શિવસેનાનો BJP પર પ્રહાર, 'સૌથી પહેલા અમે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો'

News18 Gujarati
Updated: November 19, 2019, 9:47 AM IST
શિવસેનાનો BJP પર પ્રહાર, 'સૌથી પહેલા અમે હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો'
મહારાષ્ટ્રમાં સરકાર રચવા મામલે ખેંચતાણ ચાલી રહી છે. (ફાઇલ તસવીર)

જ્યારે બીજેપીની બાજુમાં પણ કોઈ ઊભું નહોતું રહેતું ત્યારે અમે તેમનો હાથ ઝાલ્યો : શિવસેના

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિવસેના (Shiv Sena) વચ્ચે ખેંચતાણ વધતી જઈ રહી છે. એનડીએ સાથેના તમામ સંબંધો ખતમ કરવાના સમાચારની વચ્ચે શિવસેનાએ બીજેપી પર ફરી એકવાર હુમલો કર્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર (Mouthpiece) સામના (Saamna)માં મંગળવારના સંપાદકીયમાં હિન્દુત્વ વિશે બીજેપી પર નિશાન સાધ્યું. સામનામાં લખ્યું કે, શિવસેના ત્યારથી હિન્દુત્વનું સમર્થન કરી રહી છે, જ્યારે કોઈ પાર્ટીએ આ મુદ્દાને ઉઠાવ્યો પણ નહોતો. શિવસેના ત્યારથી હિન્દુત્વને મજબૂત કરવાનું કામ કરી રહી છે, જ્યારે તમારામાંથી મોટાભાગના લોકોને જન્મ પણ નહોતો થયો.

એનડીએથી અલગ થવાને લઈ શિવસેનાએ પોતાના સંપાદકીયમાં લખ્યું કે, જો આપને લાગે છે કે શિવસેના એનડીએની વિરુદ્ધ થઈ ગયું છે તો તમે તેને એનડીએની બેઠકોમાં કેમ નથી ઉઠાવતા? શું જમ્મુ-કાશ્મીરમાં મહેબૂબા મુફ્તીની પાર્ટીની સાથે ગઠબંધન કરતાં પહેલા બીજેપીએ એનડીએની મંજૂરી લીધી હતી? શું બિહારમાં નીતીશ કુમારની સાથે જોડી બનાવતાં પહેલા એનડીએના સાથી પક્ષોને પૂછવામાં આવ્યું હતું?

'સામના'ના સંપાદકીયમાં બીજેપી પર બાલા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ પ્રસંગે શિવસેનાને એનડીએથી બહાર કરવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે, એક સમય હતો જ્યારે બીજેપીની બાજુમાં પણ કોઈ ઊભું નહોતું રહેતું. હિન્દુત્વ કે રાષ્ટ્રવાદ જેવા શબ્દોને દેશના રાજકારણમાં કોઈ પૂછતું પણ નહોતું. ત્યારે અને તે પહેલાં પણ જનસંઘના દિવામાં શિવસેનાએ તેલ પૂર્યું છે. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનથી શિવસેનાને બહાર કાઢવાની વાત કરનારાઓને ફરી એકવાર ઈતિહાસ સમજી લેવો જોઈએ.

આ પણ વાંચો,

Exclusive: બે વર્ષ પહેલા ભૂલથી સરહદ પાર ગયેલા બે ભારતીયોની પાકિસ્તાને હવે ધરપકડ દર્શાવી, આતંકવાદનો આરોપ લગાવ્યો
હવે આગ્રાનું નામ બદલવાની તૈયારીમાં યોગી સરકાર! આ હોઈ શકે છે નવી ઓળખ
First published: November 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com