Exclusive: પંજાબમાં સુરક્ષાના સવાલ પર અમિત શાહે કહ્યું- અલગાવવાદીઓ સાથે જોડાણ ઠીક નથી, અમારી સરકાર તેની તપાસ કરાવશે
Exclusive: પંજાબમાં સુરક્ષાના સવાલ પર અમિત શાહે કહ્યું- અલગાવવાદીઓ સાથે જોડાણ ઠીક નથી, અમારી સરકાર તેની તપાસ કરાવશે
અમિત શાહે ન્યૂઝ 18 ના એમડી અને ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે પંજાબ, ઉત્તરાખંડ, યૂપી ચૂંટણીથી લઇને હિજાબ વિવાદ જેવા બધા જ મુદ્દા પર વિસ્તારથી વાત કરી
amit shah exclusive interview - અમિત શાહે કહ્યું - કોઇપણ સરકાર આવી બાબતોને હળવાશમાં લઇ શકે નહીં. અમારી સરકાર આ વિશે તપાસ જરૂર કરાવશે. જ્યાં સુધી મુખ્યમંત્રીની ચિઠ્ઠીનો સવાલ છે તો તેને હળવાશમાં લેવાનો સવાલ હોતો નથી
નવી દિલ્હી : પંજાબની 117 વિધાનસભા સીટો પર મતદાન (Punjab Elections 2022) થઇ ચૂક્યું છે. હવે પરિણામને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. જોકે દેશના ગૃહમંત્રી અને ભાજપા નેતા અમિત શાહ (Amit Shah)આવો કોઇ અંદાજો લગાવવા માંગતા નથી. તે કહે છે કે પંજાબમાં ભાજપાએ સારી લડાઇ લડી છે. જ્યાં સુધી રિઝલ્ટની વાત છે તો આ વિશે જ્યોતિષી જ બતાવી શકશે. પૂર્વ ભાજપા અધ્યક્ષે આ વાત ન્યૂઝ 18 સાથે એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂમાં (Amit Shah interview)કહી હતી. અમિત શાહે ન્યૂઝ 18 ના એમડી અને ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે પંજાબ, ઉત્તરાખંડ, યૂપી ચૂંટણીથી લઇને હિજાબ વિવાદ જેવા બધા જ મુદ્દા પર વિસ્તારથી વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂ News18 પર આજે રાત્રે (સોમવારે) 8 કલાકે જોવા મળશે.
એક્સક્લૂસિવ ઇન્ટરવ્યૂ દરમિયાન રાહુલ જોશીએ સવાલ કર્યો કે પંજાબમાં તમારા ગઠબંધનની શું સ્થિતિ રહેશે? તેના પર અમિત શાહે કહ્યું કે પંજાબની સ્થિતિ જ્યોતિષી જ બતાવી શકે છે. આ સાચું છે કે બીજેપીએ પંજાબમાં ગઠબંધન સાથે સારી લડાઇ લડી છે. બીજેપીને સફળતા જરૂર મળશે. કેટલી મળશે તે ખબર નથી. પંજાબ વિધાનસભાની 117 સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેના પરિણામ 10 માર્ચે આવશે.
સરહદ પ્રાંત હોવાના કારણે પંજાબમાં સુરક્ષાના સવાલ ઉઠતા રહે છે. અમિત શાહે આ મુદ્દા સાથે જોડાયેલ સવાલ પર કહ્યું કે પંજાબમાં સુરક્ષા ઘણી મોટી સમસ્યા છે. મોદી જી રાજ્યમાં ભાષણ આપવા જાય છે તો તેમના કાર્યક્રમમાં વિધ્ન પહોંચાડવામાં આવે છે. પીએમને ભાષણ આપતા રોકવા મોટો મુદ્દો છે.
પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીએ તમને એક ચિઠ્ઠી લખી હતી જેનો તમે જવાબ આપ્યો? અમિત શાહે આ સવાલનો જવાબ આપતા કહ્યું કે કોઇપણ દળની અલગાવવાદીઓ સાથે જોડાણ ઠીક નથી. કોઇપણ સરકાર આવી બાબતોને હળવાશમાં લઇ શકે નહીં. અમારી સરકાર આ વિશે તપાસ જરૂર કરાવશે. જ્યાં સુધી મુખ્યમંત્રીની ચિઠ્ઠીનો સવાલ છે તો તેને હળવાશમાં લેવાનો સવાલ હોતો નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર