કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તરાખંડમાં વાદળફાટ્યું; એકનું મોત

ભારે વરસાદને કારણે ચમોલી અને અલમોરા જિલ્લાનાં ત્રણ ગામડાઓ સૌથી વધારે અસરગ્રસ્ત છે.

News18 Gujarati
Updated: June 3, 2019, 6:32 PM IST
કાળઝાળ ગરમી વચ્ચે ઉત્તરાખંડમાં વાદળફાટ્યું; એકનું મોત
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: June 3, 2019, 6:32 PM IST
દેહરાદૂન: એક તરઉ સમગ્ર દેશમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે તો બીજી તરઉ ઉત્તરાખંડમાં વાદળ ફાટ્યું છે અને રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિસ્પોન્સ ટીમ દ્વારા ઉત્તરાખંડનાં અલમોરા અને ચમોલી જિલ્લામાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

વાદળ ફાટવાને કારણે ભંયકર વરસાદી પૂર આવ્યું છે. વાદળ ફાટવાને કારણે લોકોનાં ભયનો માહોલ ફેલાયો છે.

વાદળ ફાટવાની ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અને તેની લાશ મળી આવી છે અને એક વ્યક્તિ હજુ લાપતા છે.

સરકારી સુત્રો જણાવ્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસે જણાવ્યું કે, બદર સિંઘ નામનો વ્યક્તિ લંબાગાડ વિસ્તારમાં પોતાના પશુઓને ચરાવતો હતો ત્યારે અચાનક વાદળ ફાટ્યુ હતું અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ભારે વરસાદને કારણે ચમોલી અને અલમોરા જિલ્લાનાં ત્રણ ગામડાઓ સૌથી વધારે અસરગ્રસ્ત છે.
First published: June 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...