Home /News /national-international /

કોરોના સંકટ સમયે પણ BJP સાંપ્રદાયિક્તા અને નફરતનો વાયરસ ફેલાવી રહી છેઃ સોનિયા ગાંધી

કોરોના સંકટ સમયે પણ BJP સાંપ્રદાયિક્તા અને નફરતનો વાયરસ ફેલાવી રહી છેઃ સોનિયા ગાંધી

સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

સોનિયા ગાંધીએ કહ્યું કે, દેશના સામાજિક સૌહાર્દને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે

    નવી દિલ્હીઃ કૉંગ્રેસ (Congress)ની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ ગુરુવારે આરોપ લગાવ્યો કે જ્યારે દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ તમામને એકજૂથ થવાની જરૂર છે તો ભારતીય જનતા પાર્ટી (BJP) સાંપ્રદાયિક પૂર્વગ્રહ અને નફરતનો વાયરસ ફેલાવવામાં લાગેલી છે.

    બીજેપી પર નિશાન સાધતાં તેઓએ કહ્યું કે, હું આપ લોકોને એ વાત કહેવા માંગું છું જેને લઈને આપણે સૌ ભારતીય નાગરિકોને ચિંતા કરવી જોઈએ. જ્યારે આપણે કોરોના વાયરસની સામે એકજૂથ થઈને મુકાબલો કરવો જોઈતો હતો બીજેપી સાંપ્રદાયિક પૂર્વાગ્રહ અને નફરતનો વાયરસ ફેલાવાવમાં લાગેલી છે. તેઓએ કહ્યું કે, આપણા સામાજિક સૌહાર્દને મોટું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. અમારી પાર્ટી અને આપણે આ નુકસાનની ભરપાઈ માટે આકરી મહેનત કરવી પડશે.


    'શ્રમિકોના ખાતામાં 7500 રૂપિયા મોકલો’  

    સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસ સંકટનો સામનો કરવા માટે આંશિક પગલાં લેવાનો દાવો કરતાં એમ પણ કહ્યું કે, સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગ (MSME) અને ખેડૂતોની મદદ માટે તાત્કાલિક રાહતની જાહેરાત કરવી જોઈએ. CWCની વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલી બેઠકમાં સોનિયાએ જણાવ્યું કે લૉકડાઉનના પહેલા ચરણમાં જ 12 કરોડ લોકો બેરોજગાર થઈ ગયા અને એવામાં લોકોની મદદ માટે તેમના ખાતામાં 7500 રૂપિયા મોકલવા જોઈએ.

    આ પણ વાંચો, રમઝાનમાં 25 હજાર પ્રવાસી શ્રમિકોનું પેટ ભરશે સોનૂ સૂદ, કહ્યું- એકબીજાની સાથે ઊભું રહેવું જરૂરી

    સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, કોરોના મહામારી વધુ ફેલાઈ ગઈ છે જે ચિંતાની વાત છે. સમાજના અમારા કેટલાક વર્ગો ખાસ કરીને ખેડૂતો, મજૂરો, પ્રવાસી શ્રમિકો, નિર્માણ ક્ષેત્રના શ્રમિકો અને અસંગઠિત ક્ષેત્રના લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમના જણાવ્યા મુજબ વાણિજ્ય તથા ઉદ્યોગ અને વેપાર સંપૂર્ણપણે રોકાઈ ગયા છે એન કરોડો લોકોની આજીવિકાનું સાધન છીનવાઈ ગયું છે.

    આ પણ વાંચો, મોદી કેબિનેટે 15 હજાર કરોડ રૂપિયાના COVID-19 ઇમરજન્સી પેકેજને મંજૂરી આપી
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Coronavirus, COVID-19, Sonia Gandhi, કોંગ્રેસ, ભાજપ, મોદી સરકાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन