Pakistan News: પાકિસ્તાનના સાંસદે તલાકના દિવસે જ કર્યા ત્રીજા લગ્ન, 49 વર્ષના સાંસદે 18 વર્ષની યુવતીને બનાવી દૂલ્હન
Pakistan News: પાકિસ્તાનના સાંસદે તલાકના દિવસે જ કર્યા ત્રીજા લગ્ન, 49 વર્ષના સાંસદે 18 વર્ષની યુવતીને બનાવી દૂલ્હન
પીટીઆઈના (PTI)સાંસદ અને લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ ડો. આમિર લિયાકત હુસૈને (Amir Liaquat Hussain)ત્રીજી વખત લગ્ન કર્યા
Amir Liaquat Hussain third marriage - આ લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે, બુધવારે જ આમિરના તેની બીજી પત્ની સાથે તલાક થયા, આ જ દિવસે ત્રીજા લગ્ન કર્યા
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની (Pakistan)સત્તાધારી પાર્ટી પીટીઆઈના (PTI)સાંસદ અને લોકપ્રિય ટેલિવિઝન હોસ્ટ ડો. આમિર લિયાકત હુસૈને (Amir Liaquat Hussain)ત્રીજી વખત લગ્ન કર્યા છે. 49 વર્ષીય સાંસદે 18 વર્ષની સઇદા દાનિયા શાહ સાથે ત્રીજા લગ્ન (amir liaquat hussain marriage)કર્યા છે. આ લગ્ન પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બન્યા છે. બન્નેના લગ્ન બુધવારે થયા જેની જાણકારી આમિર લિયાકત હુસૈને ઇંસ્ટાગ્રામ (Instagram)પોસ્ટ દ્વારા આપી હતી. બુધવારે જ આમિરના તેની બીજી પત્ની સાથે તલાક થયા છે.
ડો. આમિર લિયાકત હુસૈને ઇંસ્ટાગ્રામ પર લગ્નની તસવીર શેર કરતા લખ્યું કે ગત રાત્રે 18 વર્ષની સઇદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યા છે. તે દક્ષિણ પંજાબના લોધરણથી એક સન્માનિત સાદાત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.
લિયાકતે આગળ લખ્યું કે સઇદા દાનિયા ઘણી પ્યારી, સુંદર, સિંપલ અને ડાર્લિંગ છે. હું પોતાના બધા શુભચિંતકોને નિવેદન કરીશ કે તે અમારા માટે દુઆ કરે. મેં હાલમાં જ જિંદગીના ખરાબ સમયને પાછળ રાખ્યો છે. તે ઘણો ખરાબ નિર્ણય હતો. 2021માં આમિરે પોતાના લગ્નને લઇને દાવો કર્યો હતો કે તેની ફક્ત એક જ પત્ની છે ટૂબા.
બીજી પત્નીએ આપી તલાકની જાણકારી
બુધવારે આમિરની બીજી પત્ની અભિનેત્રી ટૂબા આમિરે ઇંસ્ટાગ્રામ દ્વારા આમિર સાથે તલાકની જાહેરાત કરી હતી. પોતાની પોસ્ટમાં અભિનેત્રીએ ખુલાસો કર્યો કે બન્ને ગત 14 મહિનાથી અલગ રહી રહ્યા છે. આ એ વાતની સાબિતી છે કે અમે બન્ને સાથે રહી શકીએ નહીં. મારી પાસે કોર્ટ જઈને તલાક લેવા સિવાય કોઇ વિકલ્પ ન હતો.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ કર્યા છે ત્રણ લગ્ન
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ફોન કરીને લિયાકત અલીને ત્રીજા લગ્નના અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન પોતે પણ ત્રણ લગ્ન કરી ચૂક્યા છે. ઇમરાન ખાનની ત્રીજી પત્નીનું નામ બુશબા બેગમ છે. ઇમરાને ત્રીજા લગ્ન પોતાના આધ્યાત્મિક ગુરુ બુશરા બેગમ સાથે કર્યા છે. બીજા તલાકના થોડાક મહિનામાં જ બુશરા સાથે ઇમરાનની અફેર ઉડવા લાગી હતી. શરૂમાં ઇમરાને અને તેની પાર્ટી બન્નેએ આ સંબંધોને ફગાવી દીધા હતા. જોકે બાદમાં આ વાત સાચી સાબિત થઇ હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર