ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીએ કોરોનાનો સામનો કરવા શું કર્યા ઉપાય? સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ

ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીએ કોરોનાનો સામનો કરવા શું કર્યા ઉપાય? સુપ્રીમ કોર્ટે માંગ્યો રિપોર્ટ
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-19ના કેસો વધુ હોવા છતાંય લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-19ના કેસો વધુ હોવા છતાંય લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Covid-19 Cases in India)ના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર થઈ ચૂકી છે. આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોરોનાના રોજરોજ નોંધાતા કેસોમાં વધારો થયો છે. તેની સાથે જ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી છે. કોરોનાના કારણે થયેલા મોતમાં મૃતદેહોના પૂરા સન્માનની સાથે અંતિમ સંસ્કાર કરવામાં મામલે આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનાવણી થઈ. કોર્ટે આ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારને કોરોના વધતા કેસ પર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે. હવે આ મામલામાં શુક્રવારે સુનાવણી થશે.

    સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું કે કોવિડ-19ના કેસો વધુ હોવા છતાંય લગ્ન અને મેળાવડાઓને મંજૂરી કેમ આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સૌથી ખરાબ છે.



    આ પણ વાંચો, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 91 લાખને પાર, કુલ મૃત્યુઆંક 1,33,738એ પહોંચ્યો

    જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું કે, દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોમાં સ્થિતિ ખરાબ થઈ છે. અમે જાણવા માંગીએ છીએ કે સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે શું વ્યવસ્થા કરી છે, તેની પર વિસ્તારથી એફીડેવીટ આપવામાં આવે. તેની પર દિલ્હી સરકારના વકીલે કહ્યું કે અમે તમામ નિર્દેશોનું પાલન કર્યું છે. કોર્ટે કહ્યું કે, પરંતુ હાલની સ્થિતિ પર તમે શું કહેશો. તમે આ મુદ્દા પર સ્પષ્ટ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરો. સુપ્રીમ કોર્ટે દિલ્હી ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર અને ગુજરાત સરકારને પણ સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.

    આ પણ વાંચો, સારા સમાચાર! ભારતને ફેબ્રુઆરી સુધીમાં મળી શકે છે કોરોના વેક્સીનની પહેલી ખેપ

    બીજી તરફ, સોલિસિટર જનરલે કહ્યું કે, આ કેન્દ્ર અને દિલ્હી વચ્ચેનો મામલો નથી. 15 નવેમ્બરે ગૃહ મંત્રી અમિત શાહે કેટલાક નિર્દેશ અને પગલાં ભર્યા છે, પરંતુ દિલ્હી સરકારને વધુ કામ કરવાની જરૂર છે.

    ગુજરાતના 4 મોટો શહેરોમાં રાત્રી કર્ફ્યૂ

    નોંધનીય છે કે, કોરોના સંક્રમણના વધતા ખતરાને જોતાં ગુજરાતના 4 મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો અમલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ (Ahmedabad), રાજકોટ (Rajkot), સુરત (Surat) અને વડોદરા (Vadodara)માં સોમવાર રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ (Night Curfew) લાગુ કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ રવિવારે હાઇ લેવલ બેઠક કરી હતી. આ બેઠક બાદ રાત્રી કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. મુખ્યમંત્રીએ એક વીડિયો સંદેશ જાહેર કરીને રાજ્યની જનતાને રાત્રી કર્ફ્યૂ અને કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરવાની અપીલ કરી છે.
    Published by:Mrunal Bhojak
    First published:November 23, 2020, 13:13 pm

    ટૉપ ન્યૂઝ