દેશમાં 'કેશનો કકળાટ', કર્ણાટકમાં ચૂંટણી પહેલા જપ્ત થયા રૂ. 34 કરોડ

Kaushal Pancholi
Updated: April 20, 2018, 11:50 AM IST
દેશમાં 'કેશનો કકળાટ', કર્ણાટકમાં ચૂંટણી પહેલા જપ્ત થયા રૂ. 34 કરોડ

  • Share this:
તમે વિચારી રહ્યાં છો કે ડિમોનેટાઇઝેશન પછી ચૂંટણીમાં રોકડની અછત થઇ જશે તો તમે ખોટા પડશો. કર્ણાટક ચૂંટણીમાં અત્યારે ઢગલો રોકડ વહેંચવામાં આવી રહી છે. થોડા દિવસોથી દેશના ઘણાં રાજ્યોમાં કેશનો કકળાટ છે પરંતુ કર્ણાટકના નેતાઓ પાસે રોકડની ભરમાર છે.

વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા 20 દિવસ પહેલા કર્ણાટકમાં આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવ્યાં છે. પરંતુ આ દરમિયાન રાજ્યના અલગ અલગ ભાગમાં ઘણું કેશ જપ્ત કરવામાં આવ્યું છે. આપણે આ આંકડા પર નજર નાખીએ તો વર્ષ 2013ના વિધનસભા અને 2014માં લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતા દરમિયાન જેટલું કેશ જપ્ત કરાયું હતું તેનાથી બેગણી કેશ આ વખતે જપ્ત કરાઇ છે.

કર્ણાટકમાં ગત 20 દિવસોમાં 34 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે જ્યારે 2013માં આખા મોડલ કોડ ઓફ કંડક્ટ દરમિયાન માત્ર 14 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન 28 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ઉપરાંત આ વખતે 19 કરોડ રૂપિયાથી વધારેની ભેટો પણ જપ્ત કરવામાં આવી છે. જેમાં સાડી, લેપટોપ, ઘરનો સામાન જેમકે હેલમેટ અને કુકર પણ સામેલ છે. 2013માં આ આંકડા શૂન્ય હતો અને 2014માં માત્ર 6.7 કરોડ રૂપિયાનો હતો.

ચૂંટણી અધિકારીઓ પ્રમાણે આ વખતે અત્યાર સુધી મોટા પ્રમાણમાં કેશ, દારૂ, ગિફ્ટ અને સોનું ઝડપવામાં આવ્યું છે. રાજ્યના નેતાઓએ દરેક રેકોર્ડ તોડી દીધા છે. એટલું જ નહીં 2014ના પ્રમાણમાં આ વખતે ત્રણ ગણુ વધારે રોકડ નોંધાયું છે.

ચૂંટણી અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2013માં 50 દિવસોના મોડલ કોડ ઓફ કંડક્ટ દરમિયાન 67000 લીટરથી વધારે દારૂ જપ્ત કરાયો છે. 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન 72 દિવસોમાં લગભગ 44000 લીટર દારૂ પોલીસે પકડ્યો છે. આ દારૂ મતદાતાઓને લાંચમાં આપવામાં આવવાનો હતો.કર્ણાટકમાં એક તબક્કામાં ચૂટણી 12 મેના રોજ થવાની છે. કર્ણાટક ચૂટણી બીજેપી અને કોંગ્રેસ બંન્ને માટે મહત્વની માનવામાં આવી રહી છે.

(ન્યૂઝ 18 હિન્દીમાં દીપા બાલાકૃષ્ણનના લેખનું ભાષાંતર)
First published: April 20, 2018, 11:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading