કર્ણાટક ચૂંટણીની તારીખ લીક: માલવીયના ટ્વિટ પર ECને મળ્યાં BJP નેતા, માની ભૂલ

 • Share this:
  ચૂંટણી આયોગે કર્ણાટકની 244 વિધાનસભા સીટો માટે એક જ તબક્કામાં ચૂંટણી કરાશે. જેની તારીખ 12 મેના રોજ વોટિંગ કરવામાં આવશે. જ્યારે 15 મેના રોજ પરિણામોની જાહેરાત થશે.

  ચૂંટણી તારીખો માટે મુખ્ય ચૂંટણી આયુક્ત ઓમ પ્રકાશ રાવતની પ્રેમ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણીની તારીખ પર વિવાદ પણ થઈ ગયો. હકીકતમાં બીજેપી આઈટી સેલના હેડ અમિત માલવીયે સોમવારે રાતે જ ટ્વિટ કર્યું હતું કે કર્ણાટકમાં 12 મેના મતદાન થશે અને 18 મેના રોજ મતગણતરી થશે. આ મામલે વિવાક વકરતા તેમણે ટ્વિટ ડીલીટ કરી દીધી છે.

  આ આખા વિવાદ વચ્ચે બીજેપી નેતાઓનું એક ગ્રુપ અમિત માલવીયનો બચાવ કરવ માટે ચૂંટણી આયોગની ઓફિસમાં પહોંચ્યા હતાં. જેમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ચૂંટણી આયોગને જણાવ્યું કે અમિત માલવીયે એક ટીવી ચેનલ પર સમાચાર જોયા પછી જ ટ્વિટ કરી છે. જ્યાં નકવીની સાથે ઉપસ્થિત ભૂપેન્દ્ર યાદવે આયોગને કોંગ્રેસના નેતાએ પણ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી.

  બીજેપીના આઈટી સેલ ઈન્ચાર્જ અમિત માલવીયનો બચાવ કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસે પણ કર્યો. ચૂંટણી આયોગથી બીજેપી પ્રતિનિધિમંડળની મીટિંગ પછી નકવીએ કહ્યું કે માલવીયે આવું ટ્વિટ કરવું જોઈતું ન હતું.

  કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આ મામલામાં બીજેપીને આડે હાથે લેતા કહ્યું કે આ ચૂંટણી આયોગની વિશ્વસનીયતા પર સવાલ છે. સૂરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે બીજેપી 'સુપર ઈલેક્શન કમિશન' બની ગઈ છે. તેમણે અમિત માલવીયના ટ્વિટના સ્ક્રિન શોટની સાથે ટ્વિટર પર સવાલ કર્યો છે કે શું ચૂંટણી આયોગ શું ગોપનીય સૂચના લીક કરવાના મામલે બીજેપી અધ્યક્ષ અમિત શાહને નોટિસ આપશે કે બીજેપી આઈટી સેલના પ્રમુખ સામે એફઆરઆઈ કરશે?  ચૂંટણી આયોગની વિશ્વસનીયતાને આ સીધો પડકાર છે. પ્રશ્ન છે કે,
  1.શું સંવૈધાનિક સંસ્થાઓનો ડેટા પણ ભાજપ ચોરી રહી છે?
  2. શું ચૂંટણી આયોગ શ્રી અમિત શાહને નોટિસ આપશે અને ભાજપાના આઈટી સેલ પર એફઆઈઆર નોંધાવશે?

  અહીંયા રસપ્રદ વાત એ છે કે કર્ણાટક કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રભારી શ્રીવત્સે પણ ચૂંટણી આયોગની જાહેરાત પહેલા આવું જ કાંઈ લખ્યું હતું પરંતુ થોડી જ વારમાં તેમણે ટ્વિટ ડિલીટ કરી નાંખી હતી.

  મુખ્ય ચૂંટણી આયુક્તે તારીખની જાહેરાત ઉપરાંત કહ્યું કે, કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી આયોગ પ્રમાણે કર્ણાટકમાં 4 કરોડ 96 લાખ વોટર છે. 97 ટકા મતદાતાઓના ઓળખપત્રો આપી દેવામાં આવ્યાં છે. આ વખતે કર્ણાટકમાં 56 હજા પોલિંગ બૂથ બનાવવામાં આવશે. 28 મે પહેલા બધી જ પ્રક્રિયાઓ પુરી કરી દેવામાં આવશે.

  મુખ્ય ચૂંટણી આયોગે જણાવ્યું કે કર્ણાટકની જનસંખ્યાના 72 ટકા લોકો વોટર છે. આજથી જ કર્ણાટકમાં ચૂંટણી આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી રાતના 10 વાગ્યાથી
  સવારના 6 કલાક સુધી લાઉડસ્પીકર બંધ રાખવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published: