દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે એક્શનમાં આવ્યા અમિત શાહ, આજે સાંજે બોલાવી બેઠક

દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે એક્શનમાં આવ્યા અમિત શાહ, આજે સાંજે બોલાવી બેઠક
અમિત શાહે બોલાવેલી બેઠકમાં દિલ્હીના CM કેજરીવાલ, ઉપરાજ્યપાલ બૈજલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સામેલ થશે

અમિત શાહે બોલાવેલી બેઠકમાં દિલ્હીના CM કેજરીવાલ, ઉપરાજ્યપાલ બૈજલ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન સામેલ થશે

 • Share this:
  નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ના વધતા કેસોને ધ્યાને લઈ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) હવે એક્શનમાં આવી ગયા છે. ગૃહ મંત્રીએ રવિવાર સાંજે પાંચ વાગ્યે એક અગત્યની બેઠક બોલાવી છે, જેમાં તેઓ રાજધાનીની સ્થિતિ અંગે ચર્ચા-વિચારણા કરશે. નોર્થ બ્લોકમાં યોજાનારી બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal), ઉપરાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal) અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Dr. Harshvardhan) પણ સામેલ થશે.

  માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગૃહ મંત્રીથી પોતાની સરકાર તરફથી કરવામાં આવેલી કેન્દ્ર સરકારની હૉસ્પિટલોમાં બેડોની સંખ્યા વધારવાની માંગનું પુનરાવર્તન કરી શકે છે. તેની સાથે જ મુખ્યમંત્રી કેજરીવાલ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારથી દિલ્હીમાં તહેવારોની સીઝન દરમિયાન વાયુ પ્રદૂષણ પર લગામ કસવા પણ સહયોગ માંગી શકે છે.  આ પણ વાંચો, Corona Update: દેશમાં કુલ સંક્રમિતોનો આંક 88 લાખને પાર, 24 કલાકમાં 41 હજાર કેસ

  આ પણ વાંચો, પાકિસ્તાનમાં પણ ધૂમધામથી ઉજવાઈ દિવાળી, કરાચીના મંદિરમાં જોવા મળ્યો સુંદર નજારો

  નોંધનીય છે કે, શનિવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ દિલ્હીમાં કોરોના વાયરસ સંક્રમણના 7340 નવા કેસ સામે આવ્યા છે. તાજા મામલાઓની સાથે હવે સક્રિય કેસની સંખ્યા 44,456 થઈ ગયા છે. સાથોસાથ શનિવારે કોરોના સંક્રમણથી 96 લોકોનાં મોત થયા છે. અત્યાર સુધી દિલ્હીમાં કોરોના વાયરસથી 7519 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. દિલ્હીમાં કોવિડ-19ના કુલ કેસ વધીને હવે 4,82,170 થઈ ગયા છે. બીજી તરફ 4,30,195 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
  Published by:Mrunal Bhojak
  First published:November 15, 2020, 13:12 pm

  ટૉપ ન્યૂઝ