બની શકે છે કોઇ નિર્ણય ખોટો હોય પણ ઇરાદો ખોટો ન હતો : અમિત શાહ
આઈપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
Amit Shah address at FICCIs 94th Annual Convention - - અમિત શાહે કહ્યું - તેમના ટિકાકારો પણ એ માને છે કે છેલ્લા 7 વર્ષમાં દેશની અંદર ઘણો વધારે ફેરફાર જોવા મળ્યો છે. સરકાર પર ભ્રષ્ટાચારના કોઇ આરોપ લાગ્યો નથી
નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે મોદી સરકારના (Government)કેટલાક નિર્ણય ખોટા હોઇ શકે છે પણ સરકારનો ઇરાદો હંમેશા નેક રહ્યો છે. તેમણે આ વાત ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના (FICCI)94માં વાર્ષિક સંમેલનમાં કહી હતી. અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારની (Narendra Modi Government)સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે 130 કરોડ લોકોનો દેશના લોકતંત્ર (Democracy)પર વિશ્વાસ વધ્યો છે. તેમણે દેશના વિકાસમાં ફિક્કીના યોગદાનની પ્રશંસા કરી હતી.
અમિત શાહે કહ્યું કે બની શકે કે નિર્ણય ખોટો હોય પણ ઇરાદો ખોટો ન હતો. અમિત શાહે આ પ્રસંગે એ પણ કહ્યું કે તેમના ટિકાકારો પણ એ માને છે કે છેલ્લા 7 વર્ષમાં દેશની અંદર ઘણો વધારે ફેરફાર જોવા મળ્યો છે. સરકાર પર ભ્રષ્ટાચારના કોઇ આરોપ લાગ્યો નથી. બધા હિતકારકો સાથે વિચાર-વિમર્શ પછી બધા ક્ષેત્રોમાં સુધાર લાવવામાં આવ્યા છે.
ગૃહમંત્રીએ કહ્યું કે કોરોના દરમિયાન સરકારે ઘણા બધા એવા નિર્ણયો કર્યા છે જેનો લોકોને લાંબા સમય સુધી ફાયદો મળશે. તેમણે કહ્યું કે વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન ભારતની ઇકોનોમી ઘણી ઝડપથી આગળ વધી રહી છે. તેમણે તે વાતને લઇને કોઇ આશ્ચર્ય નહીં થાય કે દેશનો આર્થિક વિકાસ ડબલ આંકમાં આવી જશે.
અમિત શાહે કહ્યું કે પોણા 2 વર્ષ સુધી 80 કરોડ લોકોને પ્રતિ વ્યક્તિ/પ્રતિ મહિના 5 કિલો અનાજ મફત આપવાનું કામ ભાજપાની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. આ ઘણું મોટું કામ છે, આવું કામ દુનિયામાં ક્યાંય કરવામાં આવ્યું નથી. ભારતીય અર્થવ્યવસ્થાની રિકવરી ઝડપથી થઇ રહી છે.
FICCIની પ્રશંસા કરતા અમિત શાહે કહ્યું કે 1927થી લઇને આજ સુધી દેશના વિકાસમાં ફિક્કીનું જે યોગદાન છે, હવે તક છે કે તેને ઘણું ગણું વધારીને સાર્થક રીતે દેશના વિકાસને વધારવા માટે તમે લોકો આગળ આવો અને નવા ક્ષેત્રોને પણ તમે પહોંચો. આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય ત્યારે જ સિદ્ધી થઇ શકે જ્યારે ફિક્કી જેવા સંગઠન આગળ આવે અને નીતિયોના વિષયમાં સલાહ દેવા માટે અને નીતિયોને સમયાનુકુળ બનાવવા માટે તમે લોકો કદમ ઉઠાવો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર