Home /News /national-international /'અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને JDUમાં સામેલ કર્યા': નીતીશે ખોલ્યું રહસ્ય

'અમિત શાહના કહેવા પર પ્રશાંત કિશોરને JDUમાં સામેલ કર્યા': નીતીશે ખોલ્યું રહસ્ય

બિહારના સીએમ નીતીશ કુમાર (ફાઇલ ફોટો)

નીતીશ કુમારે કહ્યું કે, મને પ્રશાંત કિશોર સાથે ઘણો લગાવ છે, પરંતુ ઉત્તરાધિકારી જેવી વાતો આપણે ન કરવી જોઈએ. આ રાજાશાહી નથી

  ન્યૂઝ18 ગુજરાતી: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે અંતે તે રહસ્ય પરથી પડદો ઉઠાવી લીધો છે, જે સવાલ બનીને લોકોના મનમાં છેલ્લા અનેક મહિનાઓથી ચાલી રહ્યો હતો. સવાલ હતો કે નીતીશ કુમારે પ્રશાંત કિશોરને જેડીયૂમાં કોના કહેવા પ સામેલ કર્યા? મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારની રાતે તેનો જવાબ આપ્યો. નીતીશ કુમારે જણાવ્યું કે તેમને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને જેડી(યૂ)માં સામેલ કરવા માટે બે વાર ભલામણ કરી હતી. નીતીશ કુમારે એક ખાનગી સમાચાર ચેનલના કાર્યક્રમમાં ચૂંટણી રણનીતિકારથી નેતા બનેલા પ્રશાંત કિશોરને પોતાના રાજકીય ઉત્તરાધિકારી તરીકે સંકળાયેલા સવાલ પર આ વાત કહી.

  ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જેડી(યૂ)માં સામેલ કરવામાં આવ્યા હતા અને થોડાક જ સપ્તાહ બાદ તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા. તેનાથી એછવી અટકળો થઈ રહી હતી કે નીતીશ કુમાર તેમને પોતાના રાજકીય ઉત્તરાધિકારી બનાવવા વિશે વિચારી રહ્યા છે.

  નીતીશ કુમારે કહ્યું કે, તેઓ અમારા માટે નવા નથી. તેઓએ અમારી સાથે 2015ની વિધાનસભા ચૂંટણીમાં કામ કર્યું હતું. થોડા સમય માટે તેઓ બીજે ક્યાંક વ્યસ્ત હતા. મહેરબાની મને કહેવા દો કે અમિત શાહે મને બે વાર કિશોરને જેડી(યૂ)માં સામેલ કરવા માટે કહ્યું હતું.

  આ પણ વાંચો, અમિત શાહે અમદાવાદનાં જગન્નાથ મંદિરમાં પરિવાર સાથે કરી ગૌપૂજા

  તેઓએ કહ્યું કે, પ્રશાંત કિશોરને સમાજના તમામ ભાગમાંથી યુવા પ્રતિભાઓને રાજકારણ તરફ આકર્ષિત કરવાનું કામ સોંપવાામાં આવ્યું છે. રાજકીય પરિવારોમાં ન જન્મેલા લોકોની રાજકારણથી પહોંચ દૂર થઈ ગઈ છે.

  કુમારે કહ્યું કે, મને પ્રશાંત કિશોર સાથે ઘણો લગાવ છે. પરંતુ ઉત્તરાધિકારી જેવી વાતો આપણે ન કરવી જોઈએ. આ રાજાશાહી નથી.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Amit shah, JDU, Nitish Kumar, Prashant Kishor, બિહાર, ભાજપ

  विज्ञापन
  विज्ञापन