Home /News /national-international /બિહાર અને બંગાળના અમુક જિલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાનો પ્લાન? અમિત શાહે સ્થિતિ સ્પષ્ટ કરી

બિહાર અને બંગાળના અમુક જિલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાનો પ્લાન? અમિત શાહે સ્થિતિ સ્પષ્ટ કરી

કેન્દ્રશાસિત પ્રદેશ પર અમિત શાહની સ્પષ્ટતા (ફાઈલ ફોટો)

Amit Shah on UT: બિહારમાં હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે, બિહારના અમુક જિલ્લા ખાસ કરીને સીમાંચલનો અમુક ભાગ અને બંગાળના અમુક જિલ્લાને એકઠા કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવામાં આવશે, જો કે હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેને લઈને જવાબ આપ્યો છે.

વધુ જુઓ ...
    કિશનગંજ: બિહારના સીમાંચલ વિસ્તાર અને પશ્ચિમ બંગાળના અમુક સરહદી જિલ્લાને ભેગા કરીને શું કેન્દ્રશાસિત રાજ્ય બનાવાનો પ્લાન છે ? હાલમાં બિહારના રાજકીય સામાજિક સમીકરણોને લઈને સામાન્ય જનતાની વચ્ચે આ ચર્ચાનો વિષય બન્યો હતો. ખાસ કરીને તેના પર ચર્ચાએ ત્યારે જોર પકડ્યું, જ્યારે બિહારમાં મહાગઠબંધનની સરકાર બન્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે પૂર્ણિયા અને કિશનગંજ જિલ્લાના પ્રવાસની યોજના બનાવી હતી. આ તમામની વચ્ચે ચર્ચા ક્યારેક જોર પકડતી તો, ક્યારેક ધીમી પડતી હતી.

    જો કે, હવે અમિત શાહ બિહાર પહોંચ્યા છે, તો તેમના પ્રવાસના બીજા દિવસે શનિવારે કિશનગંજમાં અનૌપચારિક વાતચીતમાં પત્રકારોને સવાલ પૂછ્યો કે શું કેન્દ્ર સરકાર આવી કોઈ યોજનાને લઈને ગંભીર છે ? તેના પર અમિત શાહે તુરંત જવાબ આપીને સ્થિતિ સ્પષ્ટ કરી છે.

    અમિત શાહે કિશનગંજમાં અનૌપચારિક વાતચીતમાં મીડિયાકર્મીઓને કહ્યું કે, સીમાંચલના જિલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશ નહીં બનાવામાં આવે. આ બિહારનો ભાગ છે અને બિહારમાં જ રહેશે. સૌની સુરક્ષા થશે અને આ વિસ્તારમાં રહેતા લોકોને કોઈ પણ પ્રકારે અસુરક્ષિત રહેવાનો માહોલ ઊભો થશે નહીં. સરહદી વિસ્તારની સુરક્ષા જરુરી છે, એટલા માટે અમે લોકો આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને લઈને તેના પર કામ કરી રહ્યા છીએ, રાજ્યને તેનાથી અલગ શા કરીશું ?

    આ પણ વાંચો: મિશન 2024: સીમાંચલમાંથી બિહાર ફતેહ કરશે ભાજપ, નીતિશ સાથે બ્રેકઅપ બાદ અમિત શાહની પ્રથમ રેલી

    આપને જણાવી દઈએ કે, એવી ચર્ચા થતી હતી કે, પશ્ચિમ બંગાળ અને બિહારના અમુક જિલ્લાને 20 વિધાનસભા વિસ્તારમાં ભેળવીને કેન્દ્રશાસિત રાજ્ય બનાવામા આવશે . સૌથી પહેલા આ સમાચાર પટનાના દૈનિક અખબરોમાં આવ્યા હતા, અને ત્યાર બાદ આવી ચર્ચાઓ શરુ થઈ હતી. તેને લઈને સૌ કોઈના મગજમાં એક જ વાત હતી, જો કે ભાજપના નેતા શાહનવાઝ હુસૈને આ વાતને પહેલા જ ફગાવી દીધી પણ ચર્ચા બિહારવાસીઓ વચ્ચે હજૂ પણ ચાલી રહી છે. જો કે હવે ખુદ ગૃહમંત્રીએ ભલે અનૌપચારિક રીતે પણ કેન્દ્ર સરકારનો મત રજૂ કરી દીધો છે અને સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Amit shah, Bihar News, Union territory

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन