Home /News /national-international /

અમિત શાહ લિફ્ટમાં ફસાતાં લાલુએ કહ્યું, મોટું શરીર લઇ લિફ્ટમાં જવું ન જોઇએ

અમિત શાહ લિફ્ટમાં ફસાતાં લાલુએ કહ્યું, મોટું શરીર લઇ લિફ્ટમાં જવું ન જોઇએ

બિહાર આવેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહના લિફ્ટમાં ફસાવવાના મામલે આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મજાક કરતાં કહ્યું કે, જાડા લોકોએ લિફ્ટમાં જવું ન જોઇએ. બિહારની લિફ્ટ નાની છે. લાલુએ કહ્યું કે, અમિતની ઉંમર થઇ ગઇ છે. મેં સાંભળ્યું કે તે લિફ્ટમાં ફસાઇ ગયા, આટલું મોટું શરીર લઇને લિફ્ટમાં જવું ન જોઇએ.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
પટણા # બિહાર આવેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહના લિફ્ટમાં ફસાવવાના મામલે આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે મજાક કરતાં કહ્યું કે, જાડા લોકોએ લિફ્ટમાં જવું ન જોઇએ. બિહારની લિફ્ટ નાની છે. લાલુએ કહ્યું કે, અમિતની ઉંમર થઇ ગઇ છે. મેં સાંભળ્યું કે તે લિફ્ટમાં ફસાઇ ગયા, મોટું શરીર લઇને લિફ્ટમાં જવું ન જોઇએ.

અહીં નોંધનિય છે કે, ગઇ કાલે સાંજે અમિત શાહ અડધા કલાક સુધી લિફ્ટમાં ભરાઇ ગયા હતા. બાદમાં લિફ્ટ તોડીને એમને બહાર કાઢવામાં આવ્યા હતા. બિહાર ચૂંટણીને લઇને અમિત શાહ પટણા આવ્યા હતા. અમિત શાહ ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. શાહ લિફ્ટમાં ફસાયાનું જાણવામાં આવતાં ભાજપના નાના મોટા નેતાઓ અહીં આવી પહોંચ્યા હતા.

જ્યાં લાલુ પ્રસાદની ટિપ્પણી સામે નારાજગી વ્યક્ત કરતાં શાહનવાજ હુસેને કહ્યું કે, લાલુએ કરેલી ટિપ્પણીને પગલે તેઓ હાંસીના પાત્ર બન્યા છે. આવી વાતો કરીને તે બિહારના લોકોનું અપમાન કરી રહ્યા છે.
First published:

Tags: અમિત શાહ, બિહાર ચૂંટણી, ભાજપ, લાલુ પ્રસાદ યાદવ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन