આર્ટિકલ 370 હટાવવાને લઈ મારા મનમાં કોઈ સંદેહ નહોતો : અમિત શાહ

News18 Gujarati
Updated: August 11, 2019, 2:15 PM IST
આર્ટિકલ 370 હટાવવાને લઈ મારા મનમાં કોઈ સંદેહ નહોતો : અમિત શાહ
ગૃહ મંત્રી અમિત શાહ (ફાઇલ ફોટો)

અમિત શાહે જણાવ્યું કે, હું દૃઢ હતો કે આર્ટિકલ 370 હટાવવો જોઈએ, તેનાથી કાશ્મીરમાં આતંકવાદ ખતમ થશે

  • Share this:
ગૃહ મંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે બંધારણના આર્ટિકલ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને મળી રેલા વિશેષ દરજ્જાને હટાવવાથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદ ખતમ થશે અને તે વિકાસના માર્ગે અગ્રેસર થશે. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂ પર એક પુસ્તક 'લિસનિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ'નું વિમોચનના પ્રસંગે શાહે કહ્યું કે તેમનું દૃઢપણે એવું માનવું હતું કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારો આર્ટિકલ 370ને હટાવવો જોઈએ કારણ કે તેનાથી દેશને કોઈ ફાયદો નહોતો.

અમિત શાહે જણાવ્યું કે, હું દૃઢ હતો કે આર્ટિકલ 370 હટાવવો જોઈએ. આર્ટિકલ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદ ખતમ થશે અને તે વિકાસના પથે પર અગ્રેસર થશે. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આજે હું અહીં ગૃહ મંત્રી તરીકે નહીં પરંતુ ભાજપના અધ્યક્ષ તરીકે આવ્યો છું. રાજનીતિના ક્ષેત્રમાં કામ કરનારા એક વિદ્યાર્થી તરીકે સમગ્ર જીવન આદર્શ રીતે કામ કેવી રીતે કરવું જોઈએ તેની પ્રતિમૂર્તિ માત્ર વેંકૈયા નાયડૂજીના જીવનની અનુમોદના કરવા આવ્યો છું.

આ પણ વાંચો, આર્ટિકલ 370 પર શિવરાજ સિંહે કહ્યુ- જવાહરલાલ નહેરુ 'ક્રિમિનલ' હતાઅમિત શાહે આ ઉપરાંત જણાવ્યું કે, જીવનમાં સાંભળવું, શીખવું અને સમાજનું નેતૃત્વ કરવું, એ કેવી રીતે કરી શકો, તેનો એક આદર્શ શ્રી વેંકૈયા નાયડૂએ આ દેશની યુવા પેઢીની સામે રાખ્યું છે. આજે એક વાત ચોક્કસપણે જણાવવા માંગીશ કે વેંકૈયાજીનું જીવન વિદ્યાર્થી કાલથી લઈને આજ ઉપરાષ્ટ્રપતિ સુીધ પહોંચવાનું જીવન રાજનીતિમાં કામ કરનારા તમામ યુવા કાર્યકર્તાઓ માટે અનુકરણીય છે.

આ પણ વાંચો, CNN-NEWS18 Survey: ઘાટીમાં શાંતિ યથાવત્, લોકોએ કહ્યું - ખતમ થાય આતંકવાદ
First published: August 11, 2019, 2:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading