અલગ ખાલિસ્તાનની માંગને લઈ લંડનમાં અલગાવવાદીઓની રેલી, ભારત નારાજ

News18 Gujarati
Updated: August 12, 2018, 10:00 AM IST
અલગ ખાલિસ્તાનની માંગને લઈ લંડનમાં અલગાવવાદીઓની રેલી, ભારત નારાજ
અલગ ખાલિસ્તાનની માંગને લઈ લંડનમાં અલગાવવાદીઓની રેલીથી ભારત નારાજ

ભારત સરકારે લંડનમાં પ્રદર્શન કરી રહેલા આ લોકોને અલગાવવાદી જાહેર કર્યા છે.

  • Share this:
પંજાબને ભારતથી અલગ કરી ખાલિસ્તાન બનાવવાની માંગને લઈ શિખ સમુદાય સાથે જોડાયેલો અલગાવવાદી સમૂહ રવિવારે લંડનમાં મોટા સ્તરે એક રેલી કરવા જઈ રહ્યો છે. આ લોકોએ લંડનના ટ્રાફલગર સ્કાયર પર રાઈટ ટૂ સેલ્ફ-ડિટેરમિનેશનનો અવાજ બુલંદ કરવા માટે આ રેલી બોલાવી છે. આ હેઠળ આઝાદ પંજાબ માટે આ લોકો રેફરેંડમ 2020 અટલે કે જનમત સંગ્રહની માંગ કરી રહ્યા છે. જ્યારે આ રેલીના વિરોધમાં ભારતીય અધિકારીઓએ વી સ્ટેન્ડ વિદ ઈન્ડીયાના બેનર હેઠળ સ્વતંત્રતા દિવસ સમારોહ મનાવવાની જાહેરાત કરી છે.

રેફરેંડમ 2020ને લઈ ઈંગ્લેન્ડમાં રવિવારે પ્રસ્તાવિત કટ્ટરપંથીઓના પ્રદર્શનને દેખતા પંજાબ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પોલીસનું કહેવું છે કે, પંજાબમાં આની કોઈ અસર નથી, પરંતુ સાવચેતીના પગલે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

શિખ ફોર જસ્ટિસના કાયદા સલાહકાર ગુરપતવંત સિંહ પન્નમનું કહેવું છે કે, આ રેલીનો ઈરાદો લંડન ડિક્લેરેશનને યૂએનમાં રાખવાનો છે. સાથે તેમના સભ્ય દેશોને એ બતાવવાનું છે કે, પંજાબની સ્વતંત્રતા સ્થિતિ જે પહેલા અસ્તિત્વમાં હતી, તેને ફરીથી સ્થાપિત કરવી જોઈએ.

એસજેએફ પ્રમાણે, આ રેલીમાં સામેલ થવા માટે શિખ સમુદાયના લોકો દુનિયાભરમાંથી લંડન પહોંચી રહ્યા છે. ખાસકરીને બ્રિટનના શિખ મોટી સંખ્યામાં રેલીમાં સામેલ થવા માટે પહોંચી રહ્યા છે. ભારત સરકારે આ રેલીનો સખત વિરોધ કર્યો છે. સરકારે લંડનમાં પ્રદર્શન કરી રહેલા આ લોકોને અલગાવવાદી જાહેર કર્યા છે.

આ બાજુ આ રેલી બ્રિટનમાં ભારતીય અધિકારીઓ માટે માથાનો દુખાવો બની છે. કેટલાક શીખ ખાલિસ્તાની સંગઠનોએ પણ આના પર શક જાહેર કરી આ રેલીથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા પર કેટલાએ શિખ સમુદાયના લોકો આ રેલીનો વિરોધ કરીને શિખ અને ભારતીય લોકો વિરુદ્ધ તણાવ વધારવાનો આરોપ લગાવી રહ્યા છે.

બંને ગ્રુપ તરફથી હજારો લોકોના ટ્રેફલગર સ્કાયર પહોંચવાની આશા રાખવામાં આવી રહી છે, કારણ કે, બ્રિટને કહ્યું છે કે, તે કોઈ પણ ગ્રુપને શાંતીપૂર્વક પ્રદર્શન કરવાથી નહી્ં રોકે.એવામાં ભારતના વિદેશ મંત્રાલયે ગુરૂવારે એક નિવેદન જાહેર કરી બ્રિટનના આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે, અમે કહ્યું છે કે, આ રેલીનો ઈરાદો હિંસા, અલગાવવાદ અને નફરત ફેલાવવાનો છે. અમે આશા રાખીએ છીએ કે, તે જ્યારે આવા મામલા પર નિર્ણય કરે, તો સંબંધોના વ્યાપક પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે ગુરૂવારે મીડિયા બ્રિફિંગમાં કહ્યું કે, અમે પસંદગીના મિશનોને લંડનના આયોજનના સંદર્ભમાં ઘટનાક્રમ પર દેખરેખ રાખવા માટે કહ્યું છે.
First published: August 12, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading