શિવસેના સાથે કેમ તૂટી બીજેપીની દોસ્તી, પહેલી વખત બોલ્યા અમિત શાહ - 5 મોટી વાતો

News18 Gujarati
Updated: November 13, 2019, 11:20 PM IST
શિવસેના સાથે કેમ તૂટી બીજેપીની દોસ્તી, પહેલી વખત બોલ્યા અમિત શાહ - 5 મોટી વાતો
અમિત શાહ (ફાઈલ ફોટો)

દરેક પક્ષ પોતાના નંબર લઈ રાજ્યપાલ પાસે જઈ શકે છે. તેમને કોઈએ રોક્યા નથી. આ મુદ્દા પર વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે.

  • Share this:
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલી વખત મહારાષ્ટ્રના રાજકીય સંકટ અને વર્ષો જુના સહયોગી શિવસેના સાથેની મિત્રતા તૂટવા પર પહેલી વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. અમિત શાહે કહ્યું કે, અમે શિવસેના સાથે મિત્રતા નથી તોડી, તે સરકાર બનાવ્યા પહેલા શરતો લઈને આવી હતી. તે એવી શરતો હતી, જે અમારા માટે માનવી સંભવ ન હતી. તમને જણાવી દઈે કે, આ પહેલા શિવસેના પ્રમુખ ઉદ્દવ ઠાકરેએ કહ્યું હતું કે, બીજેપીના કારણે ગઠબંધન તૂટ્યું છે. ત્યારબાદ હવે શિવસેના મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ આવેલા પરિણામમાં બીજેપી સૌથી મોટી પાર્ટી બની છે. બીજેપીને 105 સીટો, શિવસેનાને 56 સીટો જ્યારે એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટો પર જીત મળી છે. 50-50ના ફોર્મ્યૂલાની માંગ કરતા શિવસેનાએ સીએમ પદની માંગ કરી અને ત્યારબાદ બંને દળની લગભગ ત્રણ દશક જુની મિત્રતા તૂટી ગઈ. હવે બંને પાર્ટી તરફથી આરોપ પ્રત્યારોપ કરવામાં આવી રહ્યા છે.

શિવસેના સાથે આ કારણે તૂટી દોસ્તી

એએનઆઈ સાથે ઈન્ટરવ્યૂમાં જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે, શિવસેના તરફથી કહેવામાં આવ્યું કે વિશ્વાસઘાત થયો છે તો અમિત શાહે કહ્યું પરંતુ વિશ્વાસઘાત અમે તો નથી કર્યો ને. અમે તો શિવસેના સાથે સરકાર બનાવવા તૈયાર હતી, પરંતુ તેમની કેટલીક વસ્તુ એવી હતી કે, જે અમે માની શકીએ તેમ ન હતા. પ્રચાર દરમિયાન પીએમ મોદી અને મે કેટલીએ વખત કહ્યું કે જો અમારી બહુમતી આવે છે તો, દેવેન્દ્ર ફડણવીસ સીએમ હશે. પરંતુ, જો તેમને કોઈ પરેશાની હતી તો, તે સમયે બતાવવું જોઈએ ને.

મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન
કોઈ પણ રાજ્યમાં સરકાર બનાવવા માટે આટલો સમય નથી મળ્યો. 18 દિવસ આપવામાં આવ્યા હતા. જ્યારે વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો ત્યારે રાજ્યપાલે સરકાર બનાવવા માટે પાર્ટીઓને બોલાવી. ત્યારબાદ ના અમે, ના એનસીપી, કે ના શિવસેના બહુમત લાયક સીટો જીતી શકી. જો આજે પણ કોઈ પાર્ટી પાસે પુરતો આંકડો હોય તો તે રાજ્યપાલ પાસે જઈ સરકાર બનાવવાનો દાવો કરી શકે છે.
Loading...

રાજ્યપાલની ભૂમિકા
રાજ્યપાલ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાના મુદ્દા પર અમિત શાહે કહ્યું કે, આ મુદ્દા પર વિપક્ષ માત્ર રાજનીતિ કરી રહ્યા છે. એક સંવિધાનિક પદોને આ રીતે રાજનીતિમાં ઘસેડવું તે સારી વાત નથી, આ એક સ્વસ્થ્ય લોક તંત્રની નિશાની છે. રાજ્યપાલે સરકાર બનાવવા માટે પૂરતો સમયે આપ્યો.

કપિલ સિબ્બલને આપ્યો આ રીતે જવાબ
અમિત શાહે કોંગ્રેસના આરોપ પર પણ જવાબ આપ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, અમને સરકાર બનાવવાનું આમંત્રણ રાજ્યપાલે ન આપ્યું. આ આરોપ પર અમિત શાહે કહ્યું, દરેક પાસે સમય છે, હજુ પણ બધા પક્ષ માટે મોકો છે. કોઈનો મોકો છીનવાયો નથી. કપિલ સિબ્બલ જેવા વકિલ બાળકની જેમ દલિલો કરી રહ્યા છે. તમારી પાસે મોકો છે, બનાવો સરકાર.

નહી તો રાજ્યપાલ પર જ આરોપ લાગ્યા હોત
અમિત શાહે કહ્યું કે, રાજ્યપાલે એટલા માટે રાષ્ટ્રપતિ શાસન લગાવ્યું, જો વધારે સમય લેતા રહ્યા હોત તો, આજ વિપક્ષ બોલ્યું હોત કે, મહારાષ્ટ્રમાં બીજેપીની સરકાર ચાલી રહી છે. જ્યાં સુધી સરકાર બનવાની વાત છે તો, તે પોતાના નંબર લઈ રાજ્યપાલ પાસે જઈ શકે છે. તેમને કોઈએ રોક્યા નથી. આ મુદ્દા પર વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે.
First published: November 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...