આસામમાં અમિત શાહ બોલ્યાઃ રાજ્યમાં ઘૂસણખોર કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલની વોટ બેન્ક ઉપર રોક લગાવશે BJP

આસામમાં અમિત શાહ બોલ્યાઃ રાજ્યમાં ઘૂસણખોર કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલની વોટ બેન્ક ઉપર રોક લગાવશે BJP
આસામમાં અમિત શાહ

અમિત શાહે કહ્યું હતું કે, આસામમાં કોંગ્રેસ અને બદરુદ્દીમ અઝમલ ઘૂસણખોરો માટે બધા દરવાજા ખોલી દેશે કારણ કે એ તેમની વોટબેન્ક છે.

 • Share this:
  કોકરાઝારઃ આસામમાં એપ્રિલ- મે મહિનામાં પ્રસ્તાવિક વિધાનસભા ચૂંટણી (Assam Assembly Elections) પહેલા રાજ્યમાં રાજનીતિક ગરમાવો વધી ગયો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આસામના પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah) આસામમાં નલવાડીમાં જનસભાને સંબોધિત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, આસામમાં કોંગ્રેસ (congress) અને બદરુદ્દીમ અઝમલ ઘૂસણખોરો માટે બધા દરવાજા ખોલી દેશે કારણ કે એ તેમની વોટબેન્ક છે. ઘૂસણખોરી બીજેપીની સરકાર જ રોકી શકે છે. શાહે કહ્યું કે જે વર્ષો સુધી અહીં શાસનમાં રહ્યા છે. હું તેમને પૂછવા માંગુ છું કે તમે આસામની સંસ્કૃતિ માટે શું કર્યું? વોટ ભેગા કરવા સિવાય આ લોકોએ કંઈ જ કર્યું નથી.

  ગૃહમંત્રીએ કહ્યું કે આસામમાં એનડીએ સરકારના શ્રીમાન શંકરદેવને ચીર સ્મરણીય બનાવવા માટે પગલું ભર્યું છે. કોંગ્રેસ અનેક વખત ભાજપા ઉપર સામ્પદાયિક થવાનો આરોપ લગાવે છે જોકે, કોંગ્રેસમાં મુસ્લિમ લીગની સાથે છે અને આસામમાં બદરુદ્દીન અઝમલની સાથે ગઠબંધન કર્યું છે. કોંગ્રેસ આસામને કઈ દિશામાં લઈ જશે? અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અંગ્રેજોની નીતિ ઉપર ચાલતી રહી છે. ફૂટ પાડો અને રાજ કરો. ક્યારે આસામી અને ગેરઆસામી, વહે આદિવાસી અને બિનઆદિવાસી, ક્યારે બોડો-બિનબોડો. અહીં લોકોને લડાવતા લડાવતા વર્ષો સુધી આસામને રક્ત રંજીત કર્યું છે. 10 હજારથી વધારે યુવાઓનું લાહી વહ્યું છે.  કોંગ્રેસ સરકારને પૂછ્યા આ સવાલો
  શાહે કોંગ્રેસ અને બદરુદ્દીન અજમલને સવાલ પૂછ્યો કે કોંગ્રેસ સરકાર અને બદરુદ્દીન અજમલની સરકાર અહીં વર્ષો સુધી રહી. તેમણે આસામ માટે શું કર્યું, 13માં નાણા આયોગમાં રાજ્યોને માત્ર 79 હજાર કરોડ આપવામાં આવ્યા. 14માં નાણાં આયોગમાં ભાજપ સરકારે 1.55 લાખ કરોડ રૂપિયા રાજ્યને આપ્યા. આસામના વિકાસનું કામ ચાલી રહ્યું છે. નવા રસ્તા, હોસ્પિટલ, કોલેજ બની રહ્યા છે. ઉદ્યોગો લાગી રહ્યા છે. આવનારા દિવસોમાં આસામમાં વરસાદની સમસ્યાનું સમાધાન પણ ભાજપ સરકાર કરશે.

  આ પણ વાંચોઃ-

  નલવાડી પહેલા શાહે કોકરાઝારમાં બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલની બેઠકમાં સામેલ થયા હતા. બેઠક દરમિયાન કોકરાઝોરમાં જનસભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે આજ આ ઐતિહાસિક રેલીમાં આખા દેશને કહેવા માંગુ છું કે મારા રાજનીતિક જીવનમાં મેં અનેક રેલીઓ જોઈ છે. પરંતુ આજે આ રેલીને સંબોધિત કરતા હું મારા મનમાં અપાર શાંતિ અનુભવું છું.  એપ્રિલ-મેમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી
  આસામમાં વિધાનસભા ચૂંટણી આ વર્ષે એપ્રિલ-મેમાં થવાની શક્યતા છે. આના પહેલા આસામમાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા ગુવાહાટી પહોંચીને અમિત શાહનું સ્વાગત કર્યું હતું. ગુવાહાટી પહોંચ્યા બાદ અમિત શાહે ગુવાહાટીમાં કેન્દ્રી અર્ધસૈનિક બળોના જવાનો અને આયુષ્માન સ્વાસ્થ્ય સેવા યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
  Published by:ankit patel
  First published:January 24, 2021, 19:30 pm

  ટૉપ ન્યૂઝ