ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો વીડિયો, કહ્યુ- બહાદુર સૈનિકના પિતાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ સંદેશ આપ્યો

News18 Gujarati
Updated: June 20, 2020, 1:00 PM IST
ગૃહમંત્રી અમિત શાહે શેર કર્યો વીડિયો, કહ્યુ- બહાદુર સૈનિકના પિતાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ સંદેશ આપ્યો
ભારત-ચીન વચ્ચે ઘર્ષણમાં 20 જવાન શહીદ.

રાહુલ ગાંધી પર પલટવાર કરતા ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યુ કે, આવા સમયે રાહુલ ગાંધી (Rahul Gandhi)એ મજબૂત થઈને દેશની સાથે ઊભા રહેવું જોઈએ.

  • Share this:
નવી દિલ્હી : પૂર્વ લદાખમાં ગલવાન ખીણ (Galwan Valley)માં ભારત (India) અને ચીન (China)ના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) કેન્દ્ર સરકાર પર અનેક હુમલા કર્યા હતા. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને સવાલ કરતા કહ્યું કે આખરે ચીન ભારતની જમીન પર કેવી રીતે ઘૂસી ગયું? રાહુલ ગાંધી તરફથી પૂછવામાં આવેલા સવાલનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ગલવાન ઘાટીમાં અથડામણ બાદ ઘાયલ થયેલા એક સૈનિકના પિતાનો વીડિયો રિટ્વીટ કરીને આપ્યો છે. અમિત શાહે વીડિયો રિટ્વીટ કરતા કહ્યુ છે કે, એક બહાદુર સૈનિકના પિતાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ જવા આપ્યો છે.

રાહુલગાંધી પર પટલવાર કરતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, આ સમયે જ્યારે આખો દેશ એક છે ત્યારે રાહુલ ગાંધીએ આવી રાજનીતિથી ઉપર આવવું જોઈએ. રાહુલ ગાંધીએ આ વખતે મજબૂત થઈને દેશની સાથે ઊભા રહેવાની જરૂર છે. નોંધનીય છે કે અમિત શાહે ગલવાન ઘાટીમાં ઘાયલ થયેલા સૈનિકના પિતાનો વીડિયો રિટ્વીટ કર્યો છે, જેમાં સૈનિકના પિતા કહી રહ્યા છે કે ભારતનું સૈન્ય મજબૂત છે.
ઘાયલ સૈનિકના પિતાએ કહ્યુ કે, ભારતીય સેના ચીન તો શું, કોઈ પણ દેશની સેનાને હરાવી શકે છે. હું રાહુલ ગાંધીને કહીશ કે તેઓ આના પર રાજનીતિ ન કરે. મારો દીકરો સૈન્ય માટે લડ્યો છે, અને ભગવાનની ઇચ્છા હશે તો સાજો થઈને ફરીથી લડશે.

નોંધનીય છે કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લદાખમાં ચીન સાથે અથડામણ બાદ વડાપ્રધાન મોદીના ભાષણને લઈને શનિવારે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાને ભારતીય ક્ષેત્ર ચીનને સોંપી દીધું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "વડાપ્રધાને ચીનની આક્રમકતા સામે ભારતીય ક્ષેત્રને ચીનને સોંપી દીધું છે." કૉંગ્રેસ નેતાએ સવાલ કર્યો કે 'જો આ ભૂમિ ચીનની હતી તો આપણે સૈનિકો કેમ શહીદ થયા? તેઓ ક્યાં શહીદ થયા?'

આ પહેલા પીએમ મોદીએ ભારત-ચીન તણાવ પર શુક્રવારે બોલાવેલી સર્વદળીય બેઠકમાં કહ્યું હતું કે આપણી જમીનમાં કોઈએ ઘૂસણખોરી કરી નથી, કે ન તો આપણી ચોકી પર કોઈએ કબજો કર્યો છે.

આ પણ વાંચો : 
First published: June 20, 2020, 12:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading