Home /News /national-international /

અમે OROP આપ્યું, જ્યારે કોંગ્રેસે 'ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા' : અમિત શાહ

અમે OROP આપ્યું, જ્યારે કોંગ્રેસે 'ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા' : અમિત શાહ

અમિત શાહ

રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે પોતાના બહેન પ્રિયંકા ગાંધીને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અડધા ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે.

  ઉના : બીજેપી પ્રમુખ અમિત શાહે OROP(વન રેન્ક વન પેન્શન)નો નવો અર્થ શોધી કાઢ્યો છે. હિમાચાલ પ્રદેશના ઉના ખાતે કોંગ્રેસ પર પ્રહાર કરતા બીજેપી પ્રમુખ ઓઆરઓપીનો નવો મતબલ જણાવ્યો હતો. તાજેતરમાં કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં ઉતારવામાં આવ્યા છે. આને લઈને અમિત શાહે હિમાચાલ પ્રદેશમાં એક જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

  ઉના ખાતે રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, "કેન્દ્રની બીજેપી સરકાર બન્યાના એક જ વર્ષમાં વડાપ્રધાન મોદીએ ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રમાણે 'વન રેન્ક વન પેન્શન' લાગૂ કર્યું હતું. મોદીજીએ આપણા જવાનોને OROP આપ્યું હતું. કોંગ્રેસે આપણને 'ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા' આપ્યું છે."

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે પોતાના બહેન પ્રિયંકા ગાંધીને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અડધા ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના આવા પગલાં બાદ અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે ટિપ્પણી કરી હતી.

  આ પણ વાંચો : કોણ હતા 111 વર્ષના સંત: મોદી, અમિત શાહ તેમને મળવા મઠમાં દોડી ગયા હતા

  બીજેપીના નેતાઓ તરફથી પણ આ મુદ્દે અનેક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. કેન્દ્રમાં સરકાર રચવા માટે કોઈ પણ પાર્ટી માટે ઉત્તર પ્રદેશમાં સારું પ્રદર્શન કરવું જરૂરી છે. કારણ કે એકલા ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે. ગત લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ ઉત્તર પ્રદેશની 80 બેઠકમાંથી 71 બેઠક પર વિજય મેળવ્યો હતો.

  નોંધનીય છે કે સેનાના જવાનો ઘણા લાંબા સમયથી OROPની માંગણી કરી રહ્યા હતા. જવાનો માંગણી કરી રહ્યા હતા કે એક જ રેન્કના અધિકારીઓ જ્યારે નિવૃત્તિ લે ત્યારે તેમને સમાન પેન્શન મળવું જોઈએ.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Election 2019, General election 2019, Lok sabha election 2019, Priyanka gandhi, અમિત શાહ, કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन