હાથરસ પીડિતાની ઓળખ જાહેર કરવા મામલે દિગ્વિજય સિંહ, સ્વરા ભાસ્કર, અમિત માલવીયને મળી નોટિસ

હાથરસ પીડિતાની ઓળખ જાહેર કરવા મામલે દિગ્વિજય સિંહ, સ્વરા ભાસ્કર, અમિત માલવીયને મળી નોટિસ
સ્વરા ભાસ્કર, દિગ્વિજય સિંહ અને અમિત માલવીય

રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ, સ્વરા ભાસ્કરથી માંગ્યું સ્પષ્ટીકરણ.

 • Share this:
  રાષ્ટ્રીય મહિલા આયોગે(National Commission for Women) હાથરસ મામલે પીડિતાની ઓળખ (Hathras victim’s identity) સોશિયલ મીડિયામાં કથિત રૂપે જગજાહેર કરવા માટે ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીય, કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ અને બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરથી સ્પષ્ટીકરણ માંગ્યું છે. આયોગે તેની ઓળખ છતી કરતી પોસ્ટને તાત્કાલિક ધોરણે હટાવી ભવિષ્યમાં આવી પોસ્ટ ન કરવાનું પણ કહ્યું છે.

  આયોગે મંગળવારે ટ્વિટ કરીને કહ્યું કે રાષ્ટ્રીય મહિલા આયોગે અમિત માલવીય, સ્વરા ભાસ્કર અને દિગ્વિજય સિંહને હાથરસની પીડિતાની ઓળખ જાહેર કરવા અને તે અંગે ટ્વિટ કરવા પર નોટિસ આપી સ્પષ્ટીકરણ માંગ્યું છે. અને આ પોસ્ટને તાત્કાલિક ધોરણે દૂર કરવાનું કહ્યું છે. સાથે જ ભવિષ્યમાં આવી પોસ્ટ ન કરવાથી બચવાનું પણ કહ્યું છે.  ભાસ્કર, માલવીય અને દિગ્વિજય સિંહને અલગ અલગથી આ મામલે નોટિસ મોકલવામાં આવી છે. અને તેમણે આયોગને જવાબ આપવાનું પણ કહ્યું છે. ઉલ્લેખનીય છે કે તેવા અનેક ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યા છે જેમાં કથિત સામૂહિક બળાત્કાર પીડિતાની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જે ખોટું છે.

  આયોગે નોટિસમાં કહ્યું કે આ નોટિસ મળ્યા પછી તમારે આયોગને સંતોષજનક સ્પષ્ટીકરણ આપવું પડશે. અને સોશિયલ મીડિયા પર આવી તસવીરો કે વીડિયો હટાવી આવી જાણકારીનો પ્રચાર પ્રસાર કરતા બચવું પડશે. કારણ કે તમારા ફોલોવર્સ મોટી સંખ્યામાં છે અને આવું કરવું હાલના કાનૂન મુજબ અયોગ્ય છે.
  ઉલ્લેખનીય છે કે હાથરસમાં 19 વર્ષીય દલિત યુવતીથી ચાર વ્યક્તિઓએ 14 સપ્ટેમ્બરના રોજ કથિત રીતથી બળાત્કાર કર્યો હતો. પીડિતાની તબિયત બગડતા તેને દિલ્હી લઇ જવામાં આવી હતી. પણ ત્યાં મંગળવારે તેણે પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા.

  વધુ વાંચો : Richa Chaddaએ પાયલ ઘોષની વિરુદ્ધ 1.1 કરોડનો માનહાનિનો કેસ કર્યો

  ઉલ્લેખનીય છે કે બુધવારે રાતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારનો આરોપ છે કે સ્થાનિક પોલીસે રાતોરાત તેનો અંતિમ સંસ્કાર કરવા માટે તેને મજબૂર કર્યા હતા.

  સ્થાનિક પોલીસના અધિકારીઓનો દાવો છે કે અંતિમ સંસ્કાર પરિવારની મરજી મુજબ થયા હતા. આ ઘટનાના સમગ્ર દેશમાં મોટા પડઘા પડ્યા છે. અને પીડિતાને ન્યાય આપવા માટે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન પણ કર્યું છે.
  Published by:Chaitali Shukla
  First published:October 06, 2020, 18:39 pm