નવી દિલ્હી: ગુજરાતમાં ગોધરા ટ્રેનકાંડ (Godhra train burning) બાદ ફાટી નીકળેલા રમખાણો મામલે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah on 2002 riots) મૌન તોડ્યું છે. અમિત શાહે ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં (Amit Shah Interview)ગુજરાતના રમખાણો (Gujarat 2002 riots) અંગે ખુલ્લીને વાત કરી છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના લોકોને ક્લીન ચિટ આપી છે. ન્યૂઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂમાં અમિત શાહે જણાવેલી ખાસ 10 વાતો જણાવી રહ્યા છીએ.
1. અમિત શાહે કહ્યું - 18-19 વર્ષની લડાઈ દરમિયાન દેશના એક મોટા નેતાએ એક પણ શબ્દ બોલ્યા વગર ભગવાન શંકરની જેમ ઝેરને ગળામાં ઉતારીને સહન કર્યું છે. આજે જ્યારે સત્ય સોનાની જેમ ચમકતું બહાર આવ્યું છે ત્યારે આનંદ થાય છે.
2. અમિત શાહે કહ્યું - મેં મોદી જી ને નજીકથી આ દર્દને સહન કરતા જોયા છે કારણ કે ન્યાયિક પ્રક્રિયા ચાલી રહી હતી તો બધુ સત્ય હોવા છતા અમે કશું બોલ્યા ન હતા. ઘણા મજબૂત મનના વ્યક્તિ જ આવું સ્ટેન્ડ લે છે. સુપ્રીમ કોર્ટે બધા આરોપ ફગાવી દીધા અને આ આરોપ કેમ લગાવવામાં આવ્યા તે વિષયમાં પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે. એક પ્રકારથી આ આરોપ રાજનીતિથી પ્રેરિત છે, સુપ્રીમ કોર્ટના નિર્ણયે આ પણ સિદ્ધ કરી દીધું છે.
3. અમિત શાહે કહ્યું - સુપ્રીમ કોર્ટે આજે પોતાના નિર્ણયમાં કહ્યું કે ટ્રેન (ગોધરા) સળગાવ્યા પછી થયેલા રમખાણો પૂર્વ નિયોજિત ન હતા પણ સ્વ પ્રેરિત હતા. તેમણે તહલકાના સ્ટિંગ ઓપરેશનને ફગાવી દીધું હતું. કારણ કે જ્યારે તેના પહેલા અને પછીના ફૂટેજ સામે આવ્યા તો ખબર પડી કે સ્ટિંગ ઓપરેશન રાજનીતિથી પ્રેરિત હતું.
4. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - કોઇ પ્રોફેશનલ ઇનપુટ ન હતો કે આ પ્રકારની ઉગ્ર પ્રતિક્રિયા થશે. કોઇ પરેડ (ગોધરા ટ્રેનમાં સળગી ગયેલા પીડિયોના શવ સાથે) કરવામાં આવી ન હતી. આ ખોટી વાત છે. તેમને સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. બંધ એમ્બ્યુલન્સમાં પરિવારજનો સાથે લાશોને તેમના ઘરો સુધી લઇ જવામાં આવી હતી.
5. અમિત શાહે કહ્યું - સ્થિતિને નિયંત્રિત કરવા માટે બધુ જ કરવામાં આવ્યું હતું. તેને નિયંત્રિત કરવામાં સમય લાગે છે. ગિલ સાહેબે (પૂર્વ પંજાબ ડીજીપી, દિવંગત કેપીએસ ગિલ) કહ્યું હતું કે તેમણે જીવનમાં ક્યારેય પણ આચલી તટસ્થ અને ત્વરિત કાર્યવાહી જોઇ નથી. તેમની સામે પણ આરોપ લગાવ્યા હતા. જ્યાં સુધી ગુજરાત સરકારનો સવાલ છે તો અમે મોડું કર્યું ન હતું. જે દિવસે ગુજરાત બંધનું આહ્વાન કર્યું હતું તે જ દિવસે બપોરે અમે સેના બોલાવી લીધી હતી. સેનાને પહોંચવામાં થોડો સમય લાગે છે. એક દિવસ પણ મોડું થયું ન હતું.
6. ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું - ભાજપાના રાજનીતિક હરિફો, વૈચારિક રુપથી પ્રેરિત અને રાજનીતિથી પ્રેરિત પત્રકારો અને કેટલાક એનજીઓની તિકડીએ આરોપને પ્રચારિત કર્યા હતા. તેમની પાસે એક મજબૂત ઇકોસિસ્ટમ હતી, જેથી દરેક જુઠને સાચું માનવા લાગ્યા હતા.
7. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું - જે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાફિયા જાફરીએ કોઇ બીજાના નિર્દેશ પર કામ કર્યું છે. એનજીઓએ ઘણા પીડિતોના સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા અને તેમને ખબર પણ ના પડી. બધા જાણે છે કે તીસ્તા સીતલવાડની એનજીઓ આવું કરી રહી હતી. જ્યારે યૂપીએ સરકાર તે સમયે સત્તામાં આવી તો તેણે 2022ના ગુજરાત રમખાણ મામલામાં તીસ્તા સીતલવાડના એનજીઓની મદદ કરી હતી.
8. અમિત શાહે કહ્યું - અધિકારીઓ અને પોલીસ પ્રશાસને રમખાણોને નિયંત્રિત કરવામાં સારું કામ કર્યું પણ ગોધરા ટ્રેન સળગાવવાથી લોકોમાં ગુસ્સો હતો. કોઇને જાણ પણ ના થઇ, ના પોલીસને, ના બીજા કોઇને. પછી આ કોઇના હાથમાં ન હતું.
" isDesktop="true" id="1222029" >
9. અમિત શાહે કહ્યું કે 2002ના ગુજરાત રમખાણોનું મૂળ કારણ ગોધરા ટ્રેનને સળગાવવી હતી. 16 દિવસના બાળક સહિત 59 લોકોને આગના હવાલે કરી દીધા હતા.
10. અમિત શાહે કહ્યું કે મોદીજીએ ઉદાહરણ રજુ કર્યું છે કે કેવી રીતે સંવિધાનનું સન્માન કરી શકાય છે. તેમની પૂછપરછ કરવામાં આવી પણ કોઇએ ધરણાં કર્યા ન હતા અને કાર્યકર્તા તેમની સાથે એકજુટતા બતાવવા રસ્તા પર ઉતર્યા ન હતા. જો આરોપ લગાવનારોમાં અંતરાત્મા છે તો તેમણે માફી માંગવી જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર