વધારે મજબૂત થાય છે PM મોદી, જનતા ચટ્ટાનની જેમ સાથે છે: અમિત શાહ

દરેક વિરોધ પછી વધારે મજબૂત થાય છે PM મોદી, જનતા ચટ્ટાનની જેમ સાથે છે: અમિત શાહ

અમિત શાહ

Amit Shah On PM Modi: તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા જ્યારે બધાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો.

  દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) જાહેર સેવાના 20 વર્ષ પૂરા થતા ગૃહમંત્રી અમિત શાહે  (Amitr Shah) કહ્યું કે, તેમણે દેશના દરેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે અને આજે આખો દેશ વિકાસના માર્ગ પર છે. આ સાથે તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી દરેક વિરોધ સાથે મજબૂત બને છે અને દેશની જનતા તેમની સાથે એક ચટ્ટાનની જેમ ઉભી છે.

  નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અઠવાડિયે બંધારણીય પદની જવાબદારી લઈને પોતાના 20 વર્ષ પૂર્ણ કર્યા. આ દરમિયાન તેઓ લગભગ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને હવે 7 વર્ષ સુધી દેશના પીએમ છે. છેલ્લા ત્રણ દાયકાથી વડાપ્રધાન મોદીના સહાયક રહેલા અમિત શાહે કહ્યું કે, 2001માં શરૂ થયેલી વિકાસ અને સુશાસનની યાત્રા આજ સુધી ચાલુ છે.

  અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાનનું તપસ્વી જીવન આપણા બધા માટે પ્રેરણા છે. આટલા વર્ષો સુધી તેમની સાથે સતત કામ કરવું એ મારા માટે લહાવો અને ગૌરવની વાત છે. સંસદ ટીવી સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે, મોદીજીના આગમન સાથે બધે પરિવર્તન દેખાય છે.

  ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીના સાર્વજનિક જીવનના 3 ભાગ કરી શકાય છે. ભાજપમાં આવ્યા બાદ પહેલો કાળખંડ સંગઠનાત્મક કામનો હતો. બીજો કાળખંડ તેમના ગુજરાતના મુખ્યમંત્રિત્વ કાળનો હતો અને ત્રીજો કાળખંડ રાષ્ટ્રીય રાજનીતિમાં આવી તેઓ પ્રધાનમંત્રી બન્યા. આ ત્રણ કાળખંડ ખૂબજ પડકારજનક રહ્યાં. જ્યારે તેમને ભાજપમાં મોકલવામાં આવ્યા, તેઓ સંગઠન મંત્રી બન્યા તો તે સમયે ભાજપની સ્થિતિ યોગ્ય ન હતી.  અમિત શાહે કહ્યું કે નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે ખૂબ જ ધૈર્યની સાથે તંત્રની ઝીણામાં ઝીણી બાબતોનો અભ્યાસ કર્યો. નિષ્ણાંતોને તંત્ર સાથે જોડ્યા અને સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડી. જ્યારે દેશમાં ભાજપની 2 બેઠક આવી, ત્યારે નરેન્દ્ર મોદી ભાજપ ગુજરાતના સંગઠન મંત્રી બન્યા અને 1987થી તેમણે સંગઠન સંભાળ્યું. તેમના આવ્યા બાદ સૌથી પહેલા ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની થઈ અને પહેલી વખત ત્યાં ભાજપ સત્તામાં આવી.

  તેમણે કહ્યું કે, નરેન્દ્રભાઈ તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા જ્યારે બધાનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો હતો. નરેન્દ્રભાઈને તંત્રન કોઈ અનુભવ પણ ન હતો. નરેન્દ્રભાઈ ક્યારે સરપંચ પણ બન્યા ન હતા. અમે ભૂજના ભૂકંપ બાદ ભૂજની કાયાપલટ કરી. પહેલા ભૂજમાં પોસ્ટિંગને સજા માનવામાં આવતી હતી પરંતુ આજે બધુ જ બદલાઈ ગયું છે. નરેન્દ્રભાઈના પાસે સ્કેલ અને સ્કિલ બંનેનું બેલેન્સ છે.

  ગૃહ મંત્રીએ કહ્યું કે, ક્યારે કોઈ કલ્પના નથી કરી શકતું કે, ભારત એર સ્ટ્રાઈક કરી શકે છે. આ કામ માત્ર અમેરિકા કરતું હતું. આજે આપણે 5 થી 6 નંબરની અર્થવ્યવસ્થા બની ગયા છીએ. પીએમ મોદીએ ખુબ જ ધૈર્ય અને સમર્પણથી કામ કર્યું છે.

  તેમણે વધુમાં જણાવ્યુ કે, પીએમ મોદી જોખમ લઇ નિર્ણય કરે છે. પીએ મોદી ડરતા નથી કે સત્તામાં જતી રહેશે. તેમનું લક્ષ્ય ભારત ફર્સ્ટનું છે. પીએમ મોદીનો સંકલ્પ દેશને મજબૂત બનાવવાનો છે. દેશના અર્થતંત્રમાં હવે કાળું નાણું ચાલશે નહીં. પીએમ મોદીએ એવા-એવા કામ કર્યા છે કે, જેને ટચ કરવાથી પણ લોકો ડરતા હતા પરંતુ મોદીજીએ આ તમામ નિર્ણયો લીધા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અમિત શાહ, પીઅેમ નરેન્દ્ર મોદી, ભાજપ, ભારત

  આગામી સમાચાર