પૂર્વ CM અજીત જોગીના પુત્ર અમિત જોગીની બનાવટી દસ્તાવેજ કેસમાં ધરપકડ

અમિત જોગી.

આ મામલે બીજેપી નેતા સમીરા પૈક્રા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. સમીરાએ વર્ષ 2013માં છત્તીસગઢની મારવાહી બેઠક પરથી અમિત જોગી સામે ચૂંટણી લડી હતી.

 • Share this:
  નવી દિલ્હી : છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીના પુત્ર તેમજ પૂર્વ ધારાસભ્ય અમિત જોગીની બનાવટી દસ્તાવેજના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 42 વર્ષીય અમિત જોગીની બિલાસપુર ખાતેથી તેમના નિવાસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. અમિત જોગી પર આરોપ છે કે તેણે તેની ચૂંટણીના સોગંદનામામાં તેના જન્મસ્થળ અને જન્મ તારીખની ખોટી વિગત આપી છે.

  આ મામલે બીજેપી નેતા સમીરા પૈક્રા તરફથી ફરિયાદ કરવામાં આવી હતી. સમીરાએ વર્ષ 2013માં છત્તીસગઢની મારવાહી બેઠક પરથી અમિત જોગી સામે ચૂંટણી લડી હતી.

  આ પણ વાંચો : તપાસ સમિતિએ છત્તીસગઢના પૂર્વ CM અજીત જોગીને આદિવાસી ન માન્યા, MLA પદ ગુમાવી શકે

  આ મામલે બીજેપી નેતા સમીરાએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી કે અમિત જોગીએ પોતાના ચૂંટણી સોગંદનામામાં પોતાની જાતિ અને જન્મ તારીખ વિશે ખોટી વિગતો લખી છે. ગયા અઠવાડિયા કોર્ટે આ મામલે થયેલી અરજીને ફગાવી દેતા જણાવ્યું હતું કે વિધાનસભાની મુદત પૂર્ણ થઈ ગઈ છે. જે બાદમાં આ મામલે બીજેપી નેતાએ નવી ફરિયાદ આપી હતી.

  આ પણ વાંચો : છત્તીસગઢમાં કોંગ્રેસ સરકારે OBC માટે અનામતનો ક્વૉટા ડબલ કરી દીધો

  બીજેપી નેતાએ દાવો કર્યો છે કે અમિત જોગીએ જાણીજોઈને પોતાના સોગંદનામામાં ખોટી વિગતો રજુ કરી છે. સોગંદનામા પ્રમાણે જોગીનો જન્મ 1978માં છત્તીસગઢના સરબેહના ગૌરેલા ગામ ખાતે થયો છે, પરંતુ હકીકત એવી છે કે તેમનો જન્મ 1977માં ટેક્સાસ ખાતે થયો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: