આજે અમિત શાહ અને રાજનાથ સિંહ પોતાની ઓફિસનો ચાર્જ લેશે

News18 Gujarati
Updated: June 1, 2019, 8:01 AM IST
આજે અમિત શાહ અને રાજનાથ સિંહ પોતાની ઓફિસનો ચાર્જ લેશે
અમિત શાહ અને રાજનાથ સિંહની ફાઇલ તસવીર

પાંચ વર્ષ સુધી ગૃહ મંત્રી તરીકે ફરજ બજાવનારા રાજનાથ સિંહ રક્ષા મંત્રી બનશે. નેશનલ વૉર મેમોરિયલની મુલાકાત લેશે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન મોદીની કેબિનેટના મંત્રીઓએ શુક્રવારે દિવસ દરમિયાન ઑફિસના ચાર્જ લેવાની શરૂઆત કરી દીધી હતી. શુક્રવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ, રેલ મંત્રી પિયૂષ ગોયલ, વિદેશ મંત્રી એસ. જયશંકરથી લઈને વિવિધ મંત્રીઓએ પદભાર સંભાળ્યો હતો. આજે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ગૃહ મંત્રી અમિત શાહ પદભાર સંભાળશે. એવી શક્યતા છે કે ઑફિસમાં ચાર્જ લેતાની સાથે જ બંને નેતાઓ મહત્વનો નિર્ણય લઈ શકે છે.

રાજનાથ શહીદોને નમન કરશે
રક્ષા મંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળ્યા બાદ રાજનાથ સિંહ શહીદોને યાદ કરશે. મંત્રાલયમાં ચાર્જ લેતા પહેલાં તેઓ નેશનલ વોર મેમોરિયલ પહોંચશે અને ત્યાર બાદ મંત્રીપદ સંભાળશે. ઉલ્લેખનીય છે કે રાજનાથ સિંહ પ્રથમ સરકારમાં હોમ મિનિસ્ટર હતા અને સતત પાંચ વર્ષ સુધી આ પદ પર કાયમ રહ્યાં હતા.

આ પણ વાંચો :  બિહાર : કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહે હારની જવાબદારી સ્વીકારી આપ્યું રાજીનામું

પ્રથમ વાર અમિત શાહ કેન્દ્રીય મંત્રી બન્યા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પ્રથમ વાર કેન્દ્રીય મંત્રી બન્યા છે. ગુજરાતના ગૃહ મંત્રી અમિત શાહ હાલમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે પરંતુ ભાજપના સંવિધાન મુજબ તેઓ વહેલી તકે આ પદ ખાલી કરશે. ભાજપના ચાણક્ય તરીકે જાણીતા અમિત શાહ એક મજબૂત ગૃહ મંત્રી તરીકે ઉભરી આવશે એવી લોકોમાં ચર્ચા છે.
First published: June 1, 2019
વધુ વાંચો
अगली ख़बर