અમેઠી: લખનૌની (Lucknow) ડૉ. રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટના (RML Institute) સ્ટાફ પર એક મહિલા પર બળાત્કાર ગુજારવાનો અને તેના પર હુમલો કર્યાનો આરોપ લાગ્યો છે. શહેરનાં એક વાર્ડમાં રહેતી એક દીકરીએ લખનૌની ડૉ.રામ મનોહર લોહિયા સંસ્થાના સ્ટાફ પર તેની 40 વર્ષીય માતા પર બળાત્કાર કર્યાનો આરોપ લગાવ્યો છે. જ્યારે પોલીસે ફરિયાદ (Police complaine) ન સાંભળી તો તેણે પોતાની આપવીતી જિલ્લાના પ્રવાસ પર આવેલા કેન્દ્રીય કાપડ અને મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાનીને વર્ણવી હતી. સ્મૃતિ ઈરાનીની (Smiriti Irani) સૂચના પર ડીએમે તપાસ ટીમની રચના કરી રિપોર્ટ મંગાવ્યો છે.
શહેરના એક વોર્ડમાં રહેતી એક મહિલાને ગત 6 તારીખે તબિયત લથડતા જોઇન્ટ ડિસ્ટ્રિક્ટ હૉસ્પિટલ ગૌરીગંજમાં દાખલ કરવામાં આવી હતી. મહિલાની પુત્રીએ જણાવ્યું કે, જ્યારે તેની હાલત નાજુક હતી ત્યારે તબીબોએ તેની માતાને રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટમાં રિફર કર્યા. પુત્રીનો આક્ષેપ છે કે, 7મી તારીખે તેની માતાને પહેલા તાત્કાલિક દાખલ કરવામાં આવી હતી અને બાદમાં ચોથા માળની 41 નંબરની પથારીમાં લાવવામાં આવી.
આ પછી પરિવારના સભ્યોને બહાર મોકલી દેવાયા હતા. કોઈને મળવાની છૂટ નહોતી. ઘણી વિનંતીઓ પછી, જ્યારે તેણી તેની માતાને બે દિવસ પછી મળી ત્યારે તેની હાલત નાજુક હતી. તેની માતાએ કહ્યું કે, તેને ડોકટરો અને સ્ટાફ દ્વારા મારવાની સાથે કંઈક ખોટું કર્યાની વાત કરી હતી. આ પછી, બેભાન અવસ્થામાં શુક્રવારે રાત્રે ત્યાંથી રજા લીધા બાદ તેમને ફરીથી જિલ્લા હૉસ્પિટલ ગૌરીગંજમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શનિવારે અચાનક જિલ્લા મથકે પહોંચેલી યુવતીએ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને જણાવ્યું હતું કે, માતાને દાખલ કરવામાં આવ્યા બાદ, જ્યારે પરિવારના સભ્યો સવારે સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, ત્યારે પોલીસે તેને અટકાવી હતી. યુવતીની વાત સાંભળ્યા બાદ સ્મૃતિ ઈરાનીએ ડીએમ, એસપી અને સીએમઓ સાથે વાત કરી હતી અને આ મામલે કાર્યવાહીની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો.
આ અંગે ડીએમ અરૂણ કુમારે જણાવ્યું હતું કે, યુવતીના આક્ષેપો ખૂબ ગંભીર છે. સમગ્ર મામલાની તપાસ માટે ગૌરીગંજ સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર ગૌરીગંજ અને એસીએમઓની એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ મહિલામાં કાળી ફૂગના લક્ષણો જોવા મળી રહ્યા છે. તેની સારવાર માત્ર મેડિકલ કોલેજમાં જ મળે છે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.
પીડિતા માટે મેડિકલ કરવામાં આવશે: એસપી
અમેઠીના પોલીસ અધિક્ષક દિનેશસિંહે જણાવ્યું હતું કે, મહિલાનું મેડિકલ કરાવવાની સૂચના આપવામાં આવી છે. મેડિકલ બાદ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન પીડિતાનું નિવેદન લેશે. મેડિકલ રિપોર્ટ અને નિવેદન લખનઉ વહીવટીતંત્રને મોકલવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર