મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ બોલાવી મહાવિકાસ અઘાડીની બેઠક, રાહુલ ગાંધી સાથે પણ કરી વાત

News18 Gujarati
Updated: May 27, 2020, 2:32 PM IST
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ બોલાવી મહાવિકાસ અઘાડીની બેઠક, રાહુલ ગાંધી સાથે પણ કરી વાત
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે આદિત્ય ઠાકરે (વચ્ચે) અને સંજય રાઉત (જમણે)ની ફાઇલ તસવીર

કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં ફરી એકવાર રાજકીય ચહલ-પહલ તેજ થઈ ગઈ છે

  • Share this:
મુંબઈઃ કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra)માં ફરી એકવાર રાજકીય ચહલ-પહલ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આજે મહા વિકાસ અઘાડીના સહયોગીઓની બેઠક બોલાવી છે. આ દરમિયાન અહેવાલ છે કે ઉદ્ધવ ઠાકરેએ રાજકીય હલચલને લઈને કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે ફોન પર વાત કરી. મંગળવારે રાહુલે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ નિર્ણાયક ભૂમિકામાં નથી, ત્યારબાદથી અનેક અટકળો ચાલી રહી હતી. જોકે, આજે રાહુલે આશ્વસ્ત કર્યા છે કે કોરોનાના સંકટકાળમાં કૉંગ્રેસ રાજ્ય સરકારની સાથે છે.

મૂળે, વિપક્ષે મહારાષ્ટ્ર સરકાર પર કોરોનાનો સામનો કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો છે, ત્યારબાદથી રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ રાજ્યપાલ બી.એસ. કોશ્યારી સાથે મુલાકાત કરી રાષ્ર્ેપતિ શાસનની માંગ કરી છે. એવામાં ગઠબંધનના સહયોગીઓ સાથે વાતચીત કરવા માટે મુખ્યમંત્રી ઠાકરેએ આ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં ગઠબંધનની ત્રણેય પાર્ટીઓ શિવસેના, એનસીપી અને કૉંગ્રેસના મોટા નેતા સામેલ થઈ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરે માતોશ્રીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકને સંબોધિત કરી રહ્યા છે. બાકી મંત્રી અને ગઠબંધનના સહયોગી મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાન વર્ષાથી વીસી દ્વારા જોડાયા છે. એનસીપીગી અજિત પવાર અને જયંત પાટિલ પણ બેઠકમાં સામેલ થવા પહોંચ્યા છે. શિવસેનાથી સુભાષ દેસાઈ, એકનાથ શિંદે પણ બેઠકમાં હાજર છે. બીજી તરફ, કૉંગ્રેસ તરફથી બાલાસાહેબ થોરાટ આ બેઠકમાં સામેલ થયા છે.

આ પણ વાંચો, ભારતના બોર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ચીનના પેટમાં તેલ રેડાયું, લદાખમાં ઘર્ષણનું આ છે કારણ!

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલના સમાચારોને વેગ ત્યારે મળ્યું જ્યારે શરદ પવારે 25 મેની સવારે રાજ્યપાલ કોશ્યારી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેઓ મોડી રાત્રે મુખ્યમંત્રી ઠાકરે સાથે પણ મુલાકાત કરી. પવાર અને કોશ્યારીની વચ્ચે આ બેઠકનો સમય મહત્વનો માનવામાં આવી રહ્યો હતો, કારણ કે મુલાકાત શિવસેના અને રાજ ભવનની વચ્ચે ચાલી રહેલા ગતિરોધના સમાચાર બાદ થઈ હતી.

આ પણ વાંચો, લૉકડાઉનમાં રામગોપાલ વર્માએ તૈયારી કરી ફિલ્મ ‘કોરોના વાયરસ’, ટ્રેલર રિલીઝ
First published: May 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading