ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને હૈમર મિસાઇલ્સ મંગાવી

News18 Gujarati
Updated: July 23, 2020, 5:39 PM IST
ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરીને હૈમર મિસાઇલ્સ મંગાવી
પ્રતિકાત્મક તસવીર

બીજી તરફ આર્મીએ ઇઝરાયલની સ્પાઇક એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલને ખરીદવા પર પણ વિચાર કર્યો છે.

  • Share this:
ચીન સાથે ચાલી રહેલા સીમા વિવાદ (Border Dispute with China)ની વચ્ચે મોદી સરકાર (Modi Goverment)એ ઇમરજન્સી પાવર (Emergency Powers)નો ઉપયોગ કરીને ફ્રાંસથી હૈમર (Hammar) મિસાઇલ મંગાવી છે. આ મિસાઇલની પહેલી ખેપ 29 જુલાઇએ ભારત આવશે. આ મિસાઇલને રાફેલ વિમાનોમાં લગાવવામાં આવશે. દુનિયાના સૌથી શાનદાર લડાકૂ વિમાનમાંથી એક રાફેલની મારક ક્ષમતા હૈમર મિસાઇલની સાથે વધુ ધાતક થઇ જાય છે. આ મિસાઇલ 60 થી 70 કિમીની દૂરી સુધી કોઇ પણ લક્ષ્ય પર નિશાનો લગાવવા માટે સક્ષમ છે.

સમાચાર એજન્સી એએનઆઇએ સુત્રોના હવાલેથી ખબર આપી છે કે હૈમર મિસાઇલ ભારતીય સેનામાં સામેલ થયા પછી કોઇ પણ રીતના બંકરને તે પોતાનો નિશાનો બનાવી શકે છે. અને તેની ક્ષમતા વધી જશે. Hammer (Highly Agile Modular Munition Extended Range) એક મધ્યમ દૂરી સુધી મારનારી મિસાઇલ છે. જેને ફ્રેંચ એરફોર્સ અને નેવીના ઉપયોગ માટે બનાવવામાં આવી છે.

આ પહેલા ખબર આવી હતી કે પૂર્વ લદાખ બોર્ડર પર સેનાએ ઇઝરાયલના હેરૉન સર્વિલાંસ (Heron drones) ડ્રૉન અને સ્પાઇક એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલ (Spike anti-tank guided missiles) ખરીદ્યા છે.

વધુ વાંચો :

વર્તમાન સ્થિતિઓને દેખતા હેરોન યુએવીની સંખ્યા વધારવાની જરૂરી હતી. આ કારણે વધુ સંખ્યામાં હેરોન યુએવીની ઓર્ડર દેવા પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. જો કે હજી સુધી તે સ્પષ્ટ માહિતી નથી આવી કે કેટલા હેરોન મંગાવવામાં આવશે.
બીજી તરફ આર્મીએ ઇઝરાયલની સ્પાઇક એન્ટી ટેંક ગાઇડેડ મિસાઇલને ખરીદવા પર પણ વિચાર કર્યો છે. આ મિસાઇલની એક ખેપ ભારતની પાસે બાલાકોટ એર સ્ટ્રાઇક પછી આવી હતી. ગત સમયે સેનાએ 12 લોન્ચર અને 200 સ્પાઇક મિસાઇલ્સ મળી હતી. સુત્રોનું કહેવું છે કે હવે આપણે એન્ટી ટેંક મિસાઇલની પણ સંખ્યા વધારવી જોઇએ. આ વચ્ચે DRDOએ પોર્ટેબલ એન્ટી ટેંક ગ્રાઇડેડ મિસાઇલ તૈયાર કરી રહ્યું છે. કહેવાય છે કે ડીઆરડીઓના આ પ્રોજેક્ટ દ્વારા સેનાએ બલ્કમાં મિસાઇલ સપ્લાય કરવામાં સરળતા રહે છે. આ સિવાય સેનાની તરફથી પહેલી સ્પાઇસ 2000 બોમ્બ ખરીદવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.
Published by: Chaitali Shukla
First published: July 23, 2020, 5:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading