ગુવાહાટી : અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- તમે અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું

ગુવાહાટી : અમિત શાહનો વિપક્ષ પર પ્રહાર, કહ્યું- તમે અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે

પૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીં- અમિત શાહ

  • Share this:
    ગુવાહાટી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) પૂર્વોત્તરના પ્રવાસે પહોંચ્યા છે. બે દિવસીય પ્રવાસે અમિત શાહ અસમના ગુવાહાટી (Guwahati)પહોંચ્યા છે. તેમણે અહીં અસમમાં વિકાસ કાર્યોની વાત કરી હતી. તેમણે કહ્યું કે પૂર્વોત્તરના વિકાસ વગર ભારતનો વિકાસ થશે નહીં. આ દરમિયાન ગૃહમંત્રીએ રાજ્યમાં હોસ્પિટલ, કોલેજ સહિત ઘણા વિકાસ કાર્યોની આધારશિલા રાખી હતી. સાથે તેમણે 8000 નામઘરોને આર્થિક સહાયતા આપવાની વાત કહી. હવે 2.5 લાખ રૂપિયાની મદદ દરેક નામઘરને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આગામી 2021માં અસમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

    અમિત શાહે કહ્યું કે અસમને આ 6 વર્ષોની અંદર અમે ક્યારેય પરાયા સમજ્યા નથી. અસમને દિલ્હીએ પ્રાથમિકતા આપી છે. નોર્થ ઇસ્ટને પ્રાથમિકતા આપી છે. તેમણે કહ્યું કે દરેક યોજનાનો ફાયદો અસમ અને અહીંની જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન અમે કર્યો છે. ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં વિપક્ષી દળો પર પ્રહાર કરતા કહ્યું કે ચૂંટણીની મોસમ આવવાની છે. ફરીથી અલગાવવાદની વાત કરનાર ચહેરા અને રંગરુપ બધું બદલીને લોકોની વચ્ચે જશે. આપણને ઉંધુ સમજાવશે. આંદોલનની દિશામાં લઈ જશે. હું તે બધાને પુછવા માંગીશ કે શું આપ્યું તમે અસમના લોકોને આંદોલન કરાવીને. કોઇ વિકાસ કાર્ય થયા નથી. જો થયું છે તો ફક્ત અસમના યુવાઓને શહીદ કરવાનું કામ કર્યું છે.



    આ પણ વાંચો - વારાણસીના ત્રણ ભાઈઓની સક્સેસ સ્ટોરી, બન્યા આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ

    અમિત શાહે કહ્યું કે રાજ્યમાં ફક્ત બે સમસ્યાઓ છે. એક ઘૂસણખોરી અને બીજુ પૂર. આ બંને સમસ્યા બીજેપીની ડબલ એન્જીનવાળી સરકાર જ દૂર કરી શકે છે. અમિત શાહે અસમમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની જીતનો દાવો કર્યો છે. આ સિવાય તેમણે રાજ્યમાં કોરોના વાયરસ નિયંત્રણની પણ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મને એ કહેતા ખુશી થઈ રહી છે કે દેશમાં કોરોનાનો સામનો કરવામાં અસમ સૌથી ઉપરના રાજ્યોમાં છે. ટેસ્ટિંગ મામલામાં પણ આગળ રહ્યું છે.

    અમિત શાહે કહ્યું કે એક જમાનામાં અહીં બધા રાજ્યોમાં અલગાવવાદી પોતાના એજન્ડા બનાવતા હતા. યુવાઓના હાથમાં બંદૂક પકડાવતા હતા. આજે તે બધા સંગઠન મુખ્ય પ્રવાહમાં સામેલ થઈ ગયા છે અને આજે યુવા પોતાના નવા સ્ટાર્ટઅપ સાથે વિશ્વભરમાં યુવાની સાથે સ્પર્ધા કરીને પોતાના અષ્ટલક્ષ્મીને ભારતના અષ્ટલક્ષ્મી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:December 26, 2020, 17:33 pm