અમિત શાહ કોરોના નેગેટિવ હોવાના અહેવાલોને ગૃહ મંત્રાલયે ફગાવ્યા, કહ્યું- નથી થયો કોરોના ટેસ્ટ

ગૃહ મંત્રી અમિત શાહની ફાઇલ તસવીર

ગૃહ મંત્રાલય તરફથી અહેવાલોને ફગાવી દીધાં બાદ મનોજ તિવારીએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું

  • Share this:
    નવી દિલ્હીઃ ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)નો કોરોના સંક્રમણનો રિપોર્ટ (Corona Test) નેગેટીવ આવવાના અહેવાલોને ગૃહ મંત્રાલયે ફગાવી દીધા છે. સમાચાર એજન્સીએ ગૃહ મંત્રાલયના અધિકારીના હવાલાથી જણાવ્યું કે, અમિત શાહ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યા બાદ હાલમાં કોઈ કોવિડ ટેસ્ટ નથી કરવામાં આવ્યો. ગૃહ મંત્રાલયના અધિકારીએ આ નિવેદેન દિલ્હીના બીજેપી સાંસદ મનોજ તિવારીના એ ટ્વિટ બાદ આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે અમિત શાહનો તાજેતરનો કોરોના તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

    દિલ્હી બીજેપીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી (Manoj Tiwari)એ રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, દેશના યશસ્વી ગૃહ મંત્રી અમિત શાહજીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, ગૃહ મંત્રાલય તરફથી આ જાણકારી આપ્યા બાદ મનોજ તિવારીએ પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે.


    આ પણ વાંચો, કેરળ પ્લેન દુર્ઘટનાઃ માતાને બર્થ ડે પર સરપ્રાઇઝ આપવા માંગતા હતા પાયલટ દીપક સાઠે

    મૂળે, અમિત શાહને થોડા દિવસો પહેલા કોરોના સંક્રમણના લક્ષણો જોવા મળતાં કોવિડના ટેસ્ટ કરાવ્યા હતા. તેઓએ 2 ઓગસટે જાતે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેઓ કોરોના પોઝિટિવ છે. ત્યારબાદ તેમને રાજધાની દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામમાં મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

    ગૃહ મંત્રીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમની તબિયત ઠીક છે પરંતુ તેઓ ડૉક્ટર્સની સલાહના આધારે હૉસ્પિટલલમાં દાખલ થઈ રહ્યા છે. ગૃહ મંત્રીએ તેની સાથે જ હાલમાં તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવા અને પોતાની જાતને આઇસોલેટ કરવાનો આગ્રહ કર્યો હતો.

    આ પણ વાંચો, જોધપુરમાં 11 પાકિસ્તાની શરણાર્થીઓના શંકાસ્પદ સ્થિતિમાં મોત, તપાસમાં લાગી પોલીસ

    ગૃહ મંત્રી અમિત શાહના આગ્રહ બાદ અનેક કેન્દ્રીય મંત્રીઓએ પોતાને આઇસોલેટ કરી દીધા તથા અનેક કોરોના ટેસ્ટ કરાવ્યા. તેમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે શનિવારે જણાવ્યું કે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
    Published by:Mrunal Bhojak
    First published: