Home /News /national-international /

Facebook Issue in India: પક્ષપાતના આરોપ પર ફેસબુકની સ્પષ્ટતા- અમે રાજકીય પાર્ટીની હેસિયત નથી જોતા

Facebook Issue in India: પક્ષપાતના આરોપ પર ફેસબુકની સ્પષ્ટતા- અમે રાજકીય પાર્ટીની હેસિયત નથી જોતા

ભારતમાં ફેસબુક અને વોટ્સએપના કન્ટ્રોલ મામલે બીજેપી અને કૉંગ્રસ સામ-સામે, આવી રીતે ઊભો થયો હતો વિવાદ

ભારતમાં ફેસબુક અને વોટ્સએપના કન્ટ્રોલ મામલે બીજેપી અને કૉંગ્રસ સામ-સામે, આવી રીતે ઊભો થયો હતો વિવાદ

  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook)એ ભારતમાં સત્તાધારી પાર્ટીના નેતાઓ પર નરમ વલણ રાખવાના આરોપ વચ્ચે સોમવારે સ્પષ્ટતા કરી છે. ફેસબુકના પ્રવક્તાએ સોમવારે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં અમારી નીતિઓ એક જેવી છે. અમે પાર્ટીઓની રાજકીય હેસિયત નથી જોતા. અમે કોઈની પણ રાજકીય હેસિયત/પાર્ટીની સંબદ્ધતા વગર નફરત ફેલાવનારા ભાષણ અને કન્ટેન્ટને પ્રતિબંધિત કરે છે. તેના માટે નિયમિત ઓડિટ કરવામાં આવે છે. નોંધનીય છે કે, દેશમાં ફેસબુક અને વોટ્સએપ (WhatsApp)ના કન્ટ્રોલ મામલાને લઈ બીજેપી (BJP) અને કૉંગ્રસ (Congress) સામ-સામે છે. કૉંગ્રેસે મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપીને આ મામલાની તપાસ સંયુક્ત સંસદીય કમિટી (જેપીસી) કરાવવાની માંગ કરી છે.

  ફેસબુકના પ્રવક્તાએ કહ્યું કે, અમે હિંસાને ઉશ્કેરનારી હેટ સ્પીચ અને કન્ટેન્ટને પ્રતિબંધિત કરે છે. અમે એ જોયા વગર આ નીતિઓને દુનિયાભરમાં લાગુ કરીએ છીએ કે કોની કેટલી રાજકીય હેસિયત છે અથવા તો કઈ પાર્ટી સાથે જોડાયેલા છે. અમે નિષ્પક્ષતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે નિયમોને વધુ ધારદાર બનાવી રહ્યા છીએ.

  વૉલ સ્ટ્રીટ જનરલના આ રિપોર્ટને લઈ થયો વિવાદ

  મૂળે, અમેરિકાના અખબાર ધ વૉલ સ્ટ્રીટ જનરલ એ ફેસબુકની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે. WSJએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે ફેસબુકે બીજેપી નેતાઓ અને કેટલાક સમૂહોની હેટ સ્પીચવાળી પોસ્ટની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં જાણી-જોઈને ઢીલી નીતિ અપનાવવામાં આવી. એક રણનીતિ હેઠળ આ પોસ્ટને ઝડપથી હટાવવામાં ન આવી.

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ફેસબુકની પોલિસી ડાયરેક્ટર આંખી દાસે બીજેપી નેતા ટી. રાજા સિંહની વિરુદ્ધ ફેસબુકના હેટ સ્પીચના નિયમોને લાગુ કરવાનો વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે તેનાથી કંપનીના સંબંધ બીજેપી સાથે બગડી શકે છે. તેનાથી ભારતમાં ફેસબુકના બિઝનેસ પર અસર પડી શકે છે. નોંધનીય છે કે, ટી. રાજા તેલંગાનાથી બીજેપી ધારાસભ્ય છે અને તેમની પર ઉશ્કેરણીજનક નિવેદનો કરવાના આરોપ લાગતા રહે છે.

  આ પણ વાંચો, પ્રેમિકાને મળવા ચૂપચાપ તેના ઘરે ગયો હતો યુવક, ગામ લોકોએ પકડીને કરાવી દીધા લગ્ન

  WSJના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આંખી દાસે 2019ની લોકસભા ચૂંટણી પ્રચારમાં બીજેપીની મદદ પણ કરી હતી. ગત લોકસભા ચૂંટણી દરમિયાન ફેસબુકે કહ્યું હતું કે તેણે પાકિસ્તાની સેના, ભારતની રાજકીય પાર્ટી કૉંગ્રેસના અપ્રમાણિક ફેસબુક પેજ, બીજેપી સાથે જોડાયેલા ખોટા સમાચારોવાળા પેજ હટાવી દીધા છે.


  રાહુલ ગાંધીએ રિપોર્ટને લઈને સત્તાધારી બીજેપી પર સવાલ ઉઠાવ્યા હતા

  આ રિપોર્ટ સામે આવ્યા બાદ રાહુલ ગાંધીએ સત્તાધારી બીજેપી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, બીજેપી અને આરએસએસ ભારતમાં ફેસબુક અને વોટ્સએપને નિયંત્રિત કરે છે. તેઓ તેના માધ્યમથી બનાવટી સમાચારો અને નફરત ફેલાવે છે. અંતે, અમેરિકન મીડિયા ફેસબુક વિશે સાચી હકિકત સાથે સામે આવ્યું છે. રાહુલે તેની સાથે જ વૉલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટનો સ્ક્રીન શૉટ પણ શૅર કર્યો હતો.  રવિશંકર પ્રસાદે કર્યો હતો વળતો હુમલો

  કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના આ ટ્વિટનો જવાબ આપ્યો હતો. રવિશંકર પ્રસાદે કહ્યું કે, પોતાની જ પાર્ટીમાં લોકોને પ્રભાવિત નથી કરી શકનારા હારેલા લોકો કહે છે કે બીજેપી, સંઘ દુનિયાને નિયંત્રિત કરે છે. ચૂંટણી પહેલા ડેટાને હથિયાર બનાવવા માટે આપને કેમ્રિકરજ એનાલિટિકા, ફેસબુકની સાથે ગઠબંધન કરતાં પકડી પાડવામાં આવ્યા હતા. હવે અમારી પૂછપરછની ગુસ્તાખી કરી રહ્યા છો.

  આ પણ વાંચો, મહેન્દ્ર સિંહ ધોનીના આ ‘7 અનોખા રેકોર્ડ’ જે કદાચ ક્યારેય નહીં તૂટે!

  ત્યારબાદ આ સમગ્ર મામલામાં કેરળથી કૉંગ્રેસ સાંસદ અને પાર્લામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટી ઓન ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ચેરમેન શશિ થરૂરે પણ પ્રતિક્રિયા આપી હતી. થરૂરે ટ્વિટ કર્યું કે, હું તેમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને જોઈશ અને ચોક્કસપણે જેમનું નામ આવ્યું છે, તેમની પાસેથી જવાબ માંગીશ.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Facebook, Social media, કોંગ્રેસ, ભાજપ, ભારત, રાહુલ ગાંધી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन