અમિત શાહનું શાહી ડિનર : વાંચો NDAની બેઠકની 10 મોટી વાત

News18 Gujarati
Updated: May 22, 2019, 12:20 PM IST
અમિત શાહનું શાહી ડિનર : વાંચો NDAની બેઠકની 10 મોટી વાત
બેઠક દરમિયાન અમિત શાહ, પીએમ નરેન્દ્ર મોદી

આ બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરાયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે NDA સાચા અર્થમાં ભારતની વિવિધતા અને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : લોકસભા ચૂંટણી 2019ના પરિણામ આડે એક દિવસ બાકી રહ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલનું માનીએ તો દેશમાં ફરીથી NDA (રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન)ની સરકાર બનશે. મંગલવારે સાંજે બીજેપી અધ્યક્ષ અમિત શાહે દિલ્હીની અશોકા હોટલમાં NDAના નેતાઓને ડિનર પર બોલાવ્યાં હતાં. આ બેઠકમાં NDAના તમામ નેતાઓ જીત પ્રત્યે આશ્વસ્ત જણાયા હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. અહીં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં શિવસેના, જદયૂ, એઆઈએડીએમકે, અકાલી દળ, લોજપા, પીએમકે, ડીએમડીકે, અપના દલ, અસમ ગણ પરિષદ, આરપીઆઈ, નેશનલ પીપલ્સ પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી, ઈન્ડિજીનિયસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા, આરએલપી, તમિલ મનીલા કોંગ્રેસ, નિષાદ પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંડ સહિત નાની પાર્ટીઓ પણ સામેલ થઈ હતી. વાંચો આ બેઠકની 10 ખાસ વાતો...

1. ઠરાવ પસાર કરાયો

આ બેઠકમાં એક પ્રસ્તાવ પસાર કરાયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે NDA સાચા અર્થમાં ભારતની વિવિધતા અને વિકાસનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રસ્તાવમાં એનડીએને ભારતના 130 કરોડ લોકોના સપના અને આકાંક્ષાઓનું ગઠબંધન બતાવવામાં આવ્યું હતું. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ ગઠબંધને સાબિત કરી દીધું છે કે તે ભારતના સામાન્ય લોકોનો અવાજ બન્યું છે.2. યોજનાઓની પ્રશંસાNDAમાં સામેલ અન્ય પાર્ટીઓએ પ્રસ્તાવમાં ઉજ્જવલા યોજના, જનધન યોજના, આયુષમાન યોજના, 2022 સુધી ખેડૂતોની આવક બે ગણી કરવા સહિતની કલ્યાણકારી યોજનાઓની ખૂબ પ્રશંસા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું કે આ યોજનાઓએ છેલ્લા પાંચ વર્ષમાં લોકોને મજબૂત બનાવ્યા છે.

3. વોટ બેંકની રાજનીતિ નહીં ચાલે

રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં વોટ બેંકની રાજનીતિ વિરુદ્ધ સંકલ્પ લેવામાં આવ્યો હતો. વોટ બેંકની રાજનીતિના બદલે 'રાષ્ટ્ર ઘડતર'ની રાજનીતિને આગળ ધપાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

4. પશ્ચિમ બંગાળમાં હિંસાની નિંદા

NDAની બેઠકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની નિંદા કરવામાં આવી હતી. આ ઉપરાંત એ વતાની પણ નિંદા કરવામાં આવી હતી કે વિપક્ષે છેલ્લા પાંચ વર્ષમાં સતત બંધારણીય સંસ્થાઓને નિશાન બનાવી છે, જેનાથી તેની છબિને નુકસાન પહોંચ્યું છે.5. મોદીએ શું કહ્યુ?

વડાપ્રધાન મોદીએ પોતાના લોકસભા ચૂંટણી પ્રચાર અભિયાનની સરખામણી 'તીર્થયાત્રા' સાથે કરી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, તેમને એવો અનુભવ થયો કે જનતા દેશના પુન: જાગરણ અને રાષ્ટ્રીય ઉત્થાનના અભિયાનમાં યોગદાન આપવા માટે સંકલ્પિત હતી. આ ચૂંટણી ફક્ત પાર્ટીએ જ નહીં પરંતુ જનતાએ લડી હતી. મોદીએ વધુમાં કહ્યુ કે, "મેં ઘણી ચૂંટણી જોઈ છે પરંતુ આ ચૂંટણી રાજનીતિથી પર છે. આ ચૂંટણી જનતા તમામ દીવાલો પાર કરીને લડી હતી. મેં અનેક વિધાનસભા અને ગત લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર અભિયાનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દેશનો પ્રવાસ કર્યો હતો, પરંતુ આ વખતનો ચૂંટણી પ્રચાર તીર્થયાત્રા જેવો લાગ્યો."

6. અમિત શાહે શું કહ્યું?

બીજેપીના અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ કે, "મેં ટીમ મોદીને છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અથાગ પરિશ્રમ અને સિદ્ધિઓ માટે અભિનંદન પાઠવ્યા હતા. નવા ભારત માટે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે આ ગતિને કાયમ રાખવાની છે."7. કોણ કોણ સામેલ થયું?

NDAની બેઠકમાં સામેલ લોકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, તાલિમનાડુના મુખ્યમંત્રી પલાનીસામી, લોજપાના પ્રમુખ રામવિલાસ પાસવાન, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, શિરોમણી અકાલીદળ તરફથી પ્રકાશસિંઘ બાદલ અને પાર્ટી નેતા સુખબીર બાદલ સામેલ થયા હતા.

8. નીતિશ કુમાર અને ઉદ્ધવ ઠાકરે પણ આવ્યા

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે આ બેઠકમાં ભાગ લેશે કે નહીં તેના પર ખૂબ સસ્પેન્સ હતું. નીતિશ કુમાર પહેલા પણ એનડીએની બેઠકથી દૂર રહ્યા છે. જોકે, અંતિમ ઘડીએ બંને નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા.9. કેબિનેટ બેઠક પણ મળી

એનડીએની આ બેઠક પહેલા પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેબિનેટ બેઠક પણ મળી હતી. આ બેઠક દરમિયાન પીએમ મોદીએ તમામ મંત્રીઓને અભિયાનને સફળતાપૂર્વક ચલાવવા બદલ શુભેચ્છા પાઠવી હતી. આ બેઠકમાં બીજેપી ઉપરાંત એનડીએના સાથી પક્ષો પણ સામેલ થયા હતા.

10. ઈવીએમ મુદ્દો નહીં

ડિનર બેઠક દરમિયાન એડીએના નેતાઓએ એક્ઝિટ પોલના આંકડાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ બેઠક દરમિયાન મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે ઈવીએમને લઈને કારણ વગર મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. બેઠક દરમિયાન મોદીએ જણાવ્યું કે ગરીબી જ સૌથી મોટો મુદ્દો છે. બેઠક દરમિયાન ત્રણ દળોએ પત્ર લખીને મોદી સરકારને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.
First published: May 22, 2019, 9:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading