રાફેલ વિવાદની વચ્ચે ગોવામાં મનોહર પારિકરને મળ્યા રાહુલ ગાંધી

News18 Gujarati
Updated: January 29, 2019, 2:25 PM IST
રાફેલ વિવાદની વચ્ચે ગોવામાં મનોહર પારિકરને મળ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસે 2 જાન્યુઆરીએ એક ઓડિયો જાહેર કર્યો હતો જેમાં ગોવા સરકારના મંત્રી વિશ્વજીત રાણેનો અવાજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો

  • Share this:
રાફેલ વિવાદ સાથે જોડાયેલી એક ઓડિયો ટેપ પર ચાલી રહેલા વિવાદની વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર સાથે મુલાકાત કરી. સૂત્રોનો દાવો છે કે આ મુલાકાતમાં રાહુલ ગાંધીએ રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવ્યો. બીજી તરફ, ગોવા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે રાહુલ અંગત પ્રવાસ પર છે અને પારિકરના તબિયતના ખબર-અંતર પૂછવા પહોંચ્યા હતા.

મનોહર પારિકર સાથે મુલાકાતને વ્યક્તિગત મીટિંગ કહેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે, આજે સવારે મેં ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકર સાથે મુલાકાત કરી. મેં તેમના જલદી સ્વસ્થ થવાની કામના કરી. આ એક અંગત મુલાકાત હતી.

કોંગ્રેસ અધ્યક્ષે આગળ લખ્યું કે આજે તેઓ કોચ્ચિમાં કેરળની બૂથ કમિટીના સભ્યોને સંબોધિત કરવાના છે. તેઓએ લખ્યું કે તેમની જનસભાને તેમના ઓફિશિયલ ફેસબુક પેજ પર લાઇવ પ્રસારણ થશે.


 એક દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે ગોવાના અકે મંત્રીની કથિત વાતચીતવાળી ઓડિયો ટેપ સામે આવ્યા 30 દિવસ બાદ પણ કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી. તેઓએ લખ્યું કે, રાફેલ પર ઓડિયો ટેપ રિલીજ થવાના 30 દિવસ બાદ પણ કોઈ ફરિયાદ નોંધવામાં નથી આીવ કે તપાસના આદેશ નથી અપાયા. મંત્રીની વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી.

કોંગ્રેસ અધ્યક્ષે આગળ લખ્યું કે, એ નક્કી છે કે ટેપ અસલી છે અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરની પાસે રાફેલ પર વિસ્ફોટક ખાનગી માહિતીઓ છે જે વડાપ્રધાનની સામે તેમને તાકાતવાન બનાવે છે.

આ પણ વાંચો, રજાઓ માણવા ગોવા પહોંચ્યા રાહુલ અને સોનિયા ગાંધી, પડાવી સેલ્ફી

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે 2 જાન્યુઆરીએ એક ઓડિયો જાહેર કર્યો હતો જેમાં ગોવા સરકારના મંત્રી વિશ્વજીત રાણેનો અવાજ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તેમાં રાણે કથિત રીતે એવું કહેતા સાંભળવા મળે છે કે મુખ્યમંત્રીએ (પારિકર) કેબિનેટની બેઠકમાં કહ્યું કે મારા બેડરૂમમાં રાફેલ મામલાની તમામ જાણકારીઓ છે. બાદમાં રાણેએ ઓડિયો ટેપ નકલી કરાર કરતાં કહ્યું હતું કે આ ટેપની સાથે ચેડાં કરવામાં આવ્યા છે.
First published: January 29, 2019, 1:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading