Exclusive : જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણની રાજનીતિથી છૂટકારો PM મોદીની ત્રણ મોટી સિદ્ધિ

News18 Gujarati
Updated: October 17, 2019, 9:31 PM IST
Exclusive : જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણની રાજનીતિથી છૂટકારો PM મોદીની ત્રણ મોટી સિદ્ધિ
અમિત શાહ, નરેન્દ્ર મોદી

અમિત શાહે (Home Minister Amit Shah) ન્યૂઝ18 નેટવર્ક (News18 Network)ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 1960થી જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણ ભારતીય રાજનીતિમાં ત્રણ મોટા દૂષણના રૂપમાં હાજર હતા. હવે ઘણા વર્ષો પછી ભારતે આ ત્રણેય દૂષણનો ત્યાગ કરી દીધો છે.

  • Share this:
નવ દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના અધ્યક્ષ અમિત શાહે (Home Minister Amit Shah) જાતિ આધારિક રાજનીતિને ખતમ કરવાને પીએમ મોદીની ત્રણ મોટી સિદ્ધિ ગણાવી હતી. અમિત શાહે (Home Minister Amit Shah) ન્યૂઝ18 નેટવર્ક (News18 Network)ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ કે, 1960થી જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણ ભારતીય રાજનીતિમાં ત્રણ મોટા દૂષણના રૂપમાં હાજર હતા. હવે ઘણા વર્ષો પછી ભારતે આ ત્રણેય દૂષણનો ત્યાગ કરી દીધો છે .

અમિત શાહે (Home Minister Amit Shah) કહ્યુ, 1960ના સમયથી આ ત્રણ મોટા દૂષણના રૂપમાં હયાત હતા. આ દૂષણ વિશે કહેવામાં આવતું હતું કે તે ભારતીય રાજનીતિમાંથી ક્યારેય નહીં હટે. હવે અનેક વર્ષો પછી ભારતે આ ત્રણેય દૂષણનો ત્યાગ કર્યો છે. 1965-66 પછી એવું માની લેવામાં આવ્યું હતું કે આ ત્રણેય દૂષણ ભારતીય રાજનીતિમાં સામેલ છે. પરંતુ હવે મને એવું કહેતા ગર્વ થાય છે કે 2014 થી 2019 વચ્ચે ભારતીય રાજનીતિ આ તમામથી આગળ નીકળી છે.

હરિયાણામાં જાતિ મુદ્દો નહીં

હરિયાણાની ચૂંટણીમાં જાટ વિરુદ્ધ નૉન જાટના મુદ્દા પર અમિત શાહે કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષમાં જાતિવાદની રાજનીતિ 100 ટકા ખતમ થઈ ગઈ છે. ભારતીય લોકતંત્રને આ રીતે મજબૂતી આપવી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી સિદ્ધિ છે. છેલ્લા પાંચ વર્ષમાં જાતિવાદ, ભાઈ-ભત્રીજાવાદ અને તૃષ્ટિકરણથી છૂટકારો મેળવવા માટે લોકતાંત્રિક પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.

અમિત શાહે ભાર આપીને કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણા ઉપર વિશેષ ધ્યાન આપ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યને ભરપૂર નાણાકીય મદદ પૂરી પાડી છે. કૉંગ્રેસના શાસનમાં આવું ક્યારેય નથી થયું. બીજેપી અધ્યક્ષે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ કે અમે સત્તામાં પરત ફરીશું. પાર્ટી રાજ્યમાં બે-તૃતિયાંશ બહુમતિથી સરકાર બનાવશે.

આ પણ વાંચો : 
First published: October 17, 2019, 1:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading