Home /News /national-international /

Russia-Ukraine Conflict: રશિયા-યુક્રેન તણાવ વચ્ચે ચીને રમ્યો મોટો દાવ, જાણો શું છે તેની ચાલ

Russia-Ukraine Conflict: રશિયા-યુક્રેન તણાવ વચ્ચે ચીને રમ્યો મોટો દાવ, જાણો શું છે તેની ચાલ

રશિયાના પ્રમુખ પુતિન અને ચીનના જિનપિંગ. (ફાઇલ ફોટો)

વિશ્વભરના દેશોની નજર રશિયા-યુક્રેન સંઘર્ષ (Russia-Ukraine Conflict) પર છે. એક તરફ વિશ્વની મહાસત્તાઓએ રશિયાને પીછેહઠ કરવાનું કહ્યું છે ત્યારે ચીન રશિયા (China-Rassia)ને સમર્થન આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

  વિશ્વભરના દેશોની નજર રશિયા-યુક્રેન સંઘર્ષ (Russia-Ukraine Conflict) પર છે. એક તરફ વિશ્વની મહાસત્તાઓએ રશિયાને પીછેહઠ કરવાનું કહ્યું છે ત્યારે ચીન રશિયા (China-Rassia)ને સમર્થન આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ અમેરિકા (America)એ રશિયાને સ્પષ્ટ કહ્યું હતું કે જો તે યુક્રેન (Ukraine) પર હુમલો કરશે તો તેના પરિણામો ભયંકર આવશે. આ બધા વચ્ચે ચીન રશિયાની નજીક વધી રહ્યું છે. તેનું પગલું એશિયા ખંડમાં તેની વિસ્તરણવાદી નીતિને આગળ ધપાવવાનું છે. ખરેખરમાં આ બંને દેશો બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થયા છે. જ્યાં પશ્ચિમી દેશોના નેતાઓએ આ સમારોહથી પોતાને દૂર રાખ્યા હતા તેનાથી વિપરીત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતે ત્યાં પહોંચ્યા હતા. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી-જિનપિંગ સાથે ચર્ચા કરી અને ત્યારબાદ બંનેનું સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું. જેમાં તેમણે બંનેના મામલામાં અમેરિકાને હસ્તક્ષેપ કરવા માટે ચેતવણી આપી હતી. બંને દેશોએ નાટોના વિસ્તરણના પ્રયાસોનો પણ વિરોધ કર્યો છે.

  યુક્રેનમાં રશિયાનું વલણ આક્રમક જરૂર રહ્યું છે, પરંતુ તે વિશ્વની મહાસત્તાઓ અમેરિકા, જર્મની અને યુરોપિયન દેશો સાથે સીધો મુકાબલો કરવાનું ટાળવા માંગે છે. આવી સ્થિતિમાં જો તેને ચીનનો સહયોગ મળશે તો તે રશિયાની શક્તિમાં વધારો કરશે. જો પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધોની જાહેરાત કરે છે તો તે ચીનની મદદ લઈ શકે છે. આવા સંજોગોમાં ચીન પોતાનો મતલબ નીકાળવાના પ્રયાસો કરવાની તૈયારી કરી રહ્યું છે. તે એશિયામાં તેની આક્રમક વિસ્તરણ નીતિમાં રશિયાની મદદ ઈચ્છે છે. અહીં તે તાઈવાન પર પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે.

  આ પણ વાંચો- દેશના મહાનગરોમાં કોરોનાની ત્રીજી લહેરનો ડર ખતમ, ટોચના વૈજ્ઞાનિકે આગામી મહિનાઓ વિશે કહી આ વાત

  બંનેની વિસ્તરણવાદી નીતિ નજીક લાવી

  ચીન અને રશિયા બંનેના વિસ્તરણવાદી ઈરાદા છે અને તેથી જ તેઓ નજીક આવ્યા છે. બંને દેશોના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પુતિનની નીતિમાં સમાનતા સ્પષ્ટ છે. રશિયા યુક્રેન પર નજર રાખી રહ્યું છે ત્યારે ચીને તાઈવાન અને દક્ષિણ ચીન સાગર સહિત અન્ય વિસ્તારો પર કબજો કરવાની તૈયારી કરી લીધી છે. દુનિયામાં આ બે જ દેશ છે જે ગેરકાયદેસર કબજા માટે આટલી હદે પહોંચી ગયા છે.

  પરસ્પર સહકાર માટે મંજૂરી

  રશિયા અને ચીન પણ પરસ્પર સહયોગની સમાન આશા રાખે છે. જ્યાં રશિયા પાસે પેટ્રોલિયમ, ગેસ અને કોલસાનો વિશાળ ભંડાર છે. તો ટેક્નોલોજી અને ઉત્પાદનના મામલે ચીન સૌથી આગળ રહ્યું છે. આવી સ્થિતિમાં રશિયા ચીનની મદદ લઈ શકે છે. હાલમાં ચીન રશિયા પાસેથી બહુ ઓછું ઇંધણ ખરીદે છે. રશિયા ઇચ્છે છે કે ચીન ઇંધણની આયાતમાં વધારો કરે. હવે લાગે છે કે બંનેની મિત્રતા આ દિશામાં મોટું પગલું ભરશે. ચીનને ઊર્જાના સંદર્ભમાં વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઘણો ખર્ચ કરવો પડે છે, તેથી જો તેને રશિયા પાસેથી ઇંધણ મળે તો તે ઘણી બચત કરી શકે છે.

  આ પણ વાંચો- રાજ્યમાં કોરોનાવાયરસના નવા કેસ 900ની નીચે પહોંચી ગયા, આજે 13 દર્દીનાં મોત

  બંને અમેરિકાને ટક્કર આપવા મક્કમ છે

  રશિયા અને ચીન માટે અમેરિકા એક મોટું પરિબળ રહ્યું છે. આ બંને અમેરિકાને ટક્કર આપવા માંગે છે. અમેરિકામાં બાઇડેન પ્રમુખ બન્યા કે તરત જ ચીન અને રશિયા બંનેની ચિંતા વધી ગઈ. અમેરિકા હંમેશા એશિયામાં ચીનના વધતા પ્રભાવની વિરુદ્ધ રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ભારત સાથે અનેક પ્રોજેક્ટ્સમાં અનેક સ્તરે સહયોગ વધાર્યો છે. અહીં ભારત પણ ચીનને પાઠ ભણાવવા માંગે છે. તેની પરિપક્વતા સરહદ વિવાદને લઈને ભારતના વલણ પરથી સમજી શકાય છે. ભારતે સંકેત આપ્યો છે કે તે ચીનના પ્રભાવથી ડરવાનું નથી.
  Published by:rakesh parmar
  First published:

  Tags: China India, India Russia, Ukraine

  આગામી સમાચાર