Home /News /national-international /

OPINION: અહેમદ પટેલની ગેરહાજરીમાં વધી જશે કૉંગ્રેસનું સંકટ!

OPINION: અહેમદ પટેલની ગેરહાજરીમાં વધી જશે કૉંગ્રેસનું સંકટ!

PTI Photo- Manvender Vashist

અધ્યક્ષ બદલાતાં રહેતા પરંતુ અહમદ નહીં, મંત્રી બન્યા વગર પણ UPA સરકારના ચોથા સૌથી તાકાતવાન નેતા હતા પટેલ

  રાશિદ કિદવઈ

  એવું કહેવામાં આવે છે કે સમ્રાટ મોહમ્મદ શાહના દરબાથી નિઝામ ઉલ મુલ્કના બહાર નિકળવાથી શક્તિશાળી મુગલોનું પતન થઈ ગયું. અહેમદભાઈ મોહમ્મદભાઈ પટેલના નિધનથી આજે કૉગ્રેસના તૂટવાની આશંકા વાસ્તવિક્તા થતી હોય એવું લાગી રહ્યું છે. તેમની ગેરહાજરી સૌથી વધુ ત્યારે અનુભવાશે જ્યારે કૉંગ્રેસ અને ગાંધી પાર્ટીને એકજૂથ ચહેરો રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. હવે શક્યતા છે કે અસંતુષ્ટ કૉંગ્રેસ નેતાઓ, જી23 અને કેટલાક ક્ષેત્રીય નેતાઓને હાલની ઇકોસિસ્ટમથી અલગ વધુ સક્રિય અને ચિંતનશીલ જીવન મળે.

  પોતાના શોક સંદેશમાં સોનિયા ગાંધીએ તેમને અનમોલ સાથી ગણાવ્યા, તેઓ અને રાહુલ ગાંધી આવનારા દરેક પ્રસંગે પટેલને યાદ કરશે. સોનિયા ગાંધીથી નિકટતાના કારણે અહેમદ પટેલ ઉર્ફે ભાઈ લગભગ બે દશક સુધી ગો-ટૂ પર્સન એટલે કે આવા વ્યક્તિ બની રહ્યા જેઓ કોઈ પણ મુશ્કેલ સમયે સૌથી પહેલા યાદ આવતા હતા. કૉંગ્રેસ શાસિત રાજ્યોના કોઈ પણ મુખ્યમંત્રી કેપ્ટન, અશોક કે નારાયણસ્વામીને તેમના એક ટેલીફોન કૉલ બાદ તેઓ કહેવાનું હોય કે જે કૉંગ્રેસ હાઇકમાન્ડ સાંભળવા કે લાગુ કરવા માંગે છે. બીજેપી સિવાયની રાજકીય પાર્ટીઓ, કોર્પોરેટ જગત , મીડિયા હાઉસો, ધાર્મિક પ્રમુખો અને બિન-સરકારી સંગઠનોના નેતાઓની સાથે પણ તેમનો આ જ મામલો હતો. આ દરમિયાન અનેકવાર સમજૂતી પણ કરવી પડી પરંતુ મોટાભાના પ્રસંગે કોઈને કોઈ સમાધાન મળી ગયું.

  આ પણ વાંચો, અહેમદ પટેલના નિધન પર સોનિયા ગાંધીએ કહ્યું- મેં એક વફાદાર સહયોગી અને દોસ્તને ગુમાવ્યા

  કૉંગ્રેસની અંદર કહેવામાં આવે છે કે અહેમદ પટેલે 2002ના તોફાનો દરમિયાન ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ આક્રમક અને રાજકીય પગલાં ભરવા સામે આપત્તિ વ્યક્ત કરી હતી. જ્યારે કૉંગ્રેસમાં કેટલાક વકીલ નેતા અને મનમોહન સિંહના નેતૃત્વવાળા કેટલાક મંત્રીઓએ વર્ષ 2004માં મોદીની વિરુદ્ધ કડક પગલાં ભરવાનો પક્ષ રજૂ કર્યો હતો. અહેમદ પટેલે કથિત રીતે સોનિયા અને મહમોહનને ‘કાયદાને પોતાનું કામ કરવા દો’ માટે મનાવી લીધા. પાર્ટીનો નાનો હિસ્સો હંમેશા પટેલની વિરુદ્ધ હતો પરંતુ ભરૂચથી સાંસદ અંત સુધી આશ્વસ્ત રહ્યા કે આ પગલું ફાયદારૂપ રહેશે. તેને કારણે UPA સરકાર યોગ્ય રીતે ન ચાલી શકી.

  પોતાની હારને ‘ધર્મનિરપેક્ષતાની હાર’ ગણાવી

  એવું નહોતું કે પટેલ બીજેપી કે સંઘ પરિવાર પ્રત્યે નરમ હતા. મૂળે તેઓ તેમનાથી સૌથી વધુ પીડિત હતા. વર્ષ 1989-91 સુધી ગુજરાતે રાજજન્મભૂમિ આંદોલનને ધ્યાને લઈ વિશ્વ હિન્દુ પરિષદના અભૂતપૂર્વ ઉત્થાનને જોયો, પટેલે વર્ષ 1977, 1980 અને 1984માં ભરૂચતી ત્રણ વાર લોકસભા સભ્યના રૂપમાં પ્રતિનિધિત્વ કર્યું. જોકે તેઓ 1989ની લોકસભા ચૂંટણી હારી ગયા. તેમની વિરુદ્ધ એક સાંપ્રદાયિક અભિયાન ચાલ્યું. બેનરમાં તેમની ધાર્મિક ઓળખ પર ભાર મૂકાતા અહેમદ કરી દીધું. પટેલને 18,909 વોટોથી હારનો સામનો કરવો પડ્યો. તેઓએ પોતાની હારને ધર્મનિરપેક્ષતાની હાર ગણાવી.

  ચૂંટણીના રાજકારણમાં પ્રાસંગિકતા ગુમાવવાના કારણે પટેલ નિરાન થયા નહીં. વર્ષ 1993માં રાજ્યસભામાં આવતાં જ પટેલે તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ સાથે નિકટતા સાધી લીધી. તે સમયે રાવ ને 10 જનપથ એટલે કે સોનિયા ગાંધી સથે કામ કરવામાં અનેક પ્રકારની વ્યવહારિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન રાવે તેમને સોનિયાની સાથે વાતચીતનો એક પ્રભાવી માર્ગના રૂપમાં ઉપયોગ કર્યો. રાજીવ ગાંધી બાદ દરેક વખતે નવા અધ્યક્ષે સત્તા સંભાળી પરંતુ પટેલ કેન્દ્રબિંદુ રહ્યા. ડિસેમ્બર 2017માં જ્યારે રાહુલ ગાંધીએ 87મી AICCનું પ્રમુખ પદ સંભાળ્યું ત્યાં સુધી તેમના કેટલાક સમકાલીન અંગત રીતે કહેતા હતા કે, ન્યૂ સીપી (કૉંગ્રેસ પ્રેસિડન્ટ) સેમ એપી (અહેમદ પટેલ).

  યૂપીએના શાસનકાળ દરમિયાન સોનિયા તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને વરિષ્ઠ મંત્રી પ્રણવ મુખર્જી બાદ પ્રતિષ્ઠાનમાં પટેલ ચોથા સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા. પાર્ટીમાં પટેલને જૂના નેતાઓ અને રાહુલથી નજીક હોવાનો દાવો કરનારાઓ વચ્ચે એક પુલ તરીકે જોવામાં આવતા હતા. તેવું કહેવું અતિશયોક્તિ નહીં હોય કે દેશમાં એક પણ રાજ્ય એવું નહીં હોય જ્યાં પટેલ વ્યક્તિગત રીતે મોટાભાગના જિલ્લા-સ્તરીય કૉંગ્રેસ પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને નહીં જાણતા હોય.

  ક્યારેય મંત્રી બનવાનો પ્રયાસ ન કર્યો

  અનેક અન્ય કૉંગ્રેસ નેતાઓથી વિપરીત પટેલે ક્યારેય કેન્દ્રીય મંત્રી બનવાનો પ્રયાસ ન કર્યો. તેઓએ 24 અકબર રોડ, નવી દિલ્હીમાં પાર્ટીના રાષ્ટ્રીય હેડક્વાર્ટરમાં એક રૂમમાં તેમની ઓફિસ હતી જેને તેઓ 23 મધર ટેરેસા માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાનથી ચલાવવાનું પસંદ કરતા હતા.

  આ પણ વાંચો, અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસમાં શોકનું મોજું, પ્રિયંકા ગાંધી, દિગ્વિજય સિંહ સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  લુટિયન દિલ્હીમાં 23 મધર ટેરેસા માર્ગને એક શક્તિ કેન્દ્ર માનવામાં આવતું હતું. પટેલના ઘર સુધી સૌની પહોંચ નહોતી. પ્રવેશ અને નિકાસ માટે અનેક દ્વાર હતા. કૉંગ્રેસના મુખ્યમંત્રીઓ, રાજ્ય એકમના પદાધિકારી અને સાંસદથી લઈને પંચાયત કક્ષા સુધીની ચૂંટણીના ઉમેદવારોન ભાગ્યનો નિર્ણય અહીં નક્કી થતો હતો.

  રોજ સવારે કુરાન વાંચનારા પૈકી એક હતા અહેમદ પટેલ

  પટેલની સાથે અપોઇન્ટમેન્ટ મળવી ત્યાં સુધી સરળ નહોતી જ્યાં સુધી કે કોઈને લેન્ડલાઇન નંબરથી મોડી રાત્રે સ્લોટ આપવાનો ફોન ન આવે. જે પણ તેમને મળવા માંગે તેઓ પટેલને અલગ-અલગ સ્થળે મળતા, જેમાં મસ્જિદ પણ સામેલ છે જ્યાં તેઓ શુક્રવારની નમાઝ પઢતા હતા. થોડા સમય બાદ તેઓને નમાઝ પઢવા માટે મસ્જિદો બદલવી પડતી હતી. વર્ષ 2011માં હજ કરનારા પટેલ દિવસમાં પાંચ વાર નમાજ પઢવા, રમઝાન મહિનામાં રોઝા રાખવા અને રોજ સવારે કુરાન વાંચનારા વ્યક્તિ હતા.

  વર્ષ 2014થી પટેલ સક્રિય રાજકારણથી નિવૃત્તિની તલાશમાં હતા પરંતુ દરેક વખતે જ્યારે તેઓએ આ વિષય રજૂ કર્યો તો સોનિયા ગાંધી તેને ફગાવી દેતા હતા. ત્યારબાદ ક વફાદારના રૂપમાં તેમની પાસે હાઇકમાન્ડના આદેશને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. હાલના દિવસોમાં તેમને તેમના સંસ્મરણ લખવા પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેઓએ તે પ્રસ્તાવને ફગાવી દીધો હતો. પટેલે કહ્યું કે, આ (રહસ્ય) મારી સાથે કબર સુધી જશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Coronavirus, COVID-19, Manmohan singh, Sonia Gandhi, અહેમદ પટેલ, કોંગ્રેસ

  આગામી સમાચાર