કોરોના અને લદાખ વિવાદ પર અમિત શાહે કહ્યું, PM મોદીના નેતૃત્વમાં બંને યુદ્ધ જીતીશું

અમિત શાહે કહ્યું કે ભારત કોરોના સામેના જંગની સાથે જ પૂર્વ લદાખમાં LAC પર વધેલા તણાવનો જંગ પણ ટૂંક સમયમાં જીતશે

અમિત શાહે કહ્યું કે ભારત કોરોના સામેના જંગની સાથે જ પૂર્વ લદાખમાં LAC પર વધેલા તણાવનો જંગ પણ ટૂંક સમયમાં જીતશે

 • Share this:
  નવી દિલ્હીઃ પૂર્વ લદાખની ગલવાન ઘાટી (Galwan Valley Face off)માં 15 જૂનની રાત્રે ભારત અને ચીન (China)ના સૈનિકો વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ માં શહીદ થયેલા 20 ભારતીય સૈનિકોની શહાદત પર કૉંગ્રેસ (Congress) સતત કેન્દ્ર સરકાર (Modi Government) પર આક્રમક હુમલા કરી રહી છે. કૉંગ્રેસના તમામ આરોપોનો જવાબ આપવા માટે ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah)એ કહ્યું કે, હું સ્પષ્ટ કરી દેવા માંગું છું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત બંને યુદ્ધ જીતવા જઈ રહ્યું છે. અમિત શાહે કહ્યું કે ભારત કોરોના સામેના જંગની સાથે જ પૂર્વ લદાખમાં LAC પર વધેલા તણાવનો જંગ પણ ટૂંક સમયમાં જીતશે.

  ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઇન્ટરવ્યૂમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, અમે દરેક વિષય પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર છીએ. તેઓએ કહ્યું કે સંસદ ચાલવાની છે અને જો કોઈને સરહદ વિવાદ પર ચર્ચા કરવી છે તો આવો, આપણે ચર્ચા કરીએ. 1962થી આજ સુધી બે-બે હાથ થઈ જાય. તેઓએ કહ્યું કે કોઈ પણ ચર્ચાથી ડરતા નથી. પરંતુ જ્યારે દેશના જવાન સંઘર્ષ કરી રહ્યા છે, સરકાર સ્ટેન્ડ લઈને કોઈ મજબૂત પગલાં ભરી રહી છે, તે સમયે આવું કોઈ પણ નિવેદન ન આપવું જોઈએ જેનાથી પાકિસ્તાન અને ચીનને ખુશી થાય.


  આ પણ વાંચો, ‘મન કી બાત’માં PM મોદીએ કહ્યું, લદાખમાં ભારતની ભૂમિ પર આંખ ઉઠાવનારાઓને આકરો જવાબ મળ્યો

  ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ભારત સરકાર કોરોનાની વિરુદ્ધ સારી લડાઈ લડી રહી છે. હું રાહુલ ગાંધીને કોઈ પણ પ્રકારની કોઈ સલાહ ન આપી શકું. રાહુલ ગાંધીને સલાહ આપવાનું કામ તેમની પાર્ટીનું છે. કેટલાક લોકો વક્રદૃષ્ટા છે. તેઓ યોગ્ય વસ્તુઓને ખોટી સમજે છે. ભારતે કોરોનાની વિરુદ્ધ સારો સંઘર્ષ કર્યો અને આપણા આંકડા દુનિયાની તુલનામાં ઘણા સારા છે.


  આ પણ વાંચો, LAC પર ઘર્ષણની તૈયારી! ચીનના સૈનિક હવે માર્શલ આર્ટની ટ્રેનિંગ લેશે, લદાખ મોકલ્યા 20 ટ્રેનર

  અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર ભારત વિરોધી પ્રોપાગેન્ડાથી લડવા માટે સક્ષમ છે પરંતુ એ જોઈને ઘણું દુઃખ થાય છે કે આટલી મોટી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આવું હલકું રાજકારણ કરે છે. અમિત શાહે સરેન્ડર મોદીવાળા ટ્વિટનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કૉંગ્રેસ અને રાહુલ ગાંધીએ પોતે આ અંગે વિચારવું જોઈએ. ભારતમાં રાહુલ ગાંધીની તરફથી કરવામાં આવતી વાતોને પાકિસ્તાન અને ચીન હેશટેગ બનાવીને ઉપયોગ કરે છે. કૉંગ્રેસ પાર્ટીને એ વિશે પણ વિચારવું જોઈએ કે તેમની પાર્ટીના નેતાનું નિવેદન ચીન અને પાકિસ્તાનને પ્રોત્સાહન આપે છે.
  Published by:Mrunal Bhojak
  First published: