VIDEO: ખેતરોમાં લાગી આગ, સ્મૃતિ ઈરાનીએ હેન્ડપંપ ચલાવી આગ ઓલવવા કરી ગ્રામજનોની મદદ

ખેતરમાં આગ લાગી તો, સ્મૃતિ ઈરાનીએ હેન્ડપંપ ચલાવી ગ્રામજનોને પાણીની ડોલો ભરી આપી

સ્મૃતિ ઈરાનીને આ કાર્ય કરતા જોઈ પોલીસ પ્રશાસન અધિકારીઓ સહિત કાર્યકરો પણ આગ ઓલવવામાં લાગી ગયા.

  • Share this:
    'ના કરો કીસી સે નફરત, નફરત આગ લગા દેતી હૈ.
    પ્યાર કી એક બૂંદ બડી સે બડી આગ બુઝા દેતી હૈ.'

    આ લાઈન કેન્દ્રીય મંત્રી અને અમેઠી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની પર બિલકુલ સટીક બેસે છે. રવિવારે અમેઠીમાં સ્મૃતિ ઈરાની ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા, તેજ સમયે સ્મૃતિ ઈરાનીને ખબર પડી કે, મુંશીગંજના પશ્ચિમ દુઆરા ગામમાં આગ લાગી છે, તો તે તુરંત તે ગામ જવા નીકળી પડ્યા. ગામમાં પહોંચી સ્મૃતિ ઈરાનીએ જાતે હેન્ડપંપ ચલાવી લોકોને આગ ઓલવવા મદદ કરી અને આશ્વાસન પણ આપ્યું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવારે બપોરે મુંશીગંજના પશ્ચિમ દુઆરાના ગોવર્ધનપુર ગામમાં સીવાનમાં ઘઉંના ખેતરમાં આગ લાગી ગઈ, ઝડપી પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. આગ ઝડપથી ગામ તરફ આગળ વધી રહી હતી. ગ્રામજનોએ ફાયર બ્રિગેડને સૂચના આપ્યા બાદ પોતે પણ આગ ઓલવવાની કોશિસ કરવા લાગ્યા.

    આજ વિસ્તારમાં પ્રચાર કરી રહેલા સ્મૃતિ ઈરાનીને સાથે ચાલી રહેલા એક કાર્યકરે ગામમાં આગ લાગવાની સૂચના આપી તો, સ્મૃતિ તમામ કાર્યક્રમ છોડી ઘટના સ્થળ પર જવા રવાના થઈ ગયા. ખેતરમાં ઉભો પાક સળગતો જોઈ તે ભાવુક થઈ ગયા અને હાથમાં ડોલ લઈ સ્વયં આગ ઓલવવા માટે લાગી ગયા.

    જ્યારે આગ ગામ સુધી પહોંચી ગઈ તો, તેમણે ઘણો સમય હેન્ડપંપ ચલાવી લોકોને ડોલમાં પાણી પણ ભરી આપ્યું, અને આગ ઓલવવામાં મદદ કરી. તેમને આ કાર્ય કરતા જોઈ પોલીસ પ્રશાસન અધિકારીઓ સહિત કાર્યકરો પણ આગ ઓલવવામાં લાગી ગયા. પોતાનો ઉભો પાક સળગતો જોઈ ગામની મહિલાઓ સ્મૃતિ ઈરાનીને વળગીને રોવા લાગી. સ્મૃતિ ઈરાનીએ મહિલાઓને ધૈર્ય રાખી આશ્વાસન પણ આપ્યું. આ સાથે તેમણે એસડીએમને તુરંત સ્થળ પર પહોંચી પીડિતોને રાહત આપાવવાનો પણ નિર્દેશ આપ્યો.
    Published by:kiran mehta
    First published: