Exclusive: ગૃહમંત્રી અમિત શાહે ચીન, NRC, CAA,પ્રવાસી મજૂરો સહિત દરેક સવાલનો આપ્યો જવાબ, 10 ખાસ વાતો

Exclusive: ગૃહમંત્રી અમિત શાહે ચીન, NRC, CAA,પ્રવાસી મજૂરો સહિત દરેક સવાલનો આપ્યો જવાબ, 10 ખાસ વાતો
Exclusive: ગૃહમંત્રી અમિત શાહે ચીન, NRC, CAA,પ્રવાસી મજૂરો સહિત દરેક સવાલનો આપ્યો જવાબ, 10 ખાસ વાતો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરુ થવા પર News18 સાથે ખાસ વાતચીત કરી

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરુ થવા પર News18 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળને એકલો જોવો જોઈએ નહીં પણ આ સરકાર 2014માં સત્તામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારના પ્રયત્નોને નિંરંતરતા રુપે જોવા જોઈએ. આ દરમિયાન તેમણે ફક્ત સરકારની સિદ્ધિ વિશે જ જણાવ્યું ન હતું પણ બધા વર્તમાન પડકાર અને મુદ્દા પર સરકારની નીતિઓ વિશે પણ વાત કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે વાતચીત દરમિયાન ખાસ 10 મહત્વની વાતો.

  1. કોરોના વાયરસ પર વાતચીત દરમિયાન ગૃહ મંત્રીએ કહ્યું કે કોરોના સામે મોદી જી ના નેતૃત્વમાં જે રણનિતી બની તેના પર વિસ્તારથી વાત કરીશ. દિપ પ્રગટાવવા, ઘંટી વગાડવી, કોરોના વોરિયર સન્માન સાથે પીએમ મોદી લોકોને રણનીતિક રુપથી આ માટે તૈયાર કર્યા હતા. ભારતમાં 10 લાખની વસ્તી પર 12.6 લોકો કોરોનાથી સંક્રમિત છે, જ્યારે દુનિયામાં 77.6 લોકો કોરોનાથી સંક્રમિત છે. આખી દુનિયાની સરખામણીએ અમે ઘણી સારી રીતે કંટ્રોલ કર્યો છે. જ્યાં સુધી રસી કે દવા ના શોધાય જાય ત્યાં સુધી આ મહામારી સાથે જીવવાની આદત બનાવવી પડશે.  2. પ્રવાસી મજૂરોના સવાલ પર ગૃહમંત્રીએ કહ્યું કે એમ કહેવું યોગ્ય નથી કે સરકારે લૉકડાઉનમાં ઉતાવળ કરી. આમ થયું હોત તો ભાગદોડ મચી જાત. તે સમયે આપણી ટેસ્ટિંગ, ક્વૉરન્ટાઇન વ્યવસ્થા સારી ન હતી. અમે આગામી બે મહીનામાં આ સુવિધાઓની વ્યવસ્થા કરી. 11 હજાર કરોડ રુપિયા રાજ્ય સરકારને ખાવાનું ખવડાવવા માટે આપવામાં આવ્યા.

  આ પણ વાંચો - Amit Shah Exclusive Interview: ગૃહમંત્રી અમિત શાહે આ વાતને બતાવી સરકારની એક વર્ષની મોટી ઉપલબ્ધિ

  3. પ્રવાસી મજૂરોને ઘર મોકલવા પર કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે પહેલા બસ સેવા શરુ કરવામાં આવી જેમાં 41 લાખ શ્રમિક મોકલવામાં આવ્યા. બસ આસપાસના રાજ્યો માટે ચલાવવામાં આવી. આ પછી શ્રમિક ટ્રેનોનું સંચાલન શરુ કરવામાં આવ્યું, જેમાં 55 લાખ પ્રવાસી મજૂરોને તેમના ઘરે મોકલવામાં આવ્યા. કેટલાક લોકોએ ધીરજ ગુમાવી અને પગપાળા ચાલવા લાગ્યા તો અમે ઘણા લોકોને બસ દ્વારા નજીકના રેલવે સ્ટેશન કે તેમના જિલ્લા સુધી પહોંચાડ્યા. આ ઉપરાંત ટિકિટની સાથે રાજ્યોને મજૂરોને 500થી 2000 રુપિયા આપ્યા. તે ઉતાવળ ના કરે તે માટે રિક્શા ચલાવીને સરકારે સંદેશો લોકો સુધી પહોંચાડ્યો હતો.

  4. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીના સીધા લાભાર્થીના એકાઉન્ટમાં કેટલીક રકમ મોકલવાની સલાહ પર ગૃહમંત્રીએ કહ્યું કે તે એક યોજના લઈને ફરી રહ્યા છે. જેમાં બધાના એકાઉન્ટમાં પૈસા નાખવાની વાત કરે છે. જોકે જનતાએ આ યોજનાને ચૂંટણી દરમિયાન જ ફગાવી દીધી હતી. મોદી સરકારે ખેડૂતો, વરિષ્ઠ નાગરિકો, વિધવાઓને DBT અંતર્ગત કરોડો રુપિયા સીધા એકાઉન્ટમાં મોકલ્યા છે. ઉજ્જવલા યોજનામાં મફતમાં સિલેન્ડર લોકો સુધી પહોંચાડ્યા છે. 18 લાખ મેટ્રિક ટન ઘઉં અને ચોખા મફતમાં વહેંચવા માટે મોકલ્યા છે. આ સીધો લાભ પહોંચાડવો નથી તો શું છે?

  5. અર્થવ્યવસ્થાને વૈશ્વિક સંકટથી આવેલા પ્રહાર પર ગૃહમંત્રીએ પીએમ મોદીનો આત્મનિર્ભરતાનો મંત્ર દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે અમે 4 સુત્રીય આત્મનિર્ભરતામાં તેને બદલાવીશું. આ દેશ આત્મનિર્ભરતાથી ભરેલો છે અને પીએમ મોદીના કહ્યા પ્રમાણે આપણે આ સંકટને એક અવસરમાં બદલીશું.

  આ પણ વાંચો - Exclusive : ગૃહમંત્રી શાહે કહ્યું, 'દેશવાસીઓને અપીલ, ભારતમાં બનેલી ચીજોનો ઉપયોગ કરો'

  6. વોકલ પર લોકલ વિશે સવાલ કરાયો હતો કે શું આ પગલું આપણને દુનિયાથી અલગ કરી દેશે? કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે આમા આપણે સહેજ પણ પાછળ જઈશું નહીં. 130 કરોડની વસ્તી આપણી શક્તિ છે. શું અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેનો પ્રયોગ ના કરવો જોઈએ. આનાથી ભારતમાં રોકાણ ઓછું થવાની સંભાવના નથી, તેનાથી રોકાણ વધશે. ભારતના લોકો અહીંના ઉત્પાદનનો પ્રયોગ કરવાનો નિર્ણય કરે છે તો તેનાથી ભારત મેન્યુફેક્ચરિંગ હબ બનશે, અમને વિશ્વાસ છે કે તેનાથી આપણા અર્થતંત્રને એક નવી ગતિ મળશે.

  7. LAC પર ચીન સાથે ચાલી રહેલા ટકરાવ પર અમિત શાહે કહ્યું કે LAC પર ટકરાવના સ્વભાવને કોઈ સાર્વભૌમ રાષ્ટ્ર હળવાશમાં લઈ શકે નહીં. અમારી ડિપ્લોમેટિક અને સૈનિક વાતચીત યથાવત્ છે. મોદી સરકાર આના પર કોઈ સમજુતી કરશે નહીં અને અમે આ માટે અડગ ઉભા રહીશું.

  8. કોરોના પ્રસારમાં તબલિગી જમાતના રોલ અને મૌલાના સાદના ફરાર થવા પર ગૃહમંત્રીએ કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા કોરોના સામે લડાઇ છે. જેમણે કાયદો તોડ્યો છે અમે તેવા કોઈને છોડીશું નહીં.

  9. મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રકરણ પર તેમણે કહ્યું કે કોંગ્રેસની અંદર નેતૃત્વ પ્રત્યે શ્રદ્ધા ઓછી હોવાના કારણે આ વિદ્રોહ થયો છે. તેની જવાબદારી સોનિયા અને રાહુલ ગાંધીની હતી. હું સ્પષ્ટ રીતે કહી દઉં કે આ લૉકડાઉન પહેલા થયું હતું. મહારાષ્ટ્ર્માં આવી કોઈ સંભાવના છે. આ વિશે અમિત શાહે કહ્યું હતું કે જ્યાં સુધી મહારાષ્ટ્ર સરકારના ત્રણ ઘટક દળોનો ભરોસો સરકાર પર છે તે કેવી રીતે તુટશે. અમે ક્યારેય અસ્થિરતાનો પ્રયત્ન કર્યો નથી. ખાસ કરીને ત્યારે જ્યારે કોરોના સામે લડાઇ ચાલી રહી છે.

  10.CAA વિશે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે લોકો વચ્ચે એક ભ્રમ ઉભો કરવામાં આવ્યો હતો કે CAAથી લોકોની નાગરિકતા જવાની છે. મેં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે NRC લઈને આવીશું. આ પહેલા અમે CAA પર લોકોનો ભ્રમ દુર કર્યા પછી વિચાર કરીશું. દિલ્હી રમખાણ પર કહ્યું હતું કે દિલ્હી રમખાણ કરનાર અને ષડયંત્ર કરનાર પર સખત કાર્યવાહી કરવામાં આવશે. ભલે કોઈપણ મોટો માણસ આ રમખાણ માટે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવશે.
  First published:June 01, 2020, 22:35 pm

  टॉप स्टोरीज