Home /News /national-international /Amit Shah Interview: ભાજપા મુસલમાનોને કેમ ટિકિટ નથી આપતી? અમિત શાહે News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કારણ
Amit Shah Interview: ભાજપા મુસલમાનોને કેમ ટિકિટ નથી આપતી? અમિત શાહે News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કારણ
અમિત શાહ
Amit Shah Interview: ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ મુસ્લિમને ટિકિટ ન આપવાને લઈને વિપક્ષી પાર્ટીઓ પણ સવાલ ઉઠાવી રહી છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Amit Shah) આ મુદ્દે ઉઠી રહેલા સવાલો અંગે Network18 ના એમડી અને ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી (Rahul Joshi) સાથે એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન કારણ સ્પષ્ટ કર્યું હતું.
Amit Shah Exclusive Interview: હાલ ઉત્તર પ્રદેશમાં ચૂંટણી (UP Elections) ચાલી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં 80 વિરુદ્ધ 20, મતોનું ધ્રુવીકરણ જેવા મુદ્દાઓ પર રાજકીય પાર્ટીઓ સતત નિવેદન કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ મુસ્લિમને ટિકિટ ન આપવાને લઈને પણ વિપક્ષી દળો સવાલ ઉઠાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે (Amit Shah) આ મુદ્દે ઉઠી રહેલા સવાલો અંગે Network18 ના એમડી અને ગ્રુપ એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી (Rahul Joshi) સાથે એક્સક્લુઝિવ વાતચીત દરમિયાન કારણ સ્પષ્ટ કર્યું છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે આ ખાસ ઇન્ટરવ્યૂ તમે આજે સાંજે (21 ફેબ્રુઆરી) News18 ચેનલ પર જોઈ શકો છો. ઇન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહે ઉત્તર પ્રદેશ ચૂંટણી સાથે જોડાયેલા સવાલોના બેધડક જવાબ આપ્યા હતા. સાથે જ અમિત શાહે દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી 300થી વધારે બેઠક પર વિજેતા બનશે અને ફરીથી સરકાર બનાવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દાવો કર્યો કે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના કાર્યકાળ દરમિયાન તમામ ધર્મ અને જાતિઓના વિકાસ માટે કામો થયા છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પ્રશંસા કરતા કહ્યુ કે, ભાજપાએ ખેડૂત, યુવા, મહિલા સહિત તમામ વર્ગો માટે કામ કર્યું છે.
ગૃહ મંત્રીએ યૂપીની સાથે સાથે દેશના ચાર અન્ય રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સારા પ્રદર્શનનું કારણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સિવાય ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. અમિત શાહ સાથેનો આખો ઇન્ટરવ્યૂ આજે સાંજે 8 વાગ્યે નેટવર્ક 18ની તમામ ચેનલો પર જોઈ શકાશે. કેન્દ્રીય મંત્રીએ ઉત્તર પ્રદેશ ચૂંટણી અંગે મહત્ત્વના સવાલો પર શું જવાબ આપ્યા તેના પર નજર કરીએ...
સવાલ: યોગી જી 80-20નો ઉલ્લેખ કરી રહ્યા છે, શું તે હિન્દુ વિરુદ્ધ મુસ્લિમ છે?
હું નથી માનતો કે હિન્દુ-મુસ્લિમનનું વિભાજન છે. પોલરાઇઝેશન ચોક્કસ થઈ રહ્યું છે. ગરીબ ખેડૂતો પહેલા પણ પોલરાઇઝ હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને કિસાન કલ્યાણ નિધિના પૈસા મળી રહ્યા છે.
અમે વોટ બેંક પ્રમાણે લોકોને નથી જોતા. જેનો અધિકાર, તેની સાથે સરકાર. વડાપ્રધાનની દરેક યોજનાનો લાભ લોકોને મળે એવી જ ભાવના સાથે ભાજપા સરકાર કામ કરે છે. 2 કરોડ 62 લાખ ઘરોમાં શૌચાલયો ન હતા, અમારી સરકારે સુવિધા આપી. ઉત્તર પ્રદેશમાં ભાજપા સરકારે 1 કરોડ 41 લાખ ઘરોમાં વીજળી પહોંચાડી, 2 કરોડ 68 લાખ LED બલ્બ વહેંચ્યાં છે. 15 કરોડ ગરીબોને બે વર્ષ માટ ફ્રી રાશન, 42 લાખ લોકોને આવાસ આપવાનું કામ થયું. 2024 સુધી દરેક આમ આદમીને ઘર અમારું લક્ષ્ય છે.