અમિત શાહે પહેલીવાર રાજ્યસભામાં આપ્યું ભાષણ, જાણો શું કહ્યું

News18 Gujarati
Updated: February 5, 2018, 4:42 PM IST
અમિત શાહે પહેલીવાર રાજ્યસભામાં આપ્યું ભાષણ, જાણો શું કહ્યું
અમને વિરાસતમાં મોટો ખાડો મળ્યો છે, બેરોજગારી કરતા સારૂ કે યુવાન ભજીયા વેંચે...

અમને વિરાસતમાં મોટો ખાડો મળ્યો છે, બેરોજગારી કરતા સારૂ કે યુવાન ભજીયા વેંચે...

  • Share this:
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે સોમવારે રાજ્યસભામાં પહેલું ભાષણ આપ્યું. આ ભાષણમાં અમિત શાહે ભાજપ સરકારની સિદ્ધીઓ ગણાવી. અમિત શાહે કહ્યું કે, અમને વિરાસતમાં મોટો ખાડો મળ્યો છે, સરકારનો બહું બધો સમય આગળની સરકારે કરેલ ખાડો પુરવામાં જ ગયો છે.

અમિત શાહે પોતાના ભાષણમાં બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, બેરોજગારી કરતા સારૂ કે યુવાન ભજીયા વેંચી રહ્યો છે, ભજીયા વેંચવા શરમની વાત નથી, તેની ભીખારી સાથે તુલના ન કરો.

અમિત શાહે વધુમાં કહ્યું કે, 2013માં દેશની જે સ્થિતિ હતી, તેને યાદ કરવાની જરૂરત છે. દેસમાં વિકાસની ગતી ઘણી ઘટેલી હતી. તેમણે કહ્યું કે, મહિલાઓ દેશમાં સુરક્ષિત ન હતી. બોર્ડર પર રક્ષા કરતા જવાન સરકારના નિર્ણય કારણે કઈં કરી નહોતા શકતા.

અમિત શાહે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ ચૂંટણી પ્રચારમાં જશે ત્યારે પ્રશ્ન જરૂર પૂછશે કે, તેમણે OBC બીલને કેમ રોક્યું? જ્યારે પ્રધાનમંત્રી મુસ્લિમ મહિલાઓની સુરક્ષા માટે ત્રણ તલાકનું બીલ લઈ આવ્યા ત્યારે પણ કોંગ્રેસે રોક્યું. અમારી સરકારે એક જ વર્ષમાં સૈનિકોને વન રેંક વન પર કામ કરી સૈનિકોને પેંશન આપ્યું.

First published: February 5, 2018, 3:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading