Union
Budget 2023

Highlights

Home /News /national-international /Amit Shah Birthday: ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહની રાજકીય સફર કઈ રીતે શરુ થઈ? વાંચો

Amit Shah Birthday: ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહની રાજકીય સફર કઈ રીતે શરુ થઈ? વાંચો

ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહ રાજનીતિમાં કુશળ રણનીતિકાર તરીકે ઓળખાય છે.

ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહ રાજનીતિમાં કુશળ રણનીતિકાર તરીકે ઓળખાય છે. નરેન્દ્ર મોદી સાથે મળીને 2014માં ભાજપને પહેલા કેન્દ્ર, પછી ધીમે-ધીમે મોટાભાગના રાજ્યોમાં સત્તા લાવવામાં તેમની ભૂમિકા બહુ મહત્વની રહી છે.

  ભારતના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)નો આજે જન્મદિવસ છે. ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહ રાજનીતિમાં કુશળ રણનીતિકાર તરીકે ઓળખાય છે. નરેન્દ્ર મોદી સાથે મળીને 2014માં ભાજપને પહેલા કેન્દ્ર, પછી ધીમે-ધીમે મોટાભાગના રાજ્યોમાં સત્તા લાવવામાં તેમની ભૂમિકા બહુ મહત્વની રહી છે. 2019માં જ્યારે બીજેપી પોતાના દમ ઉપર પૂર્ણ બહુમતી મેળવીને કેન્દ્રની સત્તામાં પાછી આવી તો મોદીએ શાહને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરીને સરકારમાં સામેલ કર્યા. ગૃહ મંત્રી તરીકે શાહે દેશનું સૌથી મુશ્કેલ અને મહત્વનું મંત્રાલય સંભાળ્યું છે. બ્લૂમ્સબરી પ્રકાશનની ‘અમિત શાહ એન્ડ ધ માર્ચ ઓફ બીજેપી’માં શાહના શરૂઆતી દિવસોનું વર્ણન છે. એક વેપારી પરિવારમાંથી આવતા અમિત શાહ રાજકારણમાં કઈ રીતે આવ્યા એ જાણવું રસપ્રદ છે.

  13 વર્ષની ઉંમરમાં ગલી-ગલીએ લગાડ્યા પોસ્ટર
  અમિત શાહનું શિક્ષણ મહેસાણામાં થયું છે. તેમના જીવન પર તેમના દાદાની છાપ સ્પષ્ટ દેખાય છે. એક વખત પોતાનું બાળપણ યાદ કરીને અમિત શાહે કહ્યું હતું કે તેમના દાદા નરમ સ્વભાવના હતા પણ સવારે ચાર વાગ્યે ઉઠવાનું અનિવાર્ય હતું. ભારતીય વસ્ત્રોમાં આટલી વહેલી સવારે તૈયાર થઈને બેસવાનો નિયમ હતો. ત્યારથી જ તેમના મનમાં ભારતીય સંસ્કૃતિના મૂળિયા મજબૂત થયા. અમિત શાહના પરદાદા અને દાદા માણસાના નગરશેઠ હતા. બાળપણમાં તેમને શિક્ષા પરંપરાગત રીતે આચાર્ય અને શાસ્ત્રી દ્વારા મળી. અમિત શાહની ઉંમર ફક્ત 13 વર્ષની હતી જ્યારે તેઓ સરદાર પટેલની દીકરીના પક્ષમાં દીવાલો પર પોસ્ટર પણ લગાવતા હતા જે ઇન્દિરા ગાંધીના વિરુદ્ધ હતા. એ વર્ષે ઇન્દિરા વિરોધી લહેરમાં ગુજરાતની 20 લોકસભા સીટોમાં 15 સીટો જનતા પાર્ટીએ જીતી હતી.

  amit shah birthday

  પોલીંગ એજન્ટના રૂપમાં બીજેપીનું પહેલું કામ
  શાહ 1980માં ફક્ત 16 વર્ષની ઉંમરે સંઘમાં જોડાયા હતા. એ વર્ષે બીજેપી પાર્ટીનો જન્મ થયો હતો. 1984 સામાન્ય ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક હાર બાદ બીજેપીમાં વિચારધારાથી જોડાયેલા લોકો જ આવી રહ્યા હતા. 1985માં અમિત શાહ ઓફિશ્યલી બીજેપીમાં સામેલ થયા. એક સાધારણ કાર્યકર્તાના રૂપમાં સામેલ થનારા અમિત શાહને પાર્ટીનું પહેલું કામ મળ્યું હતું અમદાવાદ નારણપુરા વોર્ડ ચૂંટણીમાં પોલીંગ એજન્ટનું. એના થોડા દિવસો બાદ તેઓ વોર્ડના સચિવ બની ગયા. અહીંથી તેમની રાજકીય સફર શરુ થઈ.

  નરેન્દ્ર મોદી સાથે સંપર્ક કઈ રીતે થયો?
  1987માં અમિત શાહ બીજેપીના યુવા યુનિટના મેમ્બર બન્યા. શરૂઆતમાં દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટીટયુટમાં કોષાધ્યક્ષના રૂપમાં તેમણે સંસ્થાનને આગળ વધારવામાં બહુ યોગદાન આપ્યું. આઠ વર્ષો દરમ્યાન તેમણે વિચારધારાથી જોડાયેલી જાણકારી મેળવી અને અઢળક વાંચ્યું જે આજે તેમને રાજનીતિમાં બહુ કામ આવે છે. એ દરમ્યાન તેઓ નાનાજીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા માનતા હતા. નાનાજીથી તેમને ઘણાં બોધપાઠ મળ્યા હતા. રસપ્રદ વાત છે કે એ સમયે તેઓ નરેન્દ્ર મોદીના સંપર્કમાં પણ આવ્યા. જોકે, રાજકીય માહોલ તેમને બાળપણથી જ મળી ચૂક્યો હતો. તેમના દાદા અને પિતા ગાંધીવાદી હતા. 1977માં કટોકટીમાં જ્યારે ઇન્દિરા ગાંધીની નીતિ વિરુદ્ધ જે બી કૃપલાણી, મણિબેન પટેલ સહિતના નેતાઓ જનતા પાર્ટીના સપોર્ટમાં આવ્યા ત્યારે આચાર્ય કૃપલાણી તેમના ઘરે સાત દિવસ રોકાયા હતા.

  બીજેપીની દરેક મોટી ઓફિસમાં લાયબ્રેરી ખોલાવી
  વાંચનપ્રેમી અમિત શાહનું માનવું હતું કે બીજેપી જેવા ખાસ વિચારધારા ધરાવતા રાજકીય દળના પ્રત્યેક પ્રદેશ તેમજ જિલ્લા કાર્યાલયમાં પુસ્તકાલય હોવું જોઈએ. તેમણે જણાવ્યું કે પ્રારંભિક દિવસોમાં જ્યારે તેઓ ગુજરાતમાં પાર્ટીના સામાન્ય કાર્યકર્તા હતા તો પાર્ટીની મીટીંગ અને કાર્યક્રમોમાં પાણી તથા ચાની સુવિધા નિશ્ચિત કરવાનું તેમનું કામ હતું. એ સમયે તેમણે બીજેપીના એક વરિષ્ઠ નેતાને પત્ર લખીને કહ્યું હતું કે રાજકીય પાર્ટીના કાર્યાલયમાં પુસ્તકાલય અવશ્ય હોવું જોઈએ જ્યાં કાર્યકર્તા અધ્યયન, ચિંતન, મનન કરીને વૈચારિક તેમજ બૌદ્ધિક ધાર તેજ કરી શકે. તેમણે લખેલા પત્ર પર ચર્ચા થઈ અને દરેક ઓફિસમાં લાયબ્રેરી ખોલવામાં આવી.

  ગુજરાતમાં શાહે દેખાડી ‘ચાણક્યનીતિ’
  1991માં જ્યારે બીજેપીના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગાંધીનગર સીટ પર નોંધણી કરી તો અમિત શાહ તેમના ચૂંટણી પ્રભારી હતા. ત્યાંથી તેમની ઓળખ બનવાની શરુ થઈ. એ સમયે ગુજરાતમાં કોંગ્રેસનો દબદબો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં બીજેપી કમજોર કહેવાતું. મોદી અને શાહે મળીને કોંગ્રેસનું પ્રભુત્વ ખતમ કરવા માટે એ નેતાઓનું નેટવર્ક તૈયાર કર્યું જે પ્રધાન પદની ચૂંટણી હારી ચૂક્યા હતા. આ પગલાંથી ગુજરાતની અર્થવ્યવસ્થા પણ બદલવાની શરુ થઈ. 1999માં શાહ દેશની સૌથી મોટી કોઓપરેટિવ બેંક, અમદાવાદ ડીસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ બન્યા અને 2014 સુધીમાં બેન્કનો પ્રોફિટ 250 કરોડ થઈ ગયો.

  amit shah birthday

  મોદી-શાહની જોડીએ બીજેપીને બુલંદી આપી
  1997માં મોદીએ શાહને વિધાનસભાની ચૂંટણી લડવા કહ્યું. તેઓ એ વર્ષે ઉપચૂંટણી જીતી વિધાયક બન્યા. 2001માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી શાહે 2002માં અમદાવાદની સરખેજ સીટથી દોઢ લાખથી વધુ વોટ જીતી રેકોર્ડ જીત મેળવી. મોદી 12 વર્ષ ગુજરાતના સીએમ રહ્યા એ દરમ્યાન શાહ તેમનો જમણો હાથ બન્યા હતા. એક સમયે તો શાહ પાસે ગુજરાત સરકારમાં 12 મંત્રાલય હતા. 2013-14માં બીજેપીએ નરેન્દ્ર મોદીને કેન્દ્રની રાજનીતિમાં લાવવાનો નિર્ણય કર્યો અને શાહ ભાજપના અધ્યક્ષ બની ગયા. રાજનાથ સિંહ બાદ પાર્ટીની કમાન સંભાળનારા શાહે રાજકીય સ્તરે રણનીતિમાં પરિવર્તન લાવી બીજેપીને જીત અપાવી. આજે બીજેપી દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Amit shah, Indian Politics, ભાજપ, ભારત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन