કચ્છ બોર્ડર નજીક આ શહેરમાં હિન્દુ ઘરો, મંદિરો પર લહેરાઈ રહ્યા છે પાકિસ્તાની ઝંડા

થારપારકરની કુલ આબાદી લગભગ 17 લાખ છે, જેમાંથી 41 ટકાથી વધારે લોકો હિન્દુ છે

ગુજરાતના થાર રેગિસ્તાનના પેલે પાર વસેલુ આ શહેર ખુબ પછાત વિસ્તાર છે. યૂએનના રિપોર્ટમાં કહેવામાં આવેલું છે કે, થારપારકરની 87 ટકા આબાદી ખુબ ગરીબીની પરિસ્થિતિમાં જીવે છે

 • Share this:
  ગુજરાતથી નજીકની બોર્ડર પર કેટલાક મકાનો પર પાકિસ્તાની ઝંડા લહેરાઈ રહ્યાનો નજારો જોવા મળે છે. મકાન જ નહીં, મંદિરોના શિખર પર પણ દેવી દેવતાના ઝંડાની સાથે પાકિસ્તાની ઝંડા દેખાઈ આવે છે. અસલમાં, ભારતના ગુજરાત રાજ્યમાં પાકિસ્તાનની કચ્છ પાસેની જે બોર્ડર છે. ત્યાં પાકિસ્તાની વિસ્તારમાં મોટી સંખ્યામાં હિન્દુ રહે છે. થારપારકર જીલ્લો પાકિસ્તાનના સિંઘ વિસ્તારનો તે જીલ્લો છે, જ્યાં લાખોની સંખ્યામાં હિન્દુ રહે છે. તો જોઈએ અહીં હિન્દૂ ઘર અને મંદિરો પર કેમ પાકિસ્તાની ઝંડો લહેરાવવામાં આવે છે.

  સિંઘ પ્રાંતના સૌથી પછાત જીલ્લા તરીકે જાણીતો થારપારકરની કુલ આબાદી લગભગ 17 લાખ છે, જેમાંથી 41 ટકાથી વધારે લોકો હિન્દુ છે. આ આંકડો 2017ની જનગણના છે, પરંતુ બીબીસીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે, પાકિસ્તાનના આ જીલ્લામાં હિન્દુઓની સંખ્યા મુસલમાનો કરતા વધારે છે. આ રિપોર્ટમાં નોંધાયું છે કે, હાલમાં ગુજરાતની બોર્ડર પરથી સ્પષ્ટ દેખાય છે કે, આ જીલ્લાની સીમામાં એક મંદિરની છત પર પાકિસ્તાની ઝંડો લહેરાઈ રહ્યો છે.

  હિન્દુ ઘરો પર પાકિસ્તાની ઝંડો લહેરાવવાનું કારણ
  થારપારકરના હિન્દુઓના ઘર, ગાડીયો અને કેટલાક મંદિરો પર આ સમયમાં પાકિસ્તાની ઝંડો લહેરાવવાનું કારણ કાશ્મીરને લઈ બનેલી હાલની પરિસ્થિતિ છે. ભારતે જમ્મુ-કાશ્મીર રાજ્યના પુનર્ગઠનનો જે નિર્ણય લીધો છે, તેને લઈ પાકિસ્તાનમાં ઘણો ગુસ્સો છે. પાકિસ્તાની મીડિયા સમૂહ ટ્રિબ્યૂનના રિપોર્ટને સાચો માનીએ તો, પાકિસ્તાનના સિંઘ પ્રદેશમાં આ નિર્ણયને લઈ જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો અને લોકો તથા સ્થાનિક નેતાઓએ મળી ભારતના ઝંડા, નક્સા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ પૂતળુ સળગાવવામાં આવ્યું.  આ રિપોર્ટ અનુસાર, આ નિર્ણય બાદ કાળા દિવસ તરીકે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનમાં પાકિસ્તાનના હિન્દુ સમુદાયે પણ પાકિસ્તાન તરફ પોતાની વફાદારી જાહેર કરતા ભારતના આ નિર્ણયને ખોટો ગણાવ્યો. એવુ પણ કહેવામાં આવ્યું કે, પાકિસ્તાનના હિન્દૂ પૂરી રીતે પાકિસ્તાની સેના અને કાશ્મીરના લોકોની ભાવના સાથે છે. આ ઘટનાક્રમને લઈ પાકિસ્તાનના હિન્દુ વસ્તી ધરાવતા સિંઘ પ્રદેશમાં ઠેર-ઠેર પાકિસ્તાની ઝંડા લહેરાતા દેખાઈ રહ્યા છે.

  આ પહેલા પણ શું લહેરાવવામાં આવ્યા હતા ઝંડા?
  પાકિસ્તાનના હિન્દુ પોતાના દેશ પ્રત્યે સમર્થન અને ભક્તિ બતાવવા માટે હાલમાં પોતાના ઘર અને ગાડીઓ પર દેશનો ઝંડો લગાવી રહ્યા છે, પરંતુ આ વર્ષમાં પહેલા પણ આવુ બન્યું હતું. જ્યારે ફેબ્રુઆરીમાં પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ પર એરસ્ટ્રાઈક કરી હતી, ત્યારે પણ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. તે સમયે પણ આ રીતે ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.  આ પણ જાણો કે કેવુ છે થારપારકર?
  અસલમાં, ગુજરાતના થાર રેગિસ્તાનના પેલે પાર વસેલુ આ શહેર ખુબ પછાત વિસ્તાર છે. યૂએનના રિપોર્ટમાં કહેવામાં આવેલું છે કે, થારપારકરની 87 ટકા આબાદી ખુબ ગરીબીની પરિસ્થિતિમાં જીવે છે. ટ્રિબ્યૂન અનુસાર, પાકિસ્તાનમાં લગભગ 80 લાખ હિન્દુ રહે છે, જેમાંનો એક મોટો હિસ્સો આ જીલ્લામાં છે. આ તમામ આંકડા બાદ એ પણ રસપ્રદ છે કે, કેટલાએ દશકથી આ જીલ્લામાં કોઈ મોટો સાંપ્રદાયિક દંગા કે રમખાણ નથી થયા.

  ઉલ્લેખનીય છે કે, થારપારકર જીલ્લાના સૌથી મોટા ચાર રસ્તાનું નામ કાશ્મીર ચોક છે. આ કાશ્મીર ચોક પર હંમેશા મોટા પ્રદર્શન થતા રહે છે. આ જીલ્લામાં હિન્દુના કેટલાએ મંદિરો છે.
  Published by:kiran mehta
  First published: