Exclusive: અમિત શાહનો દાવો, ઉત્તર પ્રદેશમાં બનશે BJPની સરકાર, 300+ બેઠક પર મળશે જીત
અમિત શાહ
Amit Shah Exclusive Interview: Network18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા શાહે જણાવ્યું કે આ વખતે યુપીમાં કાનૂન વ્યવસ્થા સૌથી મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે બીજેપીએ એડમિનિસ્ટ્રેશનમાં મોટું પરિવર્તન લાવ્યું છે.
નવી દિલ્હી. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દાવો કર્યો છે કે ઉત્તર પ્રદેશમાં ફરી એક વખત બીજેપીની સરકાર બનવા જઈ રહી છે. તેમણે એવું પણ જણાવ્યું કે તેમની પાર્ટીને ફરી એક વખત 300થી વધુ સીટો પર જીત મળશે. Network18ના એમડી અને ગ્રુપ એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે એક્સક્લુઝિવ વાતચીત કરતા શાહે જણાવ્યું કે, આ વખતે યુપીમાં કાનૂન વ્યવસ્થા સૌથી મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે બીજેપીએ એડમિનિસ્ટ્રેશનમાં મોટું પરિવર્તન લાવ્યું છે. શાહના મતે પાછલી સરકારો જાતિવાદના આધારે ચાલતી હતી, પરંતુ હવે એવું નથી થતું. આ આખો ઇન્ટરવ્યૂ તમે આજે સાંજે ન્યુઝ18 નેટવર્કની દરેક ચેનલ પર જોઈ શકશો. વાતચીતના મુખ્ય અંશો પર એક નજર...
જવાબ: હું આખા ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરીને તમારી સામે બેઠો છું. યુપીમાં મોટી બહુમતી સાથે ભાજપની સરકાર બનશે. યોગીજીના નેતૃત્વમાં જનતાનું મન જીતવામાં અમે સફળ રહ્યા છીએ. વિજયની બાઉન્ડ્રી બીજેપી માટે જનતા લગાવશે.
પ્રશ્ન: સર્વેમાં 230થી 260 સીટો ભાજપને મળી રહી છે?
જવાબ: ઘણી વખત પર્સેપ્શન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. બધા સર્વે કરનારા તેમની વિશ્વસનીયતા ઉમેરે છે. સર્વેમાં જનતા જે કહે છે તે સાચું હોય એવું જરૂરી નથી. અમે 300થી વધુ સીટો જીતવા જઈ રહ્યા છીએ.
પ્રશ્ન: તમે કયા મહત્વના મુદ્દાઓ સાથે જનતા વચ્ચે ગયા?
જવાબઃ છેલ્લી 3 ચૂંટણીથી યુપીની જનતા બીજેપી સાથે છે. અમારો સૌથી મોટો મુદ્દો લૉ એન્ડ ઑર્ડર, ગરીબ કલ્યાણ અને લોકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવાનો છે. ભાજપે વહીવટીતંત્રમાં મોટો ફેરફાર કર્યો છે. અગાઉની સરકારો જાતિવાદના આધારે ચાલી. અગાઉની સરકારોમાં જાતિઓનું કામ થતું હતું. પરંતુ હવે ચીજો બદલાઈ ગઈ છે. હવે દરેક માટે કામ થઈ રહ્યું છે.
પ્રશ્ન:શું ભાજપ માટે સૌથી મોટો મુદ્દો કાયદો અને વ્યવસ્થા છે?
જવાબઃ પહેલા FIR થતી ન હતી, હવે FIR થાય છે. એસપી સરકારમાં એક ધર્મ વિશેષને છૂટ મળી હતી. મેરઠમાંથી લોકોને હિજરત કરવાની ફરજ પડી હતી. લોકોની કરોડોની જમીન પર ગુંડાઓ કબજો કરી બેઠાં હતા.
યોગી સરકારમાં લૂંટમાં 72% ઘટાડો થયો છે. લૂંટમાં 62%, રેપમાં 50% ઘટાડો થયો છે. આઝમ, અતીક અહેમદ, મુખ્તાર એકસાથે જેલમાં છે. જેઓ પરેશાન કરતા હતા તેઓ આજે જેલના રોટલા તોડી રહ્યા છે. એક પણ જિલ્લામાં બાહુબલી નથી, પહેલા દરેક જિલ્લામાં માફિયા જોવા મળતા હતા. 2000 કરોડની સંપત્તિ માફિયાઓ પાસેથી છોડાવવામાં આવી.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર