સ્મૃતિએ રાહુલને ગણાવ્યા 'ગુમ સાંસદ', વાયનાડના લાકોને કહ્યુ- એકવાર અમેઠી આવીને જુઓ

સ્મૃતિ ઈરાની (ફાઇલ ફોટો)

સ્મૃતિએ કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલની ક્ષમતાના વિષયમાં કોઈ સવાલ છે તો તેમને એક વાર અમેઠી આવીને જોવું જોઈએ

 • Share this:
  લોકસભા ચૂંટણીના રણમાં હવે રાજકીય પાર્ટીઓ આર-પારની લડાઈ લડી રહ્યા છે. એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, તો બીજી તરફ બીજી સીટ અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ તેમની પર હુમલાઓ કરી રહ્યા છે. ગુરુવારે લખનઉ એરપોર્ટ પર પહોંચતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે વાયનાડની જનતાને જો રાહુલ ગાંધીની ક્ષમતાના વિષયમાં કોઈ સવાલ છે તો તેમને એક વાર અમેઠી આવીને જોવું જોઈએ.

  સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે છેલ્લા 15 વર્ષથી અમેઠીના સાંસદ એક એવા વ્યક્તિ છે, જે અહીં આવતાં જ નથી. તેમને જવાબ આપવો પડશે કે આ દેશને કેમ લૂંટવામાં આવ્યો? હું વાયનાડના લોકોને ચેતવવા માગું છું, તેમણે અમેઠી આવીને એક વાર જોવું જોઈએ.

  આ પણ વાંચો, ચૂંટણી રેલીમાં રડી પડી જયા પ્રદા, કહ્યું- 'આઝમને કારણે રામપુર છોડીને ગઈ હતી'

  કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, જે અમેઠીને 15 વર્ષ સુધી એક ગુમ સાંસદને સહન કરવા પડ્યા, જ્યાંની વ્યવસ્થાઓને છિન્ન-ભિન્ન કરી. તે અમેઠીને સશક્ત કરવાની જવાબદારી બીજેપીએ મને આપી છે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે 15 વર્ષ બાદ રાહુલ ગાંધી કોઈ બીજા સ્થળે ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે, આ અમેઠીનું અપમાન છે. અમેઠીની જનતા તેને સહન નહીં કરે.

  ઉલ્લેખનીય છે કે, બીજેપી રાહુલ ગાંધીના વાયનાડથી ચૂંટણી લડવાના નિર્ણય પર હુમલાઓ કરી રહ્યું છે. બીજેપીનું કહેવું છે કે હારથી ડરીને રાહુલ વાયનાડ ભાગી ગયા છે. 2014 લોકસભા ચૂંટણીમાં પણ સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધીની વિરુદ્ધ ચૂંટણી લડી હતી. પરંતુ જોરદાર ટક્કર આપવા છતાંય તેમને જીત ન મળી. આ વખતે સ્મૃતિ ઈરાની ફરીથી રાહુલ ગાંધીની વિરુદ્ધ ચૂંટણી જંગમાં ઉતરી છે.
  Published by:Mrunal Bhojak
  First published: