ગૃહ મંત્રી બનતાં જ આ મુદ્દાનો ઉકેલ શોધવામાં લાગ્યા અમિત શાહ

News18 Gujarati
Updated: June 2, 2019, 10:46 AM IST
ગૃહ મંત્રી બનતાં જ આ મુદ્દાનો ઉકેલ શોધવામાં લાગ્યા અમિત શાહ
અમિત શાહે કરી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથે મુલાકાત

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથે ગૃહ મંત્રીની મુલાકાતને લઈ અનેક અટકળો ચર્ચામાં

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : નવા ગૃહમંત્રીનું પદ સંભાળ્યા બાદ અમિત શાહે સૌથી પહેલા જમ્મુ-કાશ્મીરના સત્યપાલ મલિક સાથે મુલાકાત કરી વિપક્ષને વિચારતું કરી દીધું છે. અમિત શાહે આ રીતે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ અનેક અટકળો કરવામાં આવી રહી છે. સુત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યની સુરક્ષા વિશે તેમની સાથે મુલાકાત કરી છે. જોકે, એવા ચર્ચા ચાલી રહી છે કે જમ્મુ-કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.

મળતી જાણકારી મુજબ, જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે શનિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. મુલાકાત દરમિયાન શાહે રાજ્યપાલ સાથે રાજ્યની સુરક્ષા સ્થિતિ વિશે માહિતી મેળવી. 15 મિનિટ ચાલેલી આ બેઠકમાં ગૃહ મંત્રીને અમરનાથ યાત્રાને લઈ કરવામાં આવી રહેલી તૈયારીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

એક જુલાઇથી શરૂ થશે અમરનાથ યાત્રા

46 દિવસની અમરનાથ યાત્રા એક જુલાઈથી શરૂ થઈને 15 ઓગસ્ટે સંપન્ન થશે. તેની સાથે રાજ્યપાલ સત્યપાલ મલિકે ગૃહ મંત્રીને કાશ્મીર ઘાટીના કાયદો-વ્યવસ્થા અને બોર્ડર પર થતી આતંકી ગતિવિધિઓ વિશે જાણકારી આપી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં સત્યપાલ મલિકે જણાવ્યું કે, મેં ગૃહ મંત્રીની સાથે સુરક્ષા મામલા અને વિકાસના મુદ્દે ચર્ચા કરી.

વિધાનસભા ચૂંટણી પર ચર્ચા વિશે કર્યો ઇનકાર

રાજ્યપાલે વિધાનસભા ચૂંટણી સંબંધિત કોઈ પણ પ્રકારની ચર્ચાનો ઇનકાર કર્યો છે. તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજવાની જવાબદારી ચૂંટણી પંચની છે. તેથી તેની પર કોઈ ચર્ચા નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.આ પણ વાંચો, PM મોદી આપી શકે છે આ 18-20 લોકોને વિદાય, નૃપેન્દ્ર મિશ્રાને ફરી મળશે તક?

નોંધનીય છે કે, શનિવારે ગૃહ મંત્રી અમિત શાહે પોતાના મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો છે. કામ સંભાળ્યા બાદ શાહે ટ્વિટ કરી વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો. તેઓએ લખ્યું કે, ભારતના ગૃહ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો. મારી પર વિશ્વાસ મૂકવા માટે વડાપ્રધાન મોદીજીનો આભાર વ્યક્ત કરું છું. દેશની સુરક્ષા અને દેશવાસીઓનું કલ્યાણ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, મોદીજીના નેતૃત્વમાં તેને પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરવામાં આવશે.
First published: June 2, 2019, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading