અનિલ રાય, ન્યૂઝ18 : વર્ષના અંતમાં યોજાનાર ત્રણ રાજ્યોની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી ફ્રન્ટ ફૂટ પર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે ગત દિવસોમાં તાબડતોબ બેઠક બોલાવીને ચૂંટણી અંગેની રણનીતિને આખરી ઓપ આપ્યો હતો. બીજી તરફ વિપક્ષ હજુ સુધી એ નક્કી નથી કરી શક્યું કે ચૂંટણીનો મુદ્દો શું હશે.
ત્રણ તલાક, આર્ટિકલ 370, આર્ટિકલ 35A જેવા મુદ્દે ભાજપ ફ્રન્ટ ફૂટ પર છે, જ્યારે વિપક્ષની પાર્ટીઓ હજુ સુધી નક્કી નથી કરી શકી કે આ મુદ્દાઓનું સમર્થન કરવું કે પછી તેનો વિરોધ કરવો. જે ત્રણ રાજ્યમાં ચૂંટણી છે તેના નેતાઓ વિરોધમાં રહીને પણ નરેન્દ્ર મોદી સરકારના આ પગલાંની પ્રશંસા કરી રહ્યાં છે. વર્ષના અંતિમ હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યમાં ચૂંટણી યોજનાર છે.
અમિત શાહે બનાવ્યો માસ્ટર પ્લાન
પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ રાજ્યમાં રાજ્ય સરકારની સાથે સાથે કેન્દ્ર સરકારના કામોને પણ ચૂંટણી મુદ્દો બનાવવામાં આવશે. પાર્ટી ત્રણ તલાક, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા જેવા નરેન્દ્ર મોદી અને અમિત શાહના નિર્ણયોને ચૂંટણી મુદ્દો બનાવશે. 70 વર્ષ જૂની સમસ્યાને મોદી સરકારે જે રીતે મૂળમાખી ઉખેડી નાખી છે તેને જોતા લાગે છે કે જો આને ચૂંટણી મુદ્દો બનાવવામાં આવશે તો કોઈ પણ પાર્ટી બીજેપીને પડકાર નહીં ફેકી શકે.
વિપક્ષના નેતાઓ વચ્ચે મતભેદ
જે ત્રણ રાજ્યમાં ચૂંટણી છે ત્યાં કોંગ્રેસ મુખ્ય વિરોધી પાર્ટી છે. હાલ કોંગ્રેસનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. પાર્ટીએ સોનિયા ગાંધીને ફરી એકવાર અધ્યક્ષ બનાવ્યાં છે. જોકે, પાર્ટી આર્ટિકલ 370 અને આર્ટિકલ 35Aને હટાવવાને લઈને બે ભાગમાં વહેંચાયેલી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓમાં આ મુદ્દાઓને લઈને રહેલા મતભેદની અસર નીચેના કાર્યકરોમાં પણ જોવા મળી રહી છે. આની અસર વર્ષના અંતમાં યોજાનાર ચૂંટણી પર થશે.
જો ચૂંટણીની તૈયારીની વાત કરવામાં આવે તો બીજેપી સામે વિપક્ષની પાર્ટીઓની તૈયારી નહીવત છે. વિપક્ષની પાર્ટીના દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહીં ફરી એકવખત બીજેપી અને શિવસેના વચ્ચે ગઠબંધનની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી છે. જ્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધનની વાત હજુ શરૂ પણ નથી થઈ. હરિયાણામાં તો કેન્દ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી રેલી સંબોધવાનું પણ શરૂ કરી દીધું છે. ઝારખંડમાં પણ આવો જ હાલ છે. તમામ પાસાઓને જોતા આ ત્રણેય રાજ્યમાં ચૂંટણી એકતરફી બની રહી હોવાનું માલુમ પડે છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર