Home /News /national-international /

વિપક્ષના ગઠબંધનની એક જ ઓળખાણ, સેનાનું કરો અપમાનઃ અમિત શાહ

વિપક્ષના ગઠબંધનની એક જ ઓળખાણ, સેનાનું કરો અપમાનઃ અમિત શાહ

અમિત શાહની ફાઇલ તસવીર

રવિવારે આગરામાં યોજાયેલી એક જનસભામાં ભાજપ પ્રમુખ અમિત શાહે કહ્યું કે અમુક વિપક્ષી નેતા એટલા માટે પીએમ બનવા માંગે છે કારણ કે ઉંમર વિતી રહી છે, જ્યારે અમુક લોકોને પીએમ બનવાનો શોખ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે આગરામાં એક ચૂંટણી સભાની સંબોધી હતી. અમિત શાહે આ સભામાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે અમુક લોકોને પીએમ બનવું છે અને તેમની ઉંમર વિતી રહી છે ખાલ તેના માટે પ્રજા વોટ નથી આપતી કે પછી પ્રજા એ જોઈને વોટ પણ નથી આપકી કે અમુક લોકોને પીએમ બનવાનો શોખ થયો છે.

    અમિત શાહે કહ્યું, “આપણે દેશની સુરક્ષા માટે વડાપ્રધાન પસંદ કરવાના છે. આપણે એવા વડાપ્રધાન પસંદ કરવાના છે જે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે ન કે એવા વડાપ્રધાન જેને શોખથી પીએમ બનવું છે. એક બાજુ મોદીજી છે, બીજી બાજુ મહામિલાવટ છે. એમને કોઈ પૂછો તો ખરા કે જો તમે જીતશો તો તમારા વડાપ્રધાન કોણ બનશે?'

    આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2019: શું UPમાં કોંગ્રેસની કિસ્મત બદલી શકશે પ્રિયંકા ગાંધી?

    શાહે વધુમાં કહ્યું, “માયાવતી જી કહે છે મોદી હટાવો, પણ એમને પૂછો કે ચૂંટણી ક્યાંથી લડશો તો જવાબ નહીં આપે. શરદ પવાર, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, સ્ટાલિન, ચંદ્રાબાબુ નાયડુ બધા કહે છે કે મોદી હટાવો પણ એમને પૂછો કે ચૂંટણી ક્યાંથી લડશો તો કહે છે, જવાબ નથી? '

    અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાને પાછલા 5 વર્ષમાં એક પણ રજા નથી લીધી દિવસના 18-18 કલાક કામ કર્યુ છે અને સામે એક એવા નેતા છે જે ફરવા માટે 6-6 મહિના ગાયબ થઈ જાય છે, તેમની માતાને પણ ખબર નથીસ હોતી કે દિકરો ક્યાં ગયો છે?

    શાહે વધુમાં કહ્યું હતું કે વોટબેન્કની રાજનીતિ માટે કેટલા નીચે જશે રાહુલ ગાંધી? વોટ માટે દેશની સુરક્ષા સાથે રમત ના કરો. સોનિયા-મનમોહનની સરકારના 10 વર્ષોમાં સતત આતંકવાદી હુમલા થતા રહ્યા પણ કોંગ્રેસની યૂપીએ સરકારે આતંકવાદીઓ ઉપર કોઈ મોટી કાર્યવાહી કરી ન હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Genral Election 2019, Loksabha election 2019, Politcs, અમિત શાહ, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन